Homeહેલ્થશું તમે પણ પરસેવાની ખરાબ ગંધથી પરેશાન છો, તો અપનાવો આ સરળ...

શું તમે પણ પરસેવાની ખરાબ ગંધથી પરેશાન છો, તો અપનાવો આ સરળ ટીપ્સ…

ઘણા લોકોને ખુબ જ વધારે પડતો પરસેવો વળે છે. જો પરસેવો સાફ ન કરવામાં આવે અને તે લાંબા સમય સુધી શરીર પર રહે છે, તો તેની ખુબ જ ખરાબ ગંધ આવે છે અને કીટાણુઓ પેદા થાય છે. આવી પરિસ્થિતિને ટાળવા માટે, તમારે થોડી બાબતો પર ધ્યાન આપવું પડશે. તો ચાલો તમને તેના વિષે વિગતવાર જણાવીએ…

1. શરીરના જે ભાગોમાં તમને વધારે દુર્ગંધની સમસ્યા હોય ત્યાં ઘરની બહાર જતા પહેલા થોડી વાર બરફ ઘસો. તેનાથી વધારે પરસેવો નહીં વળે અને દુર્ગધ પણ નહીં આવે.

2. જો તમે ઓફિસમાં આખો દિવસ બુટ પહેરેલા રાખો છો તો તમારા પગના તળિયામાં ખુબ પરસેવો વળતો હશે અને દુર્ગધ પણ આવતી હશે. તેને દૂર કરવા માટે એક ટબમાં પાણી ભરો અને તેમાં બે ચમચી ફટકડીનો પાવડર નાખો. હવે તમારા પગ પાણી ભરેલા ટબમાં બે થી પાંચ મિનિટ સુધી રાખો.

3. તમે જે કપડાં આખો દિવસ પહેરીને બહાર ગયા છો, તે કપડા ધોયા પછી જ કબાટમાં મુકવા જોઈએ.

4. વધારે સમય પહેરેલા અને ધોયા વગરના કપડાંને કબાટમાં રાખવાથી તેમાં ગંધ પેદા કરનારા બેક્ટેરિયા સક્રિય થાય છે અને તેના કારણે આ દુર્ગંધ અન્ય શુધ્ધ કપડાંમાં પણ આવે છે. પછી તમને એવું થાય છે કે આ નવા કપડામાં પણ કેમ ખરાબ દુર્ગધ આવે છે. 

5. ગરમીની ઋતુમાં સેંથેટિક કપડાં ન પહેરવા, પરંતુ ફક્ત સુતરાઉ કપડા પહેરવા. એવા કપડાં પહેરવા જોઈએ જે શરીર સાથે ચોંટેલા ન રહે, કારણ કે ફિટ કપડાં પહેરવાથી વધારે પરસેવો વળે છે, જેનાથી દુર્ગંધ આવે છે.

6. શરીરની સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખો, જો જરૂરી હોય તો, દિવસમાં બે વાર સ્નાન કરવું જોઈએ.

7. નહાવા માટે લીમડાનો અથવા એન્ટી બેક્ટેરિયલ સાબુનો ઉપયોગ કરો.

8. ગરમીનું વાતાવરણ હોય ત્યારે તળેલી અને મસાલા વળી વસ્તુઓ ખાવી જોઈએ નહીં.

9. નહાવાના પાણીના ટબમાં નારંગીની છાલ નાખી તેને એક કલાક સુધી રહેવા દો અને પછી તે પાણીથી સ્નાન કરો. આ પાણીથી સ્નાન કરવાથી શરીરમાં તાજગીનો અનુભવ થશે.

10. શરીરને બરાબર ઘસીને તાજા પાણીથી નહાવાથી શરીરની ગંદકી દૂર થાય છે. અને શરીરમાં દુર્ગંધ આવતી નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments