Homeફિલ્મી વાતોપોતાના જ લગ્નમાંથી ભાગી ગયો હતો કપિલ શર્મા, જ્યા પ્રદા અને રાજ...

પોતાના જ લગ્નમાંથી ભાગી ગયો હતો કપિલ શર્મા, જ્યા પ્રદા અને રાજ બબ્બર સાથે શેર કરી આ વાત…

ટેલિવિઝનનો સૌથી વધુ ચર્ચાતો અને ગમતો કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’ દર અઠવાડિયે લોકોને ખુબ જ હસાવે છે. શોમાં દર અઠવાડિયે નવા મહેમાનો આવે છે જે કપિલ અને તેની આખી ટીમ સાથે ખૂબ મસ્તી કરે છે. આ દરમિયાન કપિલ આ સેલિબ્રિટી સાથે ઘણી વસ્તુઓ શેર પણ કરે છે. આ વખતે આ શોમાં અતિથિ તરીકે અભિનેતા અને પોલોટીશયન રાજ બબ્બર અને જયા પ્રદા પહોંચ્યા હતા.રાજ બબ્બર અને જયા પ્રદાએ ‘ધ કપિલ શર્મા શો’ વિશે ઘણી વાતો કરી હતી. આ દરમિયાન કપિલ શર્માએ પણ આ બંને સ્ટાર્સની સામે પોતાના લગ્ન દિવસ વિશે એક રહસ્ય ખોલ્યું હતું.

કપિલે રાજ બબ્બર અને જયા પ્રદા સાથે એક વાત શેર કરી હતી, જેમાં તે પોતાના જ લગ્નમાંથી ભાગી ગયા હતા એ વાત પણ શેર કરી.હકીકતમાં, શોમાં કપિલે અભિનેતા-રાજકારણી રાજ બબ્બરને પૂછ્યું હતું કે, ‘જ્યારે પણ તમે કોઈ પણ કાર્યક્રમમાં ભાગ લેતા હતા, ત્યારે તમે વ્યક્તિગત રીતે સ્ટેજ મજબૂત હોવાની ખાતરી કરી હતી ?’ આ સવાલના જવાબમાં રાજ બબ્બરે કહ્યું કે, ‘જ્યારે હું રાજકારણમાં જોડાયો ત્યારે ઘણા લોકો તે સમયે અમારી રેલીમાં આવતા હતા. અમે તેમને દબાણ કરવા માંગતા ન હતા. પરંતુ કેટલાક એવા હતા જે સ્ટેજ પર કૂદી પડ્તા. ભારે ભીડ એકત્રીત થતી. સ્ટેજ એક જ સમયે ઘણા લોકોનું વજન નિયંત્રિત કરી શક્યું નહીં અને તૂટી ગયું. આ ડરથી જ હું વ્યક્તિગત રૂપે ખાતરી કરતો કે સ્ટેજ મજબૂત છે કે નહીં.

રાજ બબ્બરની આ વાત સાંભળીને કપિલ શર્માએ તેમના લગ્નથી સંબંધિત એક રસપ્રદ વાત પણ સંભળાવી હતી. કપિલે કહ્યું કે, ‘ મારા લગ્નમાં પણ આવું બન્યું હતું. ઘણા લોકોએ સ્ટેજપર મને ઘેરી લીધો. અને હું દોડીને મારા રૂમમાં જતો રહ્યો અને ફરી બહાર જ ન નીકળ્યો. ‘ કપિલે આ વાત શેર કરતાંની સાથે જ ત્યાં હાજર તમામ લોકો હસવા લાગ્યા.

કપિલ શર્મા તેના શો દરમિયાન ઘણી વખત તેની પત્ની ગિન્ની ચત્રથનો ઉલ્લેખ કરે છે. કપિલ પોતાના જીવન સાથે જોડાયેલી ઘણી વાતો પણ શેર કરે છે. તમને જણાવી દઈએ કે કપિલે વર્ષ 2019 માં ગિની ચત્રથ સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્રી પણ છે.જેનું નામ અનયારા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments