સૈફ અલી ખાનનો પટૌડી પેલેસ છે ખૂબ જ આલીશાન, તેની કિંમત જાણીને ચોંકી જશો! જુઓ તેની શાનદાર તસવીરો

200

સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનને ફિલ્મ જગતમાં પાવર કપલ કહેવામાં આવે છે. આ સ્ટાર દંપતીએ ઘણું નામ અને સંપત્તિ મેળવી છે. સૈફને ફિલ્મ ઉદ્યોગમાં નવાબ અને તેની પત્ની કરીના ને બેગમ સાહિબા કહેવામાં આવે છે. વાસ્તવમાં સૈફ પટૌડી રિયાસતનો નવાબ છે. તેમના પિતા મન્સૂર અલી ખાનના મૃત્યુ બાદ તેમને પટૌડીનો નવાબ જાહેર કરવામાં આવ્યો છે.

દિલ્હી નજીક ગુરુગ્રામના પટૌડીમાં તેમનો ભવ્ય મહેલ આવેલો છે. સૈફ અને કરીના ઘણીવાર તેના પુત્રો સાથે પટૌડી પેલેસમાં રહેવા જાય છે.

સૈફ અલી ખાનનો આ મહેલ ઇબ્રાહિમ કોઠી તરીકે પણ ઓળખાય છે. પટૌડી હાઉસ હરિયાણાના ગુરુગ્રામથી 26 કિલોમીટર દૂર અરવલ્લીની પર્વતમાળામાં સ્થિત છે. મહેલની ચારે બાજુ હરિયાળી છે.

અરવલ્લી પર્વતોમાં આવેલું પટૌડી હાઉસ 200 વર્ષ જૂનું છે. તેની 1900 ની આસપાસ રોબર્ટ ટોર રસેલ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો. તેમના આ કાર્યમાં ઓસ્ટ્રિયન આર્કિટેક્ટ કાર્લ મોલ્ત્ઝ વોન હેઇન્ઝ દ્વારા મદદ કરવામાં આવી હતી.

એવું કહેવાય છે કે પટૌડી પેલેસની કિંમત 800 કરોડ છે. પટૌડીના પરિવાર પાસે 2700 કરોડની સંપત્તિ છે. સૈફની માતા શર્મિલા ટાઇગર પટૌડીના અવસાન બાદ તેની દેખરેખ રાખે છે.

પટૌડી પેલેસની ડિઝાઇનિંગ ઘણી સારી છે. સમગ્ર મહેલને સફેદ રંગથી રંગવામાં આવ્યો છે. તેનું સ્થાપત્ય કનોટ પ્લેસની ઇમારતોથી પ્રભાવિત છે. મહેલ ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યો છે.

સૈફ અલી ખાનનો આ મહેલ 10 એકરમાં ફેલાયેલો છે, જેમાં કુલ 150 રૂમ છે.

આ સાથે, મહેલમાં 7 ડ્રેસિંગ રૂમ, 7 બિલિયર્ડ રૂમ અને સુંદર ડ્રોઇંગ રૂમ અને ડાઇનિંગ રૂમ પણ છે, અહીં 100 થી વધુ નોકરો છે.

આ મહેલમાં ખૂબ જ સુંદર બગીચો બનાવવામાં આવ્યો છે. અહીં ઘણા અસ્તબલ, ગેરેજ અને રમતનું મેદાન પણ છે.

2011 માં ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને પટૌડી રાજ્યના 9 માં નવાબ મન્સૂર અલીના અવસાન બાદ સૈફ અલી ખાનને પટૌડી રિયાસતના 10 માં નવાબ બનાવવામાં આવ્યા હતા. પટૌડી પેલેસમાં વીર ઝારા ફિલ્મનું શૂટિંગ થયું હતું.

ફિલ્મમાં તેને પ્રીતિ ઝિન્ટાનું ઘર બતાવવામાં આવ્યું હતું. મંગલ પાંડે, વીર-ઝારા, ગાંધી: માય ફાધર અને મેરે બ્રધર કી દુલ્હન સહિત ઘણી ફિલ્મોનું આ પેલેસમાં શૂટિંગ કરવામાં આવ્યું છે.

પટૌડી પેલેસ કોઈ વૈભવી મહેલથી ઓછો નથી. મહેલનું ઇન્ટીરિયલ ખૂબ જ સુંદર અને પ્રાચીન રીતે કરવામાં આવ્યું છે.

પટૌડી રજવાડાની સ્થાપના 1804 માં થઈ હતી. આ રજવાડું સમગ્ર વિશ્વમાં કાપટૌડી હાઉસના નામે ઓળખાય છે. તમને જણાવી દઈએ કે મન્સૂર અલી ખાનને તેમના અવસાન બાદ પટૌડી પેલેસમાં દફનાવવામાં આવ્યા હતા.

એવું પણ કહેવાય છે કે પટૌડી રજવાડાના પૂર્વજોને પણ મહેલની નજીક દફનાવવામાં આવ્યા હતા.

એવું કહેવામાં આવે છે કે જ્યારે સૈફના પિતા મન્સૂર અલી ખાનનું નિધન થયું ત્યારે પટૌડી પેલેસને નીમરાણા હોટેલ્સને ભાડે આપવું પડ્યું હતું પરંતુ તેને પાછું મેળવવા માટે તેને ભારે કિંમત ચૂકવવી પડી હતી.

એક ઈન્ટરવ્યુમાં અભિનેતાએ કહ્યું હતું કે, “મારે ફિલ્મોમાંથી પૈસા કમાઈને વારસામાં મળેલું ઘર પાછું લેવું પડ્યું હતું”.

મહેલ પાછો મેળવ્યા પછી, સૈફે તેને પોતાની મરજી મુજબ અંદર અને બહારનું ઇન્ટરીયલ કરાવ્યું. તેણે તેની ડિઝાઇન બદલવા માટે ઈન્ટિરિયર ડિઝાઇનર દર્શિની સિંહની મદદ લીધી હતી.

Previous articleઆ આસન કરવાથી કમરથી નીચેનો ભાગ થાય છે મજબૂત, ગર્ભવતી મહિલાઓ માટે છે ઉત્તમ
Next articleઆ મંદિરમાં આપવામાં આવતું દાન, બે ગણું થઈને પાછું મળે છે, લોકો ચડાવે છે હીરા, ઘરેણા, સોનાના બિસ્કીટ અને ડોલર