Homeહેલ્થજો તમારા દાંત પીળા પડી ગયા હોય તો હવે અપનાવો આ જરૂરી...

જો તમારા દાંત પીળા પડી ગયા હોય તો હવે અપનાવો આ જરૂરી ટીપ્સ.

જો તમારા દાંત પીળા થઇ ગયા હોય તો આજે અમે તમને દાંતની પીળાશ દૂર કરવાના ઘરેલું ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. કારણ કે દાંત ચહેરાની સુંદરતા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સફેદ અને ચમકતા દાંત ચહેરાની સુંદરતામાં વધારો કરે છે અને લોકોને આકર્ષિત કરે છે. ચાલો આજે અમે ઘરે બેઠાં દાંતની પીળાશ દૂર કરવાના કેટલાક ઉપાય બતાવીએ. જેની મદદથી તમે તમારા દાંતને ચળકતા સુંદર બનાવી શકો છો.

૧) ચારકોલ :- નિષ્ણાતોએ શોધી કાઢયું કે દાંત પરની પીળાશ દુર કરવા ચારકોલ ખુબજ ઉપયોગી સાબિત થાય છે. તમે મેડિકલ સ્ટોરમાંથી ચારકોલનો કેપ્સ્યુલ લો અને બ્રશની મદદથી તમારા દાંત પર હળવા હાથે બ્રશ કરો અને નવશેકું પાણીથી મોં સાફ કરો. દિવસમાં બે વખત ચારકોલથી બ્રશ કરવાથી તમારા દાંત ખૂબ જ સુંદર અને તેજસ્વી બનશે.

૨) સફરજન નો સરકો :– એક નાની ચમચી સફરજન નો સરકો લો અને તેને દોઢ કપ પાણી માં મિક્ષ કરીને કોગળા કરવાથી તમારા દાંત ની પીળાશ દુર થશે અને દાંત જલ્દીથી સફેદ થઇ જશે.

૩) નાળીયેર નું તેલ :- નાળીયેર ના તેલ નું નામ સાંભળીને તમને નવાઈ લાગશે પરંતુ નાળીયેર નું તેલ દાંત ને સફેદ બનવા માટે ખુબજ ફાયદાકારક છે. જમ્યા પછી નાળીયેર ના તેલ ને થોડું ગરમ કરીને ૧૦ મિનીટ સુધી મોઢામાં ભરી રાખો અને પછી બહાર કાઢીને હળવા હાથે બ્રશ કરો જેનાથી તમારા દાંતની પીળાશ દુર થશે.

૪) બેકિંગ સોડા :– દાંતની પીળાશ દુર કરવા માટે બેકિંગ સોડા એ ખુબજ ઉપયોગી ઘરેલું ઉપચાર છે. બેકિંગ સોડા માં બે ચમચી હાયડ્રોજન પેરોકસાઇડ મિક્ષ કરીને પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટ ને બ્રશ ની મદદથી દાંતના પીળા ભાગ પર લગાવો. ૧ મહિના સુધી આમ કરવાથી તમારા દાંત ચમકવા માંડશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments