Homeજીવન શૈલીમાસિક સ્રાવ દરમિયાન થતો દુખાવો દૂર કરવા માટે કરો ઘરે બનાવેલા આ...

માસિક સ્રાવ દરમિયાન થતો દુખાવો દૂર કરવા માટે કરો ઘરે બનાવેલા આ ચમત્કારિક પીણાનું સેવન, જેથી થશે તમારો દુખાવો દૂર…

ઘણી સ્ત્રીઓને માસિક સ્રાવ દરમિયાન ઘણી સમસ્યાઓ હોય છે કે, તેમની બધી દિનચાર્યાઓમાં ગડબડ થઈ જાય છે, તેઓ પથારીમાંથી પણ ઉભા થઈ શકતા નથી. ખાસ કરીને કચેરીઓમાં કામ કરતી મહિલાઓ આ સમયે વધુ પરેશાન રહે છે. ઘણી સ્ત્રીઓ પીડાથી રાહત મેળવવા માટે વિવિધ પ્રકારની દવાઓનો ઉપયોગ કરે છે, જેથી તે સમયે તેની પીડા ઘટે છે. પરંતુ, સમયની સાથે તેમની આડઅસર પણ થાય છે. પરંતુ હવે તમારે દવા લેવાની જરૂર નથી. કારણ કે, અમે તમને એવું ચમત્કારિક પીણું જણાવી રહ્યા છીએ, જેના કારણે તમને માસિક સ્રાવ દરમિયાન કોઈ સમસ્યા નહીં થાય.

માસિકના દુખાવાને દૂર કરવા માટે તમારે હિંગ, અજમા, મેથીનો પાઉડર, કાળા મીઠું અને છાશ લેવી જોઈએ. હીંગ તમારા નીચલા પેટના સ્નાયુઓને મજબુત બનાવી શકે છે, તેમાં સાનુકૂળતા વધારે છે અને તે કારણોને દૂર કરે છે જે પીરિયડ્સ દરમિયાન દુખાવોનું કારણ બને છે. અજમા એ અપચો, કબજિયાત જેવી સમસ્યાઓનો ઇલાજ છે.

સૌ પ્રથમ, ધીમા તાપે અજમાને શેકી નાખો. પછી તેમાં એક ચપટી હિંગ નાંખો અને તેને થોડું ગરમ ​​કરો. ધ્યાનમાં રાખો કે હીંગ શેકવાની નથી. ગરમ કડાઈ પર હીંગ નાખવાથી તે બળી જાય છે. એક ગ્લાસ છાશમાં હિંગ અને અજમાને મિક્સ કરો. હવે આ છાશમાં 1 ચમચી મેથીનો પાઉડર અને કાળા મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો.

માસિક સ્રાવ દરમિયાન, જો તમને પેટમાં ગેસ, અપચો, કબજિયાત, કમરનો દુખાવો, જાંઘમાં દુખાવો, પિંડીઓનો દુખાવો અને માથું ભારે થવું અથવા માથાનો દુખાવો, મોં માં ચાંદા પડવા જેવી મુશ્કેલીઓ આવે છે. તેથી આ પીણું પીવાથી તમારે દવા લેવાની જરૂર નહીં પડે.

છાશ ઠંડી હોય છે, તેથી તમને પીરિયડ્સ દરમિયાન તેનું સેવન કરવાની મનાઈ હોઈ શકે છે. પરંતુ, તમારે આ પીણું બપોરે લેવું જોઈએ, કોઈ નુકસાન નહીં થાય. ઉપરાંત, સામાન્ય દિવસોમાં, માસિક સ્રાવના એક અઠવાડિયા પહેલા આ પીણું પીવાનું શરૂ કરો. માસિક સ્રાવ દરમિયાન થતી સમસ્યાઓથી તમને રાહત મળશે. ખાસ કરીને પેટની સમસ્યાઓ તમને પરેશાન કરશે નહીં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments