“શશી કપૂર” અને તેની પત્ની “જેનિફર કૈંડલ”ની લવ સ્ટોરી ખૂબ જ અનોખી છે. તેની લવ સ્ટોરીની શરૂઆત જેટલી આનંદદાયક હતી તેનાથી વધારે તેનો અંત પીડાદાયક હતો. 31 વર્ષ શશી કપૂરે એકલતામાં જ વિતાવ્યા છે. 7 સપ્ટેમ્બર, 1984 ના રોજ, જેનિફર કૈંડલ શશી કપૂરને એકલા છોડી જતી રહી હતી.
આ વાત વર્ષ 1956 ની છે, જ્યારે જેનિફર કૈંડલ તેમના એક મિત્ર સાથે ‘દીવાર’ નાટક જોવા રોયલ ઓપેરા હાઉસમાં ગયા હતા. શશી કપૂર તે સમયે 18 વર્ષના હતા. નાટક શરૂ થાય તે પહેલાં તેણે દર્શકોનો જોવા માટે પડદામાંથી જોયું તો તેની નજર ચોથી લાઈનમાં બેઠેલી એક છોકરી તરફ ગઈ. અને ત્યારથી જ શશી કપૂરને જેનિફર કૈંડલ ગમી ગયા.
પૃથ્વી થિયેટરમાં કામ કરતા શશી કપૂરની કોઈ મોટી ઓળખ નહોતી. બીજી તરફ જેનિફર કૈંડલ તેના પિતા જેફ્રી કૈંડલના થિયેટર જૂથની મુખ્ય અભિનેત્રી હતી. જેનિફર કૈંડલ સાથે મિત્રતા કરવા માટે શશી કપૂરને ખુબ જ રાહ જોવી પડી હતી. જયારે તેમની મિત્રતા થઈ ત્યારે બંને એક સાથે ફરવા લાગ્યા. આ સમયગાળા દરમિયાન બંને એક બીજાના પ્રેમમાં પડી ગયા હતાં.
આ પ્રેમને કારણે શશી કપૂર પણ જેનિફર કૈંડલના પિતાના થિયેટરમાં જોડાયા, પરંતુ જેફ્રી કૈંડલ તેમની પુત્રી જેનિફર કૈંડલના લગ્ન શશી કપૂર સાથે કરવા ઇચ્છતા ન હતા. તેમ છતાં જેનિફર કૈંડલ તેના પિતાનું ઘર છોડી શશી કપૂર સાથે લગ્ન કરવા માટે નીકળી ગયા. શશી કપૂર અને જેનિફર કૈંડલના લગ્ન 1958 માં થયા હતા. કપૂર પરિવારને પણ વિદેશી પુત્રવધૂ પસંદ નહોતા. શશી કપૂર એક વર્ષમાં જ પિતા બની ગયા.
શશી કપૂર માટે જેનિફર કૈંડલે તેમના થિયેટર કાર્યને પણ છોડી દીધું. આ સમય દરમિયાન, શશી કપૂરની ફિલ્મી કારકીર્દિ શરૂ થઈ હતી અને તે બોલિવૂડના એક શ્રેષ્ઠ કલાકાર બની ગયા. તેમની ચર્ચા વિદેશી દેશોમાં પણ શરૂ થઈ હતી. અને આ સફળતાનું મોટું કારણ જેનિફર કૈંડલ હતા.
વર્ષ 1982 માં, શશી કપૂરને ખબર પડી કે જેનિફર કૈંડલને કેન્સર થયું છે. શશી કપૂરે જેનિફર કૈંડલની મુંબઇથી લઈને લંડનના ડોકટરો પાસે સારવાર લીધી પરંતુ જેનિફરનું 7 સપ્ટેમ્બર, 1984 ના રોજ અવસાન થયું.
આ સાથે જ શશી કપૂરના જીવનમાં એક એવી એકલતા આવી કે જે તેના મૃત્યુ સુધી તેમની સાથે જ રહી. જેનિફરના મૃત્યુ પછી, શશી કપૂર પ્રથમ વખત રડ્યા જ્યારે તે ગોવાના દરિયાકાંઠે બોટ લઇને દરિયામાં ઉંડા ગયા. જેનિફર અને શશી કપૂર 28 વર્ષ સાથે રહ્યા હતા. જેનિફરના મૃત્યુ પછી, શશી કપૂરે તેની યાદો સાથે એકલા 31 વર્ષ વિતાવ્યા.