પોરબંદરમાં રહેતા “હરિલાલ પરમાર”ના સ્કૂટરને એક વર્ષ પહેલા જપ્ત કરવામાં આવ્યુ હતું. તેને મુક્ત કરવા હિરાલાલે ખૂબ જ મહેનત કરવી પડી. આથી ટ્રાફિકના નિયમોથી બચવા માટે, તેણે ઇલેક્ટ્રિક સાયકલ બનાવવાનું નક્કી કર્યું અને 5 દિવસમાં તેણે 5 કિલો વજનની સાયકલ બનાવી. હવે તેઓ તેમની સાયકલ પર ચિત્તાકર્ષક રીતે ફરતા હોય છે.
હિરાલાલે કહ્યું કે તેણે આ સાયકલ તેની જૂની સાયકલમાંથી બનાવી છે. બ્રેક દબાવવાથી પાછળની લાઈટ ચાલુ થાય છે. તેણે હેન્ડલમાં સ્પીડ મીટર પણ લગાવ્યું છે. એકવાર સાયકલની બેટરી ચાર્જ થયા પછી, સાયકલ 35 કિલોમીટર સુધીની મુસાફરી કરી શકે છે.
હરિભાઇએ સાતમા ધોરણ સુધી ફક્ત ગુજરાતી ભાષામાં જ અભ્યાસ કર્યો છે. તેના પૂર્વજોનો ધંધો દરજી કામ હતો. આ કરતી વખતે, તેને ઇલેક્ટ્રોનિક્સમાં પણ રસ હતો. ઘણા વર્ષો પહેલા તેણે લાકડાનું વિમાન બનાવ્યું હતું. આ રીતે તેઓ ઘણા કામ કરતા હતા.
તેમનું સ્કૂટર ડિટેન થઈ ગયું, અને તેને છોડાવવા માટે ઘણા પ્રયત્નો કરવા પડ્યા હતા. તેને એક વિચાર આવ્યો કે એવી સાયકલ બનવું કે જેના પર ટ્રાફિકના નિયમો લાગુ પડે. તેણે માત્ર 8 દિવસમાં જ ઇલેક્ટ્રિક સાયકલ બનાવવામાં સફળતા મેળવી.