જો તમારે સવારે નાસ્તામાં કંઇક નવું કરવાનો પ્રયાસ કરવો હોય તો તમે પૌઆના ઢોકળા બનાવી શકો છો. તે બનાવવું પણ ખૂબ જ સરળ છે અને નાસ્તામાં પણ તે એક સરસ વાનગી છે. સામાન્ય રીતે તમને બજારમાં ઢોકળા ની વિવિધતા જોવા મળશે, પરંતુ ઘરે બનાવેલા ઢોકળા નો સ્વાદ જુદો હોય છે. જો કે ઢોકળા સામાન્ય રીતે ઘરોમાં ચણાના લોટમાંથી બનાવવામાં આવે છે, પરંતુ તમે કંઇક નવું કરવાનો પ્રયાસ કરવામાંગો છો તો તમે પૌઆના ઢોકળા બનાવી શકો છો. પૌઆના ઢોકળા પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ચાલો જાણીએ ઘરે પૌઆના ઢોકળા બનવાની રીત.
સામગ્રી :-
પૌઆ – ૫૦૦ ગ્રામ
દહીં – ૨૫૦ ગ્રામ
આદુની પેસ્ટ – ૧ ચમચી
હળદર – ૧/૨ ચમચી
મરચાંની પેસ્ટ – ૧/૨ ચમચી
તેલ – ૨ ચમચી
રાયના દાણા – ૧/૨ ચમચી
મીઠું – સ્વાદ પ્રમાણે
સોડા – ૧/૪ ચમચી
કોથમીર – ૧/૨ ચમચી
બનવાની રીત :-
૧) એક વાટકી માં પૌઆ લો. આ પછી પૌઆ ને દહીંમાં પલાળો. તમારે પૌઆને પલાળતાં પહેલાં દહીને સારી રીતે વાલોવું પડશે. પૌઆને ઓછામાં ઓછા અડધો કલાક માટે દહીંમાં પલાળો.
૨) ત્યારપછી આદુ અને મરચાની પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટ ને દહીંવાળા મિશ્રણ માં મિક્ષ કરો. હવે તેમાં હળદર, મીઠું, ધાણા, સોડા અને તેલ નાખો. હવે બધી સામગ્રી ખુબજ સારી રીતે મિક્ષ કરી લો.
૩) હવે તમારી પાસે જો ઢોકળીયું હોય તો તેમાં અથવા તો બીજા કોઈ વાસણ માં પાણી ગરમ થવા મુકો. હવે થાળી માં તેલ લગાવીને તેમાં આ તૈયાર કરેલું ઢોકળા નું ખીરું પાથરી દો.
૪) હવે થાળી ને વરાળે બાફવા મૂકી દો. ૨૦-૨૫ મિનીટ માં સ્વાદિષ્ટ પૌઆના ઢોકળા તૈયાર થઇ જશે. ઢોકળા તૈયાર થઇ જાય પછી તેમાં ઉપરથી રાય, ખાંડ, મીઠો લીમડો અને તેલ નો વઘાર કરો. હવે તૈયાર છે સ્વાદિષ્ટ પૌઆના ઢોકળા. આ ઢોકળા તમે લીલી ચટણી સાથે પણ ખાઈ શકો છો.