વાહનો, કારખાનાઓ અને ઝડપથી વધતી વસ્તીના કારણે પૃથ્વી પર પ્રદૂષણ વધી રહ્યુ છે. જેના કારણે પર્યાવરણ અસંતુલિત બની રહ્યુ છે. આખા વિશ્વની હવાની ગુણવત્તા પણ પહેલા કરતા ઘણી કથળી છે. અમેરિકન વૈજ્ઞાનીકોએ દાવો કર્યો છે કે તેઓએ પૃથ્વી પર એક એવી જગ્યા શોધી કાઢી છે જ્યા હવા સૌથી શુધ્ધ છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ પૃથ્વીની સૌથી શુધ્ધ હવા પૃથ્વીના દક્ષિણ ધ્રુવ પર સ્થિત એન્ટાર્કટિકા મહાસાગર ઉપર વહે છે.
વૈજ્ઞાનિકો દાવો કરે છે કે આ હવા વિશ્વની સૌથી સ્વચ્છ હવા છે. જ્યા માનવ પ્રવૃત્તિઓથી ઉત્પન થવાવાળા પ્રદૂષણથી મુક્ત છે. આ પ્રકારનુ પ્રથમ સંશોધન એન્ટાર્કટિક મહાસાગરના બાયોરોસોલનો અભ્યાસ કર્યો છે. યુ.એસ. મા કોલોરાડો સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોએ આ સમયગાળા દરમિયાન એક વાતાવરણીય ક્ષેત્ર શોધી કાઢ્યો કે જ્યા માનવ પ્રવૃત્તિઓને લીધે કઈ વાંધો નથી.
આ સંશોધન નેશનલ એકેડેમી ઓફ સાઈન્સ જર્નલમા પ્રકાશિત કરવામા આવ્યુ હતુ. જેમા એવુ કહેવામા આવ્યુ હતુ કે વૈજ્ઞાનીકોએ આ વિસ્તારને ખરેખર પવિત્ર જાહેર કર્યો છે. સંશોધનકારોએ આ સ્થાન પર શોધી કાઢ્યુ છે કે એન્ટાર્કટિક મહાસાગરની ઉપરથી આગળ વધતી હવા માનવ પ્રવૃત્તિઓને લીધે ઉત્પન થતા એરોસોલે એટલે હવામા સ્થગિત કણોથી મુક્ત છે.
અશ્મિભૂત ઇંધણ, પાકની લણણી, ખાતર અને કચરાના પાણીના નિકાલ વગેરેને લીધે પેદા થતા કણો આ હવામાં હાજર નથી. વાયુ પ્રદૂષણનુ કારણ એરોસોલે છે. એરોસોલે હવામા ઘન અથવા વાયુઓ તરીકે હવામા રહેલા હાજર કણો છે. માનવીય પ્રવૃત્તિઓને લીધે વાતાવરણમા આવતા ઝડપી પરિવર્તનને કારણે વૈજ્ઞાનીકોએ પૃથ્વી પર એક સ્થળ શોધવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો જે માનવ પ્રવૃત્તિઓથી મુકત હોય.
સંશોધન ટીમમા શામેલ પ્રોફેસર સોનિયા ક્રાઇડનવિસ અને તેમની ટીમે એવી શક્યતા વ્યક્ત કરી હતી કે એન્ટાર્કટિક સમુદ્ર ઉપરની હવા માનવ પ્રવૃત્તિઓ અને ધૂળના કણોને લીધે સૌથી ઓછી અસર કરે છે.. થોમસ હિલ, સંશોધન સાથે સંકળાયેલા વૈજ્ઞાનીકોએ જણાવ્યુ હતુ કે એરોસોલે એન્ટાર્કટિક મહાસાગરના વાદળોના ગુણધર્મોને નિયંત્રિત કરે છે જે સમુદ્રની જૈવિક પ્રક્રિયા સાથે પણ સંબંધિત છે.
એવુ લાગે છે કે એન્ટાર્કટિક મહાસાગર દક્ષિણ ખંડમાંથી સુક્ષ્મસજીવો અને પોષક તત્ત્વોના ફેલાવાને રોકે છે.
સંશોધનકારોએ એન્ટાર્કટિક મહાસાગરની ઉપરથી આગળ વધતા હવાના નમૂના લીધા હતા અને તેમા હાજર સૂક્ષ્મજીવાણુઓ વિશે જાણવા મળ્યુ હતુ. જેમા જાણવા મળ્યું કે તેઓ સમુદ્રમાથી ઉત્પન થયા છે. આ સૂક્ષ્મજીવોની બેક્ટેરિયલ રચનાના આધારે, એવો દાવો કરવામા આવ્યો હતો કે એન્ટાર્કટિક મહાસાગરની હવામા દૂર-દૂરના ખંડો પરના એરોસોલ પહોંચી શકયા નથી. સમજોકે આ નવા સંશોધન પહેલાના અધ્યયનની વિરુદ્ધ છે, જેણે કહ્યુ છે કે મોટાભાગના સૂક્ષ્મ જીવો ફક્ત ખંડોમાંથી આવતી હવા દ્વારા પૃથ્વી પર ફેલાય છે.