જાણો દરરોજ ૧ બાઉલ પલાળેલા કાળા ચણા ખાવાના અદ્ભુત ફાયદા.

1012

મે કહેવત સાંભળી હશે કે તંદુરસ્ત શરીર જ જીવન છે. તે આપણા માટે આરોગ્યનુ મહત્વ દર્શાવે છે અને બતાવે છે કે આરોગ્ય સંપત્તિ છે. જો આપણે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ ન હોઈએ તો બધુ આપણા માટે નકામુ છે. આપણુ સ્વાસ્થ્ય એક વાસ્તવિક સંપત્તિ છે તેથી આપણે હંમેશા સ્વસ્થ રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. સ્વસ્થ શરીર માટે તંદુરસ્ત ખોરાક લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી સમય સમય ઉપર અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવીશુ જે તમને સ્વસ્થ રાખે છે. આજે અમે તમને પલાળેલા ચણાના ફાયદા વિશે જણાવી રહ્યા છીએ. તમારા આહારમા ફક્ત ૧ બાઉલ શામેલ કરીને તમે લાંબા સમય સુધી સ્વસ્થ રહી શકો છો.

પલાળેલા ચણામા કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ભેજ, ચરબી, ફાઇબર, કેલ્શિયમ, આયર્ન અને વિટામિન મળી આવે છે. જે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને રોગો સામે લડવામા મદદ કરે છે. જો તમે વજન ઓછુ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તો નાસ્તામા પલાળેલા કાળા ચણાને ઉપયોગ કરો.

ઉપરાંત તે લોહીને સાફ કરે છે અને સુંદરતામા વધારો કરે છે. ઘણા લોકો પલાળેલા ચણા ખાય છે પરંતુ મોટાભાગના લોકો તેને જીમ કર્યા પછી નાસ્તા તરીકે લે છે. શું દરેકને ખરેખર તે ખાવું જોઈએ. પલાળેલા કાળા ચણા ખાવાથી સ્વાસ્થ્ય માટે ખરેખર આટલુ ફાયદાકારક હોઈ શકે? તો ચાલો જાણીએ તેના વિશે.

”આયર્ન સમૃદ્ધ કાળા ચણા હિમોગ્લોબિનના સ્તરને સુધારવામા અને એનિમિયાને રોકવામા મદદ કરે છે.” તે સારા ફાઈબરનો સ્રોત પણ છે. તે પેટને સાફ કરે છે અને પાચન ક્રિયા સુધારે છે. પલાળેલા ચણામા હાજર બીટા કેરોટિન આંખો અને ત્વચા માટે સારું છે. આ ઉપરાંત વર્કઆઉટ્સ પછી ઉર્જા અને સ્નાયુઓની મરંમતનો શ્રેષ્ઠ સ્રોત છે. ફાઇબરથી સમૃદ્ધ હોવાથી તે વજન ઘટાડવામા મદદ કરે છે. ફણગાવેલા ચણા ખાવાથી કોલેસ્ટ્રોલનુ પ્રમાણ ઓછું થાય છે અને બ્લડ સુગરનુ પ્રમાણ પણ સંતુલિત રહે છે.

૧) બ્લડ શુગરના સ્તરને સંતુલિત કરે :- બ્લડ શુગરના લેવલને સંતુલિત કરવા માટે પલાળેલા કાળા ચણા ખાવા ખૂબ ફાયદાકારક છે. કારણ કે તેમા ફાઇબર અને પ્રોટીન જેવા પુષ્કળ પોષક તત્વો હોય છે.

૨) આંખો માટે સારું :- પલાળેલા ચણા આંખોના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે કારણ કે તેમા બીટા કેરોટિન હોય છે. આ તત્વ આંખોના સેલ્સને નુકસાનથી સુરક્ષિત કરે છે. રોજ તેને ખાવાથી આંખોની રોશનીમા સુધારો થાય છે.

૩) વજન ઘટાડવામાં મદદગાર :- વધતા વજનથી પીડિત મહિલાઓએ આહારમા પલાળેલા કાળા ચણાનો સમાવેશ કરવો જોઇએ. તે ફાઇબરથી ભરપૂર છે અને તેને સવારના નાસ્તામા ખાવાથી લાંબા સમય સુધી ભૂખ નથી લગતી. આ ઉપરાંત પલાળેલા ચણામા ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે જે ભૂખ ઘટાડીને વજન ઘટાડે છે.

૪) એનિમિયા અટકાવે છે :- મોટાભાગની ભારતીય મહિલાઓમા આયર્નની ઉણપ જોવા મળે છે. આવી સ્ત્રીઓએ પોતાના આહારમા પલાળેલા કાળા ચણાનો સમાવેશ કરવો જોઇએ. તેમા આયર્નનુ વધુ પ્રમાણ હોય છે જે હિમોગ્લોબિનના સ્તરને સુધારવામા મદદ કરે છે.

૫) પાચનશક્તિ સારી બનાવે છે :- પલાળેલા કાળા ચણા પાચકશક્તિને મજબૂત બનાવે છે. તેમા ફાઇબરનુ પ્રમાણ ખૂબ વધારે છે. ફાઈબર ખોરાકને પચાવવામા મદદ કરે છે. પલાળેલા ચણામા આદુ, જીરું અને મીઠું નાખીને ખાવાથી કબજિયાત અને પેટનો દુખાવો મટે છે.

જો તમે સ્વસ્થ રહેવા માંગતા હો તો તમારા આહારમા પલાળેલા કાળા ચણા ઉમેરો. આ માટે એક કપ ચણાને સારી રીતે ધોઈ લો અને તેને રાત્રે પાણીમા પલાળીને સવારે બહાર કાઢો અને ખાઓ. તમને આ લેખ કેવો લાગ્યો? અમને ફેસબુક પર ટિપ્પણી કરીને જણાવો.

Previous articleશું તમે જાણો છો કે પુરાણોમાં પાણી નું કેટલું મહત્વ દર્શાવામાં આવ્યું છે.
Next articleજાણો બદામના તેલના ૨ ટીપા દરરોજ નાક માં નાખવાથી તમને થશે ખુબજ અદ્ભુત ફાયદો.