દરેક રાજ્ય, દરેક શહેરની ગલીમાં મળતી, નાના-મોટા દરેકને ભાવતી પાણીપુરી ક્યાંથી આવી ?

રસોઈ

જુદા જુદા નામોથી ઓળખાતી પાણીપુરી આપણા દેશના દરેક રાજ્ય, શહેર અને શેરીમાં સરળતાથી મળી આવે છે. બાળકો, વૃદ્ધ અને યુવાન, બધા તેને આનંદથી ખાય છે અને તે ખાસ કરીને મહિલાઓ ખૂબ ખાય છે. પરંતુ શું તમે જાણો છો કે આ ટેસ્ટી અને સુપરહિટ ફૂડ આઇટમ કેવી રીતે અસ્તિત્વમાં આવી છે. તેના અસ્તિત્વની કહાની પણ ખૂબ રસપ્રદ છે. જો ઈતિહાસ મુજબ સાચું માનીએ તો આ અમર પાણીપુરીની કહાની મહાભારત કાળ અને મગધ શાસન સાથે સંકળાયેલી છે. ચાલો પાણીપુરીના જન્મ વિશેની મનોરંજક સફર પર જઈએ.

પાણીપુરી જુદા જુદા સ્થળોએ ઘણા નામોથી ઓળખાય છે. પાણી પુરી, ફુલકી, પુષ્કા. ગોલગપ્પા પણ એક પ્રખ્યાત નામ છે. પાણીપુરીના જન્મ સાથે બે કહાની ખુબજ પ્રખ્યાત છે જેમાંથી એક વાર્તા એવી છે કે તે પ્રથમ મગધ સામ્રાજ્યમાં અસ્તિત્વમાં આવી હતી. પરંતુ તેના શોધકનું નામ ઇતિહાસનાં પાનામાં ક્યાંક ખોવાઈ ગયું. એવું કહેવામાં આવે છે કે મગધમાં પહેલીવાર પાણીપુરીનો જન્મ થયો હતો.

પાણીપુરીના અસ્તિત્વમાં આવવાની બીજી એક લોકપ્રિય કહાની, ધાર્મિક ગ્રંથ મહાભારત સાથે પણ લોકોએ જોડી દીધી છે. એવું માનવામાં આવે છે કે જ્યારે દ્રૌપદી નવી નવી પરણીને તેના નવા ઘરે આવી હતી, ત્યારે તેની સાસુ, કુંતીએ તેને એક કાર્ય સોંપ્યું હતું. તે સમયે, પાંડવો બહાર ગયા હતા, કુંતી તે ચકાસવા માંગતી હતી કે દ્રોપદી તેના રસોઈની જવાબદારી પૂરી કરી શકે છે કે નહી.

આ માટે તેણે દ્રૌપદીને રસોઈ બનાવવા માટે થોડો લોટ અને થોડા વધેલા બટાકા આપ્યા અને તેમણે કહ્યું કે આમાંથી ખોરાક રાંધીને, તેમના પાંચ પુત્રોને જમાડવા અને તેમની ભૂખ શાંત થવી જોઈએ. હવે આટલા લોટમાં તે કેવી રીતે શક્ય બનશે, તેથી અહીં દ્રૌપદીએ તેની બુદ્ધિનો ઉપયોગ કર્યો. તેણે પાણી પુરીની શોધ કરી. દ્રૌપદીની આ પદ્ધતિથી કુંતી ખૂબ ખુશ થઈ હતી. અને તેમણે તેમની પુત્રવધૂના વખાણ કર્યા અને આ અનોખી વાનગીને અમર રહેવાના આશીર્વાદ આપ્યા.

હજી પણ પાણીપુરીના જન્મ અંગે ઘણી શંકાઓ છે. આ વિશે કોઈ સચોટ માહિતી નથી, પરંતુ આ વાનગી સદીઓથી અમર છે. દેશના દરેક ભાગમાં જુદા જુદા નામોથી પ્રખ્યાત, લોકોએ તેનો સ્વાદ માણીને આ વાનગી અપનાવી છે. દરેક રાજ્યની પાણી પુરી બીજા રાજ્યની પાણીપુરી કરતા અલગ હશે. દરેકની બનાવટના સ્વાદમાં થોડો તફાવત રહેશે. ઉદાહરણ તરીકે, રાગડાને મહારાષ્ટ્રના પાણીપુરીમાં ઉમેરવામાં આવે છે, ગુજરાતમાં છૂંદેલા બટાકા અને કર્ણાટકમાં મંગ અને ડુંગળી ઉમેરવામાં આવે છે.

રસપ્રદ વાત એ છે કે, પશ્ચિમ બંગાળમાં, પાણીપુરી પુચ્કા તરીકે ઓળખાય છે, કારણ કે તે ખાતી વખતે ‘પૂચ’ લાગે છે. ઉત્તર ભારતમાં, મોટાભાગે સફેદ વટાણા અને બટાટા પૂરણ તરીકે વપરાશ છે અને એ સ્વાદિષ્ટ હોય છે.

આ બન્ને કહાની કેટલી સાચી કે કેટલી ખોટી, એ તો ભગવાન જાણે પણ આ કહાની સાંભળ્યા પછી, તમારા મોઢામાં પણ પાણી આવી ગયું હશે, તેથી શા માટે મોડુ કરવુ, ચાલો પાણીપુરી ખાવા જઈએ.

જો તમને અમારો આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને વધારે સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણા પેજને લાઈક જરૂર કરજો અને તમારો પ્રતિભાવ કોમેન્ટ બોક્ષમાં જરૂર આપજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *