Home ખબર વરસાદમાં ડાંગ ફરવા જવાનો પ્રોગ્રામ હોય તો હમણાં માંડી વાળજો, આ રસ્તાઓ...

વરસાદમાં ડાંગ ફરવા જવાનો પ્રોગ્રામ હોય તો હમણાં માંડી વાળજો, આ રસ્તાઓ હજુ પણ બંધ છે

38

હાલમાં દક્ષિણ ગુજરાતમાં સર્વત્ર વરસાદ પડી રહ્યો છે. અહીં પૂરનું પાણી ધીમે ધીમે ઓસરી રહ્યું છે. પરંતુ ચોમાસામાં અનેક લોકો ડાંગની સુંદરતા માણવા જાય છે. તો જો તમે ડાંગની મુલાકાતે જવાના હોવ તો ધ્યાનમાં રાખો કે ડાંગમાં ઘણા રસ્તાઓ બંધ છે. પૂરના પાણી અને ભૂસ્ખલનના કારણે ડાંગમાં અનેક રસ્તાઓ હાલમાં બંધ છે.
તમારા ફોનમાં આ 4 માંથી કોઈ પણ એપ્સ. છે તો તેને ઝડપથી અનઇન્સ્ટોલ કરો નહીંતર જતી રહેશે તમારી આબરૂ અને રૂપિયા

ડાંગ જિલ્લામાં ભારે વરસાદ બાદ હવે રસ્તાઓ પરથી પાણી ઓસરતાં જનજીવન સામાન્ય થવા લાગ્યું છે. હાલમાં જિલ્લામાં 41 ગામોને અસર કરતા 25 રસ્તાઓ બંધ છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બંધ કરાયેલા રસ્તાઓને પુનઃસ્થાપિત કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. વાંસદા-વઘઈ રોડ અને સાપુતારા ઘાટ રોડ નાના વાહનો માટે ખુલ્લો કરવામાં આવ્યો છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા જેસીબીની મદદથી અલગ-અલગ ટીમો બનાવી જિલ્લામાં બંધ પડેલા રસ્તાઓનું સમારકામ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
એક ક્લિકમાં જાણો ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે?

હાલમાં ડાંગ જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં બંધ રસ્તાઓ પર પાણી ઓસરતા જ જનજીવન પુન: શરૂ થયું છે. વહીવટી તંત્ર દ્વારા બંધ રસ્તાઓ ખોલવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હજુ કેટલાક રસ્તાઓ બંધ છે અને કેટલાક ખુલ્લા છે. 25 રસ્તાઓ બંધ થવાથી 41 ગામોને અસર થઈ છે. તેમની હિલચાલને અસર થઈ છે.
વરસાદી તબાહી વચ્ચે બાળકના ભલમનસાઈના વીડિયોની ચારે તરફ થઈ રહી છે પ્રશંશા

  • વાંસદા-વઘઈ રોડ ડાંગમાં પ્રવેશ કરવા ચાલુ થયો છે. નાના વાહનો માટે સાપુતારા ઘાટ રૂટ શરૂ થયો
  • આહવા તાલુકામાં 3 રૂટ બંધ
  • સતી-વાંગણ-કુટ્ટરનાચ્યા રોડ, બોરખાલ-ગાયખાસ-ચવડવેલ રોડ, ભવાનડગડ-ધૂળચોંડ-અમસરવલણ રોડ બંધ
  • સુબીર તાલુકામાં 7 રૂટ બંધ
  • કાકડવિહીર-ખેરીન્દ્રા-ચામરપાડા રોડ, પીપલદહડ-જોગાથાવા રોડ, બાંધપાડા વી.એ. રસ્તો બંધ
  • શિંગણા-ધુલડા રોડ, ચીખલી-લવચલી રોડ, પીપળાદેવી-જુન્નર-ચીંચવિહીર રોડ, લવચલી-ચીખલી રોડ બંધ
  • વઘઈ તાલુકામાં 15 રસ્તા બંધ
  • નાનપાડા-કુમારબંધ-બોરતહાડ રોડ, ઘોડવાલ વીએ રોડ, આહેરડી-બોરદહાદ રોડ બંધ
  • ચીખલડા વી.એ. રોડ, સુસરડા વી.એ. રોડ, ખાતલ ફાટકથી ઘોડી રોડ બંધ
  • સુસરડા વીએ રોડ, માછળી-ચીખલા-દિવદયાવન રોડ, વાંઝટાંબા-કોયલીપાડા રોડ બંધ
  • કુડકસ-કોશિમપાતલ રોડ, ઠાઠરા વીએ રોડ, કાલીબેલ-પંઢર્મલ-વાંકણ રોડ બંધ
    પાટલી-ગોદડિયા રોડ, ભેંસખાત્રી-કાકરડા-ભોંગડિયા-અંજીનપાડા રોડ, ડોડીપરા-ચિકર પાલિયા રોડ બંધ

ડાંગોમાં વરસાદની આગાહી
જો તમે ડાંગની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા છો, તો રસ્તાઓ બંધ થવા સિવાય વરસાદની આગાહીને ધ્યાનમાં રાખો. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં વલસાડ, ડાંગ, દીવમાં ભારે વરસાદ પડશે. સુરત અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં 24 કલાક બાદ વરસાદી સિસ્ટમ નબળી પડી જશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. જેના કારણે માછીમારોને આગામી ત્રણ દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
ALERT: વડોદરામાં ભયાનક મગરોનું મહેમાન બનીને શહેરમાં આંટાફેરા, પાણી ભરાતા જ સામે આવવા લાગ્યા મગરો