બદામ પછી અંજીરને શ્રેષ્ઠ સુકોમેવો માનવામા આવે છે. ચાલો જાણીએ રોજ માત્ર ૨ પલાળેલા અંજીર ખાવાના ફાયદાઓ વિશે. સુકામેવામા પોષક તત્વો ભરપુર માત્રામાં હોય છે જે આપણી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરે છે. જો તમે તમારા સ્વાસ્થ્યને સુધારવા માટે સ્વસ્થ અને સરળ નાસ્તો શોધી રહ્યા છો તો સૂકામેવો તમને મદદ કરી શકે છે. આજે આપણે જે સુકામેવાની વાત કરી રહ્યા છીએ તેને અંજીર કહેવામા આવે છે. ખૂબ ઓછી સ્ત્રીઓ જાણે છે કે બદામ પછી અંજીરને શ્રેષ્ઠ ડ્રાયફ્રૂટ માનવામા આવે છે. તે વજન ઘટાડવામા ડાયાબિટીઝને અંકુશમા રાખવા, હૃદયને સ્વસ્થ રાખવા, રોગપ્રતિકારક શક્તિ વધારવામા અને કેન્સરને રોકવામા મદદ કરે છે. ચાલો જાણીએ રોજ માત્ર ૨ પલાળેલા અંજીર ખાવાના ફાયદાઓ વિશે.
મહિલાના સ્વાસ્થ્ય માટે અંજીર ખૂબ સારા છે. જો કે તેની તાસીર ગરમ હોવાને લીધે સ્ત્રીઓ તે ખાવાનુ ટાળે છે અને શિયાળામા જ તેને ખાય છે. પરંતુ મહિલાઓએ તેને દરેક સીઝનમા ખાવુ જોઈએ. જે મહિલાઓનુ શરીરનુ તાપમાન ગરમ હોય છે તે મહિલાઓએ પલાળેલા અંજીર ખાવા જોઈએ. આમ કરવાથી તેની અસર બદલાય છે.
પલાળેલા અંજીર ફાઇબરથી ભરપૂર હોય છે. અંજીર દ્રાવ્ય ફાઇબરનો સારો સ્રોત છે જે તમને લાંબા સમય સુધી પેટ ભરેલુ હોય તેવુ લાગે છે અને કબજિયાતથી રાહત આપે છે. તે વિટામિન એ, બી ૧ અને બી ૨, મેંગેનીઝ અને પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપર, આયર્ન અને ફોસ્ફરસ જેવા આવશ્યક વિટામિન અને ખનિજોથી સમૃદ્ધ છે.
અંજીરમા વિટામિન-એ, વિટામિન-બી 1, બી 2, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, મેંગેનીઝ, સોડિયમ, પોટેશિયમ, ફાઇબર ભરપૂર હોય છે. તેમાં ફ્લેવોનોઈડ્સ અને પોલિફેનોલ્સ છે, જે એન્ટી-ઓક્સિડેન્ટ્સ છે જે તમને ફ્રી રેડિકલથી થતા નુકસાનથી સુરક્ષિત કરે છે. અંજીરમાં તાંબુ, સલ્ફર અને કલોરિનની પૂરતી માત્રા હોય છે. અંજીરમાં વિટામિન એ, બી અને સી હોય છે. સુગર અને આલ્કલી તાજા અંજીર કરતા સૂકા અંજીરમા ત્રણ ગણુ વધારે જોવા મળે છે. ”
પલાળેલા અંજીર ખાવાના ફાયદા :-
– અંજીરમા ઓમેગા-3 અને ઓમેગા-6 ફેટી એસિડ્સ હોય છે જે હ્રદયરોગને અટકાવે છે.
– અંજીરમા કેલ્શિયમ જોવા મળે છે જે હાડકાંને મજબૂત બનાવે છે.
– અંજીરમા રહેલ પોટેશિયમ બ્લડ સુગરને નિયંત્રિત કરે છે.
– પલાળેલ અંજીરને ફાઇબરનુ પાવરહાઉસ માનવામા આવે છે. આ પાચનક્રિયા યોગ્ય રાખે છે. તેને ખાવાથી ભૂખથી રાહત મળે છે, ભૂખ જલ્દી લગતી નથી અને વજન ઘટાડવામા ઘણી મદદ કરે છે.
– અંજીરમા ફાઇબરથી સમૃદ્ધ છે અને કુદરતી દવા જેવુ કામ કરે છે. જે મહિલાઓ લાંબા સમયથી કબજિયાતથી પીડાય છે તેઓએ તેમના આહારમા આનો સમાવેશ કરવો જ જોઇએ. તાજા અને સૂકા અંજીર કબજિયાતની સારવાર માટે ખૂબ ફાયદાકારક છે.
– દરરોજ પલાળેલા અંજીર ખાવાથી તમે વૃદ્ધત્વને પણ રોકી શકો છો.
દરરોજ 2 અંજીરને રાતે પાણીમા પલાળી રાખો. સવારે તેનુ પાણી પીવો અને અંજીરને ચાવી અને ખાવુ. તમે દરરોજ ખાવા માટે તમારા બાળકને ૧ અંજીર આપી શકો છો.