Homeહેલ્થવજન ઘટાડવાથી લઈને શરીરની ૫૦ બીમારીઓ દુર કરે છે શરીર પર રહેલા...

વજન ઘટાડવાથી લઈને શરીરની ૫૦ બીમારીઓ દુર કરે છે શરીર પર રહેલા આ પોઈન્ટ, જાણો કયા હોય છે આ પોઈન્ટ

શરીર છે તો રોગ પણ છે અને રોગ છે તો તેમની સારવાર પણ. રોગના નિદાનની પદ્ધતિઓમાં એક્યૂપ્રેશર પણ એક ખાસ પ્રકારની સારવાર તરીકે કામ આવે છે….

અત્યારે ભાગદોડથી ભરેલી જિંદગીમાં ફાસ્ટફૂડના કારણે મેદસ્વીતા અને શરીરમાં અન્યો રોગ હોવું, તે એક મોટી સમસ્યા બની ગઇ છે. તેના કારણે કોઇપણ કામ કરીને થાક લાગવો, મેદસ્વીતા કારણે કામ કરવામાં મુશ્કેલી પડતી હોય છે, ખાસ કરીને મહિલાઓ પોતાના વધતા વજનના કારણે સંકોચ અનુભવી હોય છે. વજનને કંટ્રોલ કરવા માટે મહિલાઓ ડાયેટ કરતી હોય છે, સાથે જીમમાં જઇને પરસેવો પણ પાડે છે.

પરંતુ આ કરવાની સાથે એક્યુપ્રેશર ટેક્નિક દ્વારા પણ વજનમાં ઘટાડો થઇ શકે છે. એક્યુપ્રેશરએ જૂની પદ્ધતિ છે, આ પદ્ધતિમાં શરીરના અમુક ભાગમાં પ્રેશર આપવામાં આવે છે, અને આ પ્રેશર દ્વારા જે-તે રોગનું નિવારણ થાય છે. પહેલાના સમયમાં આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો.

આ પદ્ધતિમાં વધતા વજનને અટકાવા તથા ઘટાડવાના ઉપાયો પણ છે. શરીરના અમુક ભાગને દબાવવાથી ભૂખ કંટ્રોલ થાય છે. આ ટેક્નિકમાં વધારે મહેનત કર્યા વિના વજન ઘટાડવા માટેની વિવિધ ટેક્નિક પણ રહેલી છે.

એ પણ જોવા મળ્યું છે કે નસોને લગતા રોગોમાં આ સારવાર ખુબજ કારગર સાબિત થઈ છે પરંતુ ઘણી બીજી તકલીફોમાં આટલી ઉપયોગી નથી. અને ઘણીવાર પ્રેશર યોગ્ય રીતે ન આપવાથી અથવા જરૂરથી વધુ પ્રેશર આપવાથી પણ મુશ્કેલીમાં મુકાય જઈએ છીએ. એટલા માટે એ જ સારું રહેશે કે એક્યૂપ્રેશર માટે પ્રેશર, કોઇ જાણકાર વ્યક્તિ દ્વારા આપવામાં આવે.

જો ક્રિયા શરીરના વિભિન્ન ભાગોમાં કેટલાક ખાસ પોઈન્ટ બિંદુઓ પર પ્રેશર નાખીને બિમારીને ઠીક કરવા સાથે જોડાયેલી છે. આપણું શરીર નખથી માંડીને વાળ સુધી અનેક નસોથી જોડાયેલું છે.

આ નસો, લોહી, મસલ્સ, કોશિકાઓ અને હાડકાંઓથી પણ બનેલી હોય છે. જેનાથી એક જગ્યા પર પ્રેશર નાખવાથી અન્ય ભાગોમાં તેની અસર થાય છે. પરંતુ ગમે તે જગ્યાએ પ્રેશર આપવાથી ખરાબ અસર પણ થઈ શકે છે. તેના માટે યોગ્ય પોઇન્ટને યોગ્ય રીતે દબાવવો ખુબજ જરૂરી છે.

એક્યૂપ્રેશરમાં અંગૂઠા અને આંગળીઓ દ્વારા પોઇન્ટને દબાવવામાં આવે છે. આ સારવાર માટે તમારે દરેક પોઇન્ટને બેથી ત્રણ મિનિટ સુધી દબાવવો પડે છે અથવા મસાજ કરવો પડે છે. આમ તો સામાન્ય અસર આ પોઇન્ટને 3-4 વાર દબાવવાથી જોવા મળે છે. 

તમને જણાવી દઇએ કે એક્યૂપ્રેશની ઘણી વિધીઓ પ્રચલિત છે. ભારતમાં નિચે જણાવેલી પદ્ધતિઓ પ્રચલિત છે. 1. ચાઇનીઝ એક્યૂપ્રેશર, 2. આર્યુવેદિક એક્યૂપ્રેશર, 3. સૂઝોક, 4. ઇન્ડીયન એક્યૂપ્રેશર.

જો તમે કોઇપણ રોગથી પીડાતા નથી તો પણ અઠવાડિયા બે વખત માથામાં 5 થી 10 મિનિટ મસાજ કરવો જોઇએ. તેલ નાંખીને સારી મસાજ કરવો જોઈએ. માનવામાં આવે છે કે ડિપ્રેશનથી માંડીને ઓછી યાદશક્તિ જેવી સમસ્યાઓમાં મસાજ કરવાથી સારું પરિણામ મળે છે અને તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

અન્ય સમસ્યાઓ માટે શરીરની માલિશ અથવા પછી પગની માલિશથી પ્રેશર આપવામાં આવે છે. જેનાથી આપમેળે ઘણા પોઇન્ટ દબાઇ છે અને શરીરને આરામ મળે છે.

કાન: જો તમારું વજન ઘટાડવા માંગતા હોવ તો તમારે સૌપ્રથમ કાર્ય તમારી ભૂખને કંટ્રોલ કરવાનું હોય છે. તમારા કાનની નીચેના ભાગને અંગૂઠા વડે દબાવવાથી ભૂખ કંટ્રોલ થાય છે.

પગ: વજન ઘટાડવા માટે પગને દબાવો, તેનાથી પણ તમારી ભૂખ કંટ્રોલમાં રહેશે. તે માટે તમે પગની ઘૂંટીના પાછળનું હાડકું જ્યાં પૂરું થાય છે, અને જ્યાં આંગળી અને અંગૂઠા દ્વારા એક મિનિટ સુધી દબાવી રાખો, આમ કરવાથી પાચનતંત્રમાં સુધારો થશે.

હથેળી: તમે હથેળીઓને દબાવીને તમારું વજન ઘટાડી શકો છો. તે માટે તમારે હાથની હથેળીઓની પાસે અંગૂઠા નજીક જે ઉપસેલો ભાગ છે, તેને બે મિનિટ સુધી દબાવી રાખો આમ, કરવાથી તમને ફાયદો થશે. આ એક્યુપ્રેશર એક્સરસાઇઝ તમે નવરાશના સમયે પણ કરી શકો છો.

તળીયા પર: તમે જે પ્રક્રિયા હથેળી પર કરો છો, તે જ તમે પગના તળીયા પર કરી શકો છો. તેના દ્વારા તમને લાભ થશે. આંગળીઓ દ્વારા પગના તળીએ નીચેની તરફ પ્રેશર કરો, આમ કરવાથી વજન ઘટવામાં મદદ મળશે અને ફાયદો થશે.

કોણી: તમારે આવી જ એક પ્રક્રિયા કોણી સાથે પણ કરવાની રહેશે. કોણીના જોડાણના ભાગને તમારે અંદરની તરફ દબાવવાનું રહેશે, તેનાથી ઘણો ફાયદો થશે. અને વજન કંટ્રોલમાં રહેશે.

પેટ: પેટમાં નાભીના નીચેના ભાગમાં બે-બે આંગળીઓ દ્વારા એક મિનિટ સુધી દબાવી રાખો. આમ રેગ્યુલર કરો, તેનાથી પાચનતંત્રમાં સુધારો આવશે. તથા વજન કંટ્રોલમાં રહેશે.

યોગની જેમ કરો: આ એક્યુપ્રેશર ટ્રીટમેન્ટ તમારે યોગની જેમ જ કરવાની રહેશે. આ ટ્રીટમેન્ટ કરતી વખતે તમારે શાંત વાતાવરણની પહેલી જરૂર પડશે, અને શાંત વાતાવરણમાં શાંત મને જ તમારે બેસીને આ એક્સરસાઇઝ કરવી જોઇએ. આ ખૂબ જ સરળ અને ફાયદાકારક પદ્ધતિ છે. જેનાથી તમારું વજન ઘટે છે, અને તમે સુંદરતા સાથે સ્વસ્થ- સુડોળ શરીર મેળવી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments