ચોંકાવનારો કિસ્સો: પોલીસ ઇન્સપેક્ટર પોતે જ શરીર-સુખ માણવા ગ્રાહક શોધીને હનીટ્રેપમાં ફસાવતો હતો ?

0
629

બુટલેગર સાથે મળી તોડ કરતા અનેક ખાખીધારીઓએ પોતાની વર્દીથી જ હાથ ધોવો પડ્યો છે. આવા જ અનેક કિસ્સાઓ વચ્ચે વધુ એક કિસ્સો ત્યારે પ્રકાશમાં આવ્યો જયારે હનીટ્રેપ મામલે ફરિયાદ થઈ અને હનીટ્રેપ ગોઠવતી ગેંગ સાથે મળીને પોલીસ અધિકારીએ જ વેપારીને લૂંટવાનો પ્લાન કર્યો હોવાનો આરોપ મૂકાયો છે.

અમદાવાદમાં ફરી એકવાર હનીટ્રેપની ફરિયાદ નોંધાઈ છે. આ વખતે તો ફરિયાદીએ ચોંકાવનારા આરોપો મૂક્યા છે. આરોપો છે પોલીસ કર્મચારી પર જ હનીટ્રોપ ગોઠવતી ગેંગ સાથે મળવાનો. વાત છે અમદાવાદના મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનની. અહીંના મહિલા પીઆઈ ગીતા પઠાણની શંકાસ્પદ ભૂમિકા પર સવાલ કરતી એક અરજી મહિલા ક્રાઈમબ્રાંચ સુધી પહોંચી છે.

ફરિયાદી અમદાવાદના વટવાની રબર ફેક્ટરીનો માલિક બિપિન પટેલ છે. તેણે ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે સોશિયલ મીડિયામાં એક અજાણી મહિલાએ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલ્યા બાદ વેપારીએ તે એક્સેપ્ટ કરી હતી પણ વેપારીને ખ્યાલ નહોતો કે તેના માટે હનીટ્રેપ ગોઠવાઈ રહી છે.

અજાણી મહિલાએ વેપારી સાથે વાતચીત શરૂ કરી હતી. થોડા સમય પછી મહિલાએ વેપારીને અસલાલી મળવા બોલાવ્યો અને હોટલમાં મળવા જવાનું નક્કી કર્યુ કરાયુ હતું. પણ વેપારીના જણાવ્યા અનુસાર તે કોઈ કારણોસર મળવા ગયો નહીં અને પછી અચાનક બીજા દિવસે વેપારીને પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો. 

મહિલા પોલીસ સ્ટેશનમાં આ અજાણી મહિલાએ દુષ્કર્મની ફરિયાદ કરી હતી અને આ જ મામલે મહિલા પોલીસ સ્ટેશને વેપારીને બોલાવવામાં આવ્યો હતો. પીઆઈ ગીતા પઠાણે સમાધાનની વાત કરી હોવાનો આરોપ મૂકાયો છે અને આ સમાધાન માટે મહિલા અને તેના સાગરીતે રૂપિયા 5 લાખની વેપારી પાસેથી માગણી કરી હતી.

આ સાંભળતા જ વેપારીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. લાંબી રકઝક પછી મામલો બે લાખો રૂપિયામાં પત્યો હોવાનો અરજીમાં ઉલ્લેખ છે. આ ઘટના પછી વેપારીએ હનીટ્રેપ ગોઠવતી ગેંગ અને પોલીસ વચ્ચે સંડોવણીનો આરોપ મૂકતા પોલીસ બેડામાં ચકચાર મચી ગયો છે.

આ ઘટના બાદ એવો દાવો કરાઈ રહ્યો છે કે આ ગેંગ દ્વારા બિલ્ડર પાસેથી પણ રૂપિયા 8 લાખ પડાવવામાં આવ્યા છે. તાજેતરમા જ ક્રાઈમ બ્રાંચે બે વેપારીને ખોટા દુષ્કર્મ કેસમાં ફસાવવાનુ કાવતરૂ ઘડનાર આરોપીની ધરપકડ કરીને વેપારીઓને નિર્દોષ જાહેર કર્યા હતા અને આ કેસમા પણ પીઆઈ ગીતા પઠાણની ભૂમિકા શંકાસ્પદ જણાઈ હતી. હાલ આ સમગ્ર કેસમાં જેના પર ગંભીર આરોપ થયા છે તે ગીતા પઠાણ સામે ક્રાઈમબ્રાંચ સત્ય હકકીત શું છે તે જાણવા તપાસ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here