ઘરમાં પિત્તળનો સિંહ રાખવાથી તમારા આત્મવિશ્વાસમાં થાય છે વધારો.

જયોતિષ શાસ્ત્ર

ઘરની ચીજવસ્તુઓ તમારા જીવન, સંપત્તિ અને તમારા વ્યક્તિત્વ પર પણ અસર પોંહચાડે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ કેટલાક સિદ્ધાંતો લગભગ દરેક વ્યક્તિ જાણતા હોય છે, જેમ કે, દક્ષિણ દિશામાં કોઈ વ્યક્તિએ મુખ્ય દરવાજો રાખવો ન જોઈએ, તિજોરીને ઉત્તર દિશામાં રાખવી ન જોઈએ અને ઘરમાં ગંદકી ફેલાવી ન જોઈએ વગેરે.

વાસ્તુશાસ્ત્રની કેટલીક રીત એવી પણ હોય છે જે તમારા વ્યક્તિત્વ પર વધારે અસર પોંહચાડે છે. જો તમે નિરાશ રહો છો અથવા તમને એવું લાગે છે કે તમે આત્મવિશ્વાસના અભાવને કારણે તમારું ધ્યેય પ્રાપ્ત કરી શકતા નથી અથવા તમે કોઈ અન્ય વ્યક્તિ સાથે વાત કરવામાં અચકાતા હોવ, તો અમે તમને એવો ઉપાય જણાવીશું.

જે તમારા માટે ખૂબ અસરકારક સાબિત છે. પિત્તળની ધાતુથી બનાવામાં આવેલો સિંહ તમારા ઘરની સુંદરતાને જ નહિ, પરંતુ તમારી અંદર રહેલા આત્મવિશ્વાસના અભાવને પણ દૂર કરે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ જો પિત્તળની ધાતુમાંથી બનાવેલ સિંહને ઘરની પૂર્વ દિશામાં રાખવામાં આવે તો તે તમારા આત્મવિશ્વાસમાં ખૂબ વધારો કરે છે.

માત્ર એક વાતને ધ્યાનમાં રાખો કે જ્યારે તમે તમારા ઘરમાં સિંહની સ્થાપના કરો ત્યારે તેનું મુખ ઘરની મધ્યમાં રાખવું હોવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *