આજથી સાસણમાં સિંહ દર્શન બંધ કરવામાં આવશે. જેમાં પ્રવાસીઓ સાસણમાં જઈને સિંહ જોઈ શકશે નહિ. તેમજ સિંહ દર્શન 15 ઓક્ટોબરે ફરી ખુલશે. ત્યારબાદ પ્રવાસીઓ સિંહોને જોઈ શકશે. સાસણના જંગલમાં ચોમાસાની ઋતુ એ ચાર મહિનાની ચોમાસાની રજા હોય છે જેથી વન્યજીવોને ખલેલ ન પહોંચે કારણ કે સિંહ સહિતના વન્યજીવોના સમાગમની મોસમ હોય છે.
સિંહ દર્શન 15 ઓક્ટોબરે ફરી ખુલશે
ચાર મહિનાની રજા દરમિયાન જીપ્સીના તમામ રૂટ બંધ રહેશે. ઉપરાંત, માત્ર દેવલિયા સફારી પાર્ક પ્રવાસીઓ માટે ચાલુ રહેશે. અને ચોમાસા દરમિયાન સિંહ, પેંગોલિન, હરણ, સાબર, ચિંકારા સહિતના મોટાભાગના વન્યજીવોની પ્રજનન ઋતુ હોય છે. તેથી વન્યજીવોને કોઈ ખલેલ ન પડે તે માટે વન વિભાગે 15 જૂનથી સાસણમાં ચાર મહિનાની રજા જાહેર કરી છે.
સાસણમાં પ્રવાસીઓ સિંહ દર્શન નહિ કરી શકે
રજા 15 ઓક્ટોબરે પૂરી થશે અને 16 ઓક્ટોબરે સિંહ દર્શન ફરી શરૂ થશે. આ રજા દરમિયાન તમામ જીપ્સી માર્ગો બંધ હોય છે, જેનો પ્રવાસીઓ સિંહ દર્શન અને સફારી માટે ઉપયોગ કરે છે. જોકે, પ્રવાસીઓ માટે દેવલિયા સફારી પાર્ક રાબેતા મુજબ ચાલુ રહેશે. જો કે, તમને એ પણ જણાવી દઈએ કે સાસણમાં સિંહ દર્શન ચાર મહિના બંધ રહેતા સ્થાનિક વેપાર પર ખરાબ અસર પડે છે.