આજે જાણો એક એવા ઉપાય વિશે કે જેનાથી પતિ-પત્નીના સંબંધોને સુધારી શકીએ છીએ.

236

આજે લોકો પહેલા કરતા વધુ કાર્ય લક્ષી બન્યા છે. હાલના સમયમા પતિ-પત્ની બંને કામ કરે છે અને તેના કારણે તે બંને પોતાના કામમા વ્યસ્ત રહે છે. બંને પોતપોતાની દુનિયામા રહે છે. આ બધાને લીધે બંને વચ્ચે ધીમે-ધીમે અંતર વધતુ જાય છે અને તફાવતોનુ પ્રમાણ વધે છે જેને કારણે ઝગડો આગળ વધતો રહે છે અને સંબંધોમાથી મધુરતા સમાપ્ત થઈ જાય છે.

અંતે કાં તો સંબંધ તૂટી જાય છે અથવા બંનેનુ સાથે રહેવુ મુશ્કેલ થઈ જાય છે. આજકાલ આ સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. તો પછી આનુ શું કરવું? આજે અમે તમને એક એવા ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે પતિ-પત્નીના સંબંધોને સુધારે છે અને બંને વચ્ચે અને પ્રેમ વધે છે.

વૈવાહિક જીવનમા મુશ્કેલીઓ ઓછી કરવા માટે બેડરૂમમા રાધા-કૃષ્ણનો ફોટો રાખવો ફાયદાકારક છે. બેડરૂમમા રાધા-કૃષ્ણની સુંદર તસવીર લટકાવી દો. તેને એવી જગ્યાએ રાખો કે જેથી પતિ-પત્ની બંને સવારે અને સાંજે તેને જુએ.
આ ચિત્રને લાલ ફ્રેમમા બનાવવાનો પ્રયાસ કરો. આનાથી બમણો લાભ મળે છે.

લાલ રંગને પ્રેમનુ પ્રતીક માનવામા આવે છે. આ ચિત્ર બનાવતી વખતે ખાતરી કરો કે તેમા કૃષ્ણની સાથે કોઈ ગોપીઓ ન હોય. રાધા-કૃષ્ણનો પ્રેમ નિસ્વાર્થ પ્રેમનુ પ્રતીક માનવામા આવે છે. જો પતિ-પત્ની બંને એક બીજાને આ રીતે પ્રેમ કરવાનુ શરૂ કરે તો પછી પોતાની સમસ્યા પણ દૂર થઈ જશે અને તેઓને જીવનભર એકબીજાનો સંપૂર્ણ ટેકો મળી રહશે.

Previous articleજો તમારા ગર્ભમાં છોકરો છે કે છોકરી તે જાણવું હોય હવે મુલાકાત લો આ ચમત્કારી પહાડ ની.
Next articleજાણો ખજૂરવાળું દૂધ પીવાથી થતા ફાયદાઓ વિષે, જે તમને અનેક પ્રકારના રોગોથી રાહત આપે છે.