Home જાણવા જેવું પ્રાચીન ભારતના 10 એવા ઘાતક હથિયાર, જેની સામે ઉભા રહેવું મોતને આમંત્રણ...

પ્રાચીન ભારતના 10 એવા ઘાતક હથિયાર, જેની સામે ઉભા રહેવું મોતને આમંત્રણ આપવા જેવું છે

384

સદીઓથી મનુષ્યો પોતાની સુરક્ષા માટે શસ્ત્રોનો ઉપયોગ કરતા આવ્યા છે. તેઓ ભલે આધુનિક હથિયારો જેટલા વિનાશક ન હોય, પરંતુ તે એટલા ખતરનાક હતા કે તમે તેમની સામે ઉભા રહેવાની કલ્પના પણ ન કરી શકો. આજે અમે તમને પ્રાચીન ભારતના આવા હથિયારો વિશે જણાવીશું, જેનો ઉપયોગ પહેલાના સમયમાં લોકો તેમના દુશ્મનને મારવા માટે કરતા હતા.

1. ચક્રમ

આ એક ખૂબ જ તીક્ષ્ણ હથિયાર છે. લડાઈમાં તેને બળ સાથે ફેંકવામાં આવતું હતું. આ હથિયારનો ઉપયોગ કરનાર વ્યક્તિ નિષ્ણાત હોય, તો આ હથિયાર દુશ્મનો માટે કોઈ વિનાશથી ઓછું ન હતું. જે સૈનિકો ચક્રમનો ઉપયોગ કરતા હતા તેઓ હંમેશા બે ચક્ર પોતાની સાથે રાખતા. ફેંકવાની સાથે, તેનો ઉપયોગ સામ-સામે લડાઇમાં પણ થતો હતો.

2. હલાદી

ત્રણ બ્લેડવાળી હલાદીનો ઉપયોગ રાજપૂતો દ્વારા યુદ્ધમાં હથિયાર કરતાં સ્ટેટસ સિમ્બોલ તરીકે વધુ કરવામાં આવતો હતો. જો કે, કુશળ લડવૈયાઓ આજે પણ તેનો ઘાતક હથિયાર તરીકે ઉપયોગ કરી શકે છે.

3. પરશુ અથવા ફરસા

આ એક પ્રકારની ભારતીય કુહાડી હતી, જેનો ઉપયોગ યુદ્ધમાં થતો હતો. તે લોખંડની બનેલી હોય છે અને તેમાં સિંગલ અથવા ડબલ બ્લેડ હોઈ શકે છે. હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર, આ ભગવાન શિવનું શસ્ત્ર હતું, જે તેમણે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામને સોંપ્યું હતું.

4. ગદા

પ્રાચીન સમયમાં તે ખૂબ જ લોકપ્રિય હથિયાર હતું. તે ખૂબ જ ભારે હતું, અને તેનો ઉપયોગ ભારે રક્ષા કવચની સામે કરવામાં આવતો હતો જેને તીક્ષ્ણ ધારવાળા હથિયારોથી વીંધી શકાતો ન હતો. હનુમાન જી સાથે પણ આ હથિયાર બતાવવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, ગદાના ઉપયોગ કરવાની એક પોતાની માર્શલ આર્ટ રીત છે.

5. વાધ નખ

વાઘ નખ એટલે વાઘના નખ જેવું. ઝેર લગાડેલા વાઘના નખનો ઉપયોગ રાજપૂતો દ્વારા કરવામાં આવતો હતો. વળી, આ એ જ હથિયાર છે જેની મદદથી શિવાજી મહારાજે અફઝલ ખાનને પતાવી દીધો હતો. નિહંગ શીખ પણ તેને પોતાની પાઘડીની અંદર રાખે છે. આ હથિયારની ખાસિયત એ હતી કે તેને સરળતાથી છુપાવી શકાય છે અને જરૂર પડે ત્યારે અચાનક હુમલો કરી શકે છે.

6. ઉરુમી

આ ખુબજ ઘાતક અને ખૂબ જ વિચિત્ર હથિયાર હતું અને તેના ઉપયોગના પુરાવા મૌર્ય સામ્રાજ્યમાં જોવા મળે છે. તેની બ્લેડ ખૂબ જ તીક્ષ્ણ અને લચીલી હોય છે. ફક્ત ખૂબ જ કુશળ લોકો તેનો ઉપયોગ કરી શકતા હતા, કારણ કે જો તમે તેને ચલાવવામાં સહેજ પણ ભૂલ કરો છો, તો તમે તમારી જાતને નુકસાન પહોંચાડી શકો છો. આ હથિયારના શ્રીલંકન વર્જનમાં દરેક હાથમાં 32 બ્લેડ જોડાયેલી જોવા મળી હતી.

7. દંડપટ્ટ

દંડપટ્ટમાં એક સાથે અનેક સૈનિકોના શિરચ્છેદ કરવાની ક્ષમતા રહેલી હોય છે. જો તેમાં બે બ્લેડ વધુ જોડવામાં આવે તો તે ખૂબ જ ખતરનાક હથિયાર બની જાય છે. મુઘલકાળ દરમિયાન તેનો ઘણો ઉપયોગ થતો હતો. તેનો ઉપયોગ સશસ્ત્ર પાયદળ સૈનિકો સામે કરવામાં આવ્યો હતો. શિવાજી મહારાજ આ હથિયાર ચલાવવામાં નિષ્ણાત માનવામાં આવતા હતા.

8. ખુકરી

આ એક ખૂબ જ તીક્ષ્ણ ધાર વાળુ વળેલું શસ્ત્ર છે. ખુકરી સમગ્ર વિશ્વમાં ગુરખાઓના હથિયાર તરીકે જાણીતી છે તમને દરેક ગુરખા સૈનિકના યુનિફોર્મમાં ખુકરી મળશે. લગ્ન જેવી વિધિમાં પણ ગોરખાઓ તેને પોતાની સાથે રાખે છે.

9. કટાર

આ શસ્ત્ર દક્ષિણ ભારતમાં બનાવવામાં આવ્યું હતું અને બાદમાં તેનો ઉપયોગ મુઘલો અને રાજપૂતો દ્વારા પણ કરવામાં આવ્યો હતો. તે એક નાનું પણ ખૂબ જ ઝડપી હથિયાર હતું. તેમાં ત્રણ તીક્ષ્ણ બ્લેડ હતા, જે એકસાથે ખૂબ જ ખતરનાક બન્યા. આ હથિયારથી વાઘ જેવા મોટા પ્રાણીનો શિકાર કરવો બહાદુરીનું કાર્ય માનવામાં આવતું હતું.

10. કૃપાલ

કૃપાલની ઉત્પત્તિ પંજાબ પર મુઘલોના કબજા દરમિયાન થયો હતો. તે સમયે શીખ ધર્મની રચના મુસ્લિમ ધાર્મિક ઉપદેશોનો સામનો કરવા માટે કરવામાં આવી હતી. અકબરના શાસન સુધી શીખો અને મુઘલો વચ્ચેના સંબંધો સારા હતા, પરંતુ જહાંગીરના સમયમાં સમસ્યાઓ ઉભી થઈ. જે બાદ છેલ્લા ગુરુ ગોવિંદસિંહે શીખ માટે પોતાનો બચાવ કરવા માટે કિર્પણ રાખવાનું ફરજિયાત બનાવ્યું.