જાણો, પૂજા ઘર સાથે જોડાયેલી આ 5 ભૂલો, જે પૈસા અને સુખમાં કરે છે ઘટાડો.

ધાર્મિક

દરેક ઘરમાં શુભ ઉર્જાના સંચાર માટે મંદિર હોવું જરૂરી છે. ઘરમાં મંદિર અથવા પૂજાનું સ્થાન નિયત જગ્યાએ હોય તો બધી જ સમસ્યા તેની જાતે દૂર થઇ જાય છે. ખાસ કરીને સ્વાસ્થ્ય અને મનની સમસ્યાઓ ઝડપથી દૂર થાય છે. ઘરમા મંદિર હોવાથી આર્થિક સમૃદ્ધિ જળવાઈ રહે છે. ઘરમાં પૂજા સ્થાન હોવાથી, ઘરના લોકો વચ્ચે સંબંધ જળવાય રહે છે.

મંદિર અથવા પૂજાનો લાભ ત્યારે જ થાય છે જયારે તેની સ્થાપનામાં નિયમોનું પાલન કરવામાં આવે. તે માટે જરૂરી છે કે મંદિરની સ્થાપના યોગ્ય રીતે થવી જોઈએ, દેવતાઓની સ્થાપના કરતી વખતે નિયમોનું પાલન કરવું જોઈએ. મંદિર અથવા પૂજા સ્થળને જાગૃત રાખવું જોઈએ.

સામાન્ય રીતે, પૂજાગૃહ અથવા મંદિર ઉત્તર દિશાના ખૂણામાં હોવું જોઈએ. જો તમે ઉત્તર પૂર્વના ખૂણામાં મંદિર રાખી ન શકો તો, પૂર્વ દિશાનો ઉપયોગ કરવો. જો તમે ફ્લેટમાં રહો છો તો માત્ર સૂર્યપ્રકાશનું ધ્યાન રાખવું. પૂજાનું સ્થળ નિશ્ચિત હોવું જોઈએ અને તેને વારંવાર બદલવું ન જોઈએ. પૂજા સ્થળનો રંગ આછો પીળો અથવા સફેદ રાખવો. ગુંબજવાળું મંદિર પૂજા સ્થળે રાખવાના બદલે, એક નાનું પૂજાસ્થાન બનાવી લેવું જોઈએ.

મંદિર રાખવાને બદલે પૂજા સ્થળ બનાવવું જોઈએ. આ સ્થાન પર દેવી-દેવતાઓની ભીડ હોવી જોઈએ નહિ. જે દેવી કે દેવતાની મુખ્યત્વે પૂજા કરો છો, તેનું ચિત્ર અથવા મૂર્તિની સ્થાપના પાટલા પર કરવી. બીજી ભગવાનની મૂર્તિઓને પણ ત્યાં સ્થાપિત કરી શકાય છે.

જો મૂર્તિ સ્થાપિત કરવી હોય, તો તે 12 આંગળીઓથી વધુ હોવી જોઈએ નહીં, ચિત્ર કેટલું પણ મોટું હોય શકે છે. પૂજા સ્થળે શંખ, ગોમતી ચક્ર અને એક વાસણમાં પાણી ભરેલું હોવું જોઈએ.

એક જ સમયે બંનેના પૂજાના નિયમો બનાવો. સાંજની પૂજામાં દીવો પ્રગટાવો જરૂરી છે, દીવો પૂજા સ્થાનની વચ્ચે રાખવો. પૂજા કરતા પહેલા થોડા કીર્તન અથવા ઉચ્ચારણ સાથે મંત્ર જાપ કરવાથી આખા ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે.

મંદિરને હંમેશાં સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવું જોઈએ અને ત્યાં થોડું પાણી ભરીને રાખવું. જો તમે કોઈ પણ પૂજા કરો છો, અને તમને ગુરુ મંત્ર ન મળ્યો હોય, તો પછી ગાયત્રી મંત્રનો જાપ કરવો જરૂરી છે. પૂજા પુરી થયા પછી ધરાવેલું જળ પ્રસાદ સ્વરૂપે આપવું.

પૂજા સ્થળે ગંદકી ન રાખવી અને દરરોજ ત્યાં સાફ-સફાઈ કરવી જોઈએ. પૂજા સ્થાન પર પૂર્વજોનાં ચિત્રો ન રાખવા જોઈએ. શનિદેવનું ચિત્ર કે મૂર્તિ પણ ન રાખવી. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી પૂજાસ્થાન પર ધૂપ પણ ન લગાવો. પૂજા સ્થાનનો દરવાજો બંધ ન રાખવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *