આજની વ્યસ્ત જીવનશૈલી અને કંઈપણ ખાવાની ટેવ લોકોને અનેક સમસ્યાઓ, ખાસ કરીને પેટની સમસ્યાથી પીડાય છે. જેમ કે પેટમાં દુખાવો, ગેસ, અપચો વગેરે. આ સિવાય એવું પણ જોવા મળે છે કે ઘણા લોકો પેટને સાફ ન થતું હોવાની સમસ્યાથી પરેશાન છે. જો કે આમાંથી છૂટકારો મેળવવા માટે તે પાવડર પણ ખાય છે જે પેટને ઘણી વખત સાફ કરે છે, પરંતુ હંમેશાં તેનાથી રાહત મળે છે, તે શક્ય નથી. આવી સ્થિતિમાં અમે તમારા માટે કેટલાક ઘરેલું ઉપાય લઈને આવ્યા છીએ. જેના દ્વારા તમે પ્રયત્ન કરી શકો છો અને સાફ પેટ ન હોવાની સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. તો ચાલો જાણીએ તેવા ઘરેલું ઉપચાર વિશે.
૧) ફુદીનો :- ફુદીનાના ઉપયોગથી અપચો જેવી સમસ્યાઓ માથી રાહત મળે છે અને તે પેટને સાફ પણ કરે છે. તમે તેના પાનનો ઉપયોગ ચા બનાવામાં કરી શકો છો અથવા ચટણી બનાવીને ખાઈ શકો છો.
૨) વરીયાળી અને સફેદ જીરું :- વરીયાળી અને સફેદ જીરા ને તવા પર શેકી લો. અને તેને પીસી ને પાવડર બનાવી લો. હવે આ મિશ્રણ ને દિવસમાં એક વાર લો. જો તમને એક વાર લેવાથી પણ પેટ સાફ ન રહેતું હોય તો તમે તેને દિવસમાં બે થી ત્રણ વાર લઇ શકો છો. આનાથી ઘણી રાહત મળશે.
૩) ગરમ પાણી :- હુફાળા ગરમ પાણી ના ઘણા ફાયદા છે. આ ગરમ પાણી મેટાબોલીઝમ ને વધારે છે અને શરીરમાંથી ઝેરી તત્વો ને બહાર કાઢે છે. આ ગરમ પાણી એ પેટની તકલીફ માટે ખુબજ ફાયદાકારક છે. એટલા માટે સવારે ઉઠીને સૌથી પહેલા ગરમ પાણી પીવાનું રાખો આનાથી તમને પેટ સાફ કરવાની સમસ્યા માં જલ્દી રાહત મળશે.
૪) લીંબુ :- લીંબુ નો રસ ખુબજ ગુણકારી છે. લીંબુ માં રહેલા એન્ઝાયમ શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢે છે અને પાચન શક્તિ સુધારવામાં મદદ કરે છે. એટલા માટે તમે લીંબુ ખાવાની સાથે ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત તમે લીંબુ પાણી પણ પી શકો છો.
૫) એલોવેરા :- એલોવેરા ઔષધીય ગુણોથી ભરપુર હોય છે. એલોવેરાનું જ્યુસપીવાથી કબજિયાતની સમસ્યાથી રાહત મળે છે અને પેટ સાફ રહે છે. દરરોજ સવારે એલોવેરા ના પાંદડા નું જેલ કાઢીને તેનું જ્યુસ બનાવીને પીવો.
૬) અજમો :- અજમો એ ગેસ અને અપચા જેવી સમસ્યા માં ખુબજ ફાયદાકારક છે. આના માટે તમે અજમાના દાણા ને શેકી લો અને જમ્યા પછી તેને ચાવવાનું રાખો જેનાથી તમને ખુબજ ફાયદો થશે.