આ કહાની વર્ષ 1894 છે. ચીનના યુન્નાન પ્રાંતમાં પ્લેગ નામનો ભંયકર રોગચાળો આવ્યો હતો. યુન્નાન અફીણનું વ્યાપારિક કેન્દ્ર હતું, તેથી અફીણની સાથે પ્લેગ રોગ બીજા દેશમાં ફેલાયો. તે સમયે, જે કોઈ વ્યક્તિને પ્લેગ થતો તેને શરદી, માથાનો દુખાવો, તાવ અને ઉલટી જેવા રોગો થતા હતા. જો દર્દીની સારવાર ન કરવામાં આવે તો સાત દિવસમાં જ તે મૃત્યુ પામતા હતા.
તે સમયે એન્ટિબાયોટિક્સ અને ઓક્સિજન જેવી કોઈ સારવાર નહોતી, તેથી રોજ લોકો ખુબ જ મોટી સંખ્યામાં મૃત્યુ પામતા હતા. ભારતમાં આ રોગચાળાને કારણે લાખો લોકોના મોત થયા હતા. ડોકટરો પણ આ રોગની સારવાર કરવાથી ડરતા હતા. તે જ સમયે મહારાષ્ટ્રના લોકોનો જીવ બચાવવા “સાવિત્રીબાઈ ફુલે” તેમના પુત્ર ડૉ.યશવંત રાવ ફુલેએ પ્લેગ રોગથી પીડિત લોકોની સેવા કરી.
તેમણે મુંબઈના પુણે નજીક એક દવાખાનું ખોલ્યું. અહીં એક દિવસ તેને ખબર પડી કે, મંધવાના મહાર બસ્તી ગામના લોકોને પ્લેગ રોગ થયો છે અને પાંડુરંગ ગાયકવાડના છોકરાની જીવ જોખમમાં છે. ત્યારે સાવિત્રીબાઈ ફુલે તરત જ મહાર બસ્તી ગયા અને 10 વર્ષીય પાંડુરંગના બાળકને તેના દવાખાનામાં લાવ્યા. ત્યાં તેની સારવાર કરવામાં આવી તેથી તેનો જીવ બચી ગયો અને આ ઉપરાંત તેણે મહાર બસ્તીના અનેક લોકોના જીવ બચાવ્યા હતા.
પરંતુ થોડા સમય બાદ સાવિત્રીબાઈ ફૂલે પણ પ્લેગ રોગનો ભોગ બન્યા અને મૃત્યુ પામ્યા. એટલું જ નહીં, પણ પ્લેગ રોગના દર્દીઓની સેવા કરવાને કારણે તેમના પુત્રને પણ પ્લેગ રોગનો ચેપ લગતા 30 ઓક્ટોબર 1905 ના રોજ તેનું મૃત્યુ થયું. આજે સાવિત્રીબાઈ ફુલે માત્ર ભારતની મહાન મહિલાઓની શ્રેણીમાં જ નથી. પરંતુ તેનું માનવતાની સેવા કરવાનું આ કાર્ય દેશભરમાં પ્રખ્યાત છે.