બાળકીને ગોદમાં લઈને હાથી સાથે ફોટો પાડી રહ્યો હતો આ પુરૂષ, ત્યારે આવી ગયો હાથી ગુસ્સામાં અને પછી…

0
438

તમે ઘણીવાર પાર્ક અથવા જંગલમાં લગાવેલા સાઈનબોર્ડ પર લખેલું જોયું હશે કે, પ્રાણીઓ સાથે ફોટો ક્લિક કરવો ખતરનાક સાબિત થઈ શકે છે, છતાં તેને બધાં લોકો આ ચેતવણીને નજરઅંદાજ કરીને આરામથી ફોટો ક્લિક કરી લે છે, પરંતુ ખરેખર આ તમારા માટે ખતરો પેદા કરી શકે છે, એક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક વ્યક્તિ સાથે કઈક આવું જ બન્યું.

ખરેખર, સોશિયલ મીડિયામાં એક વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, તેમાં એક પાર્કમાં એક વ્યક્તિ પોતાના બાળકને ગોદમાં લઈને હાથી સાથે ફોટો લઈ રહી છે. ત્યારે હાથીને ગુસ્સો આવે છે અને તે દોડતો વ્યક્તિ તરફ આવે છે. ત્યાર બાદ શું થાય છે આ વાયરલ થયેલો વીડિયો તમે જ જોઈ લો. આ વીડિયોને શાંતિ નામના એક યૂઝરે પોતાના ટ્વિટર એકાઉન્ટથી શેર કર્યો છે.

વીડિયાને શેર કરતા તેણે લખ્યુ, એક પુરૂષે પોતાની સાથે બાળકને પણ નજીક રહીને હાથી દ્વાર મારી નાંખશે. આ વીડિયો અમેરિકાના સેન ડિયાગો ચિડિયાઘરનો જણાવવામાં આવે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સેન ડિયાગો ચિડિયાઘરમાં એક વ્યક્તિ તાર પાર કરીને હાથી સાથે ફોટો પાડવા માટે પહોચી જાય છે. આ દરમિયાન તે વ્યક્તિએ પોતાની ગોદમાં તેની નાની બાળકીને પણ રાખી છે. જ્યારે તે ફોટો ક્લિક કરવા લાગે છે ત્યારે હાથીને ગુસ્સો આવી જાય છે અને તે ગુસ્સામાં ઝડપથી તે વ્યક્તિ તરફ દોડે છે.

હાથીના ખીજાવવાનો અવાજ સાંભળીને તે વ્યક્તિ પોતાના બાળકને લઈને ભાગવા લાગે છે અને તાત્કાલિક તારથી ઠેકવા લાગે છે, પરંતુ ઉતાવળમાં તેની બાળકી તાર પાસે છુટી જાય છે, પરંતુ સદ્દનસીબ એવું બન્યું કે જેવો જ હાથી તાર નજીક પહોચ્યો તે થંભી ગયો અને વ્યક્તિએ બાળકીને જલ્દી ઉઠાવી લીધી. આ રીતે બાળકી અને તેના પિતાનો જીવ બચી ગયો નહિંતર કઈ મોટી દુર્ઘટના સર્જાય શકતી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here