ન્યાયના દેવતા શનિદેવની ત્રીજી દ્રષ્ટિના કારણ જીવનમાં આવી રહી છે પરેશાનીઓ તો કરો આ સરળ ઉપાય

473

જે વ્યક્તિની કુંડળીમાં શનિદેવની ત્રીજી દ્રષ્ટિ જે પણ ભાવ પર હોય છે, વ્યક્તિને ભાવથી સંબંધિત પરિણામ પ્રાપ્ત કરવામાં સખત સંઘર્ષ અને મહેનત કરવી પડે છે. આવી વ્યક્તિને પોતાના 32 વર્ષના આયુષ્ય સુધી તો ત્રીજી દ્રષ્ટિ વાળા ભાવથી સંબંધિત ફળ મેળવવા માટે એડી-ચોટીનું જોર લગાવવું પડે છે. 32 વર્ષના આયુષ્ય પછીથી સંઘર્ષ થોડો ઓછો જરૂર થાય છે, પરંતુ મહેનત છતાં ખૂબ કરવી પડે છે.

શનિની ત્રીજી દ્રષ્ટિનો પ્રભાવ
1. કોઈ જન્મ કુંડળીમાં જો શનિ પહેલા ભાવમાં બિરાજમાન છે તો તેમની દ્રષ્ટિ ત્રીજા, સાતમા અને દસમાં ઘર પર હોય છે. ત્રીજું ઘર ભાઈ-બહેન અને પરિવારજનોનું હોય છે. સાતમું ઘર વૈવાહિક જીવન અને દસમું ઘર આજીવિકાનું હોય છે. એટલે આ ત્રણથી સંબંધિત શુભ ફળ મેળવવા માટે વ્યક્તિને ખૂબ સંઘર્ષ કરવો પડે છે.

2. પહેલા ભાવની શનિદેવની દ્રષ્ટિ ત્રીજા ભાવ પર સૌથી વધું શક્તિશાળી રીતથી હોય છે. એટલે વ્યક્તિને ભાઈ-બહેનનું સુખ, પરિવારનું સુખ નથી મળી શકતું.

3. શનિની ત્રીજી દ્રષ્ટિ જે ભાવ પર પડે છે, તે ભાવના સ્વામી જો કુંડળીમાં નીચી રાશિના છે, કમજોર છે તો તેને ભાવથી સંબંધિત વસ્તુ માટે વ્યક્તિને જીવનભર મહેનત કરવી પડે છે.

4. શનિની ત્રીજી દ્રષ્ટિ જેના ભાવ પર પડી રહી છે, તે ભાવના સ્વામી જો કુંડળીમાં ઉચ્ચ છે, બળવાન છે તો ત્રીજી દ્રષ્ટિ આરામ પણ આપી શકે છે. આ અવસ્થામાં સંઘર્ષ ઓછો કરવો પડે છે, પરંતુ મહેનત તો ફરી પણ ખૂબ કરાવે છે. અને મહેનત અનુસાર જ પરિણામ પણ આપે છે.

5. શનિની ત્રીજી દ્રષ્ટિ જો બીજા ભાવ પર પડી રહી છે તો જાતકને ધનની પ્રાપ્તિ માટે દિવસ-રાત દોડ કરવી પડે છે.

ત્રીજી દ્રષ્ટિથી રાહતના ઉપાય
1. શનિદેવની નિયમિત સેવા, ગરીબની સેવા, ભીખારીઓની સેવા, કોઢિઓની સેવા કરવાથી શનિદેવની ત્રીજી દ્રષ્ટિથી થોડી રાહત મળે છે.

2. ઘરે આવેલા અતિથિઓનું ક્યારેય અપમાન ન કરો. તમારી ઈચ્છા શક્તિ મુજબ તેના માટે કરી શકો તે અવશ્ય કરો.

3. શનિવારે લાલ કંબલનું આસન પાથળી, લાલ ધોતી પહેરીને હનુમાનજીની મૂર્તિ સામે તેલનો દીવો પ્રગટાવી હનુમાન ચાલીસાના 21 પાઠ કરવાથી શનિની ત્રીજી દ્રષ્ટિથી આરામ મળે છે.

4. શનિવારે કાળા ઘોડાને સવા કિલો પલાળેલા ચણાથી શનિદેવની દ્રષ્ટિથી રાહત મળે છે.

Previous articleવધતા વજનથી છુટકારો મેળવવા માટે રામાબાણ ઈલાજ છે દેશી ઘી, ખાવાના છે આ ગજબના ફાયદા
Next articleજાણો દેવી-દેવતાઓના વાહનથી કેવી મળે છે આપણે શીખ, પ્રત્યેક વાહન મનુષ્યને આપે છે આ સંદેશ