Homeરસોઈજો તમે યોગ્ય સમયે પનીર ખાવ છો તો તે તમારા શરીર ને...

જો તમે યોગ્ય સમયે પનીર ખાવ છો તો તે તમારા શરીર ને ફાયદો થશે નહિતર તમારા શરીર ને ખુબજ મોટું નુકશાન થઇ શકે છે.

પનીર એક એવી વસ્તુ છે જે લગભગ દરેક ખાવાનુ પસંદ કરે છે. તે શાકાહારીઓ માટે પ્રોટીનનો સારો સ્રોત છે. તે બાળકથી લઈને વૃદ્ધ સુધીના દરેક માટે ખૂબ ફાયદાકારક છે. કાચા પનીરથી લઈને બનતી બધી સ્વાદિષ્ટ વાનગીઓ લોકોના મોઢામા પાણી લાવેછે. દુનિયામા લંચ કે ડિનરમાં પનીર પસંદ કરનારા લોકોની સંખ્યા કરોડોમા છે. પરંતુ આજે અમે તમને પનીર ખાવાના યોગ્ય સમય વિશે જણાવી રહ્યા છીએ.તમે આ વિશે ભાગ્યે જ સાંભળ્યુ હશે પરંતુ આજે તમે જાની જશો કે પનીર ખાવાનો યોગ્ય સમય કયો છે.

તમે દિવસ દરમિયાન કોઈપણ સમયે પનીરનુ સેવન કરી શકો છો પરંતુ હંમેશા ધ્યાનમા રાખો કે વધારે માત્રામા તેનુ સેવન ન કરો તો તે વધુ સારું છે. પનીરમા પ્રોટીન અને ચરબી બંને સમાન માત્રામા હોય છે થી જો તમે તેને સંતુલિત માત્રામા ખાશો તો તે શરીર માટે ખૂબ ફાયદાકારક છે જો તમે તેનુ પ્રમાણ વધારે પ્રમાણમા લેશો તો તે સ્થૂળતાનુ કારણ બની શકે છે.

તે દિવસની વાત હતી હવે રાતની વાત કરીએ. સૂવાના સમયે એક કલાક પહેલા તમે પનીર ખાઈ શકો છો કારણ કે તે સૂતી વખતે આપણા સ્નાયુઓ અને લંબાઈ બંનેમા વધારો થાય છે જેના માટે શરીરને વધુને વધુ પ્રોટીનની જરૂર હોય છે. આ સ્થિતિમા પનીર ખાવાથી તમારા શરીર ની જરૂરિયાત ને પૂર્ણ કરી શકો છો.

કસરત કરતા પહેલા પનીર ન ખવાય કારણ કે આ સમયે તમારા શરીરને ચરબીની જરૂર હોતી નથી. આ સાથે વર્કઆઉટ પછી પણ પનીર ખાવાનુ ટાળો કારણ કે પનીરમા રહેલી ચરબી વ્યક્તિના પાચનને ધીમુ કરે છે. પનીરને સ્વસ્થ અને સ્વાદિષ્ટ ખોરાક બંને કહી શકાય.

તમે તેને કાચુ ખાઈ શકો છો, સ્ટાર્ટરમા ખાઈ શકો છો અને મુખ્ય કોર્સમા પણ લઈ શકો છો. પનીર બનાવતી વખતે જે પાણીનો ઉપયોગ કરવામા આવે છે તે પણ પી શકો છો. તે પ્રોટીનનો ખૂબ મોટો સ્રોત છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments