જો તમે પ્રોટીન પાઉડર પિતા હોવ તો જાણી લો તેની આ સાઈડ ઈફેક્ટ

2597

પ્રોટીન પાઉડર એ દૂધ, છાસ, કેસીન અને સોયાબીન માંથી બનેલો એક સુકો કોરો પાઉડર છે. જો તમે જીમમા જતા હોવ તો પ્રોટીન પાઉડર વિષે જાણતા જ હશો. આજ-કાલ લોકો ને બોડી બનાવાનો અને મસલ્સ બનાવાનો જબરો શોખ હોય છે. એટલા માટે આ લોકો પ્રોટીન પૂરતા પ્રમાણ મળી રહે એટલા માટે પ્રોટીન પાઉડર નો ઉપયોગ કરે છે.

જો તમે પણ મસલ્સ બનવા માટે પ્રોટીન પાઉડર લેતા હોવ તો જાણી લો તેની આ સાઈડ ઈફેક્ટ, જીમ મા કસરત કર્યા પછી જો તમે પ્રોટીન પાઉડર પીવો તો તમારા ઇન્સુલીન મા વધારો થાય છે. જો તમે દરરોજ આ રીતે પ્રોટીન પાઉડર પીવે તો ઇન્સુલીન મા રોજ વધારો થાય જે આગળ જતા આપણા શરીર ને નુકસાન કરે છે.

અમુક પ્રોટીન જે સામાન્ય હોય છે એ તો આપણ ને દરરોજ ના ખાવા માંથી મળે છે પણ જીમ મા કસરત કરતા લોકો જે પ્રોટીન પાઉડર લે છે તેમાં મસલ્સ બનવા માટે ના પ્રોટીન હોય છે પણ આ પ્રોટીન પાઉડર ને એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે જે આપણા શરીર ને નુકસાન પહોચાડે છે.

પ્રોટીન પાઉડર લેવાથી શરીર મા પોષક-તત્વો નું સંતુલન વિખાય જાય છે. પ્રાકૃતિક પ્રોટીન જેમ ક ઈંડા ,દૂધ અને ચીકન માંથી મળે છે એ પ્રોટીન લેવાથી શરીર ને નુકશાન નથી થતું.

ઘણી કંપનીઓ પ્રોટીન પાઉડર મા ઝેરી પદાર્થ ભેળવે છે જે શરીર માટે નુકશાનકારક છે. આવો પાઉડર પીવાથી માથાનો દુખાવો, ખેંચ આવવી અને માંસ-પેશીઓ મા દર્દ થવાની તકલીફ રહે છે.

વે પ્રોટીન(whey protein)એ સૌથી સામાન્ય પ્રોટીન છે જે સૌથી વધારે ઉપયોગ મા લેવાય છે. આ પ્રોટીન મોટેભાગે જીમ મા કસરત કરતા લોકો અથવા તો બોડી બિલ્ડર લોકો લે છે. આમાં ગ્લોબ્યુલર પ્રોટીન હોય છે. જે પ્રવાહી સામગ્રી માંથી તૈયાર કરવામા આવે છે. આ પ્રવાહી સામગ્રી મા ચીજ ની બનાવટ ની બયોપ્રોડક માંથી બનાવામાં આવે છે. આ ગ્લોબ્યુલર પ્રોટીન શરીર ને ફાયદા કરતા નુકશાન વધારે પહોચાડે છે.

Previous articleએક સમયે ખીચામાં હતા 50 રૂપિયા અને આજે છે 55 કરોડની કંપનીનો માલિક
Next articleજાણો જોધપુરના એક એવા શ્રાપિત કિલ્લા વિશે કે જેનો શ્રાપ સાંભળીને તમને થોડું અચરજ લાગશે.