Home અજબ-ગજબ આ વાવડીમાં છુપાવામાં આવી છે ભગવાન વિષ્ણુની મૂર્તિ, અંદર જવાની મનાઈ હોવાથી...

આ વાવડીમાં છુપાવામાં આવી છે ભગવાન વિષ્ણુની મૂર્તિ, અંદર જવાની મનાઈ હોવાથી નથી થઈ શકતા દર્શન

217

આ છે રાજસ્થાનની ૩૫૦૦ પગથિયાં વાળી ચાંદ વાવડી. આ લગભગ રાજસ્થાનની નહીં પરંતુ લગભગ વિશ્વની પ્રાચીન વાવડી છે.

ચાંદ વાવડી રાજસ્થાનની નહીં પરંતુ કદાચિત સંપૂર્ણ ભારતની પ્રાચીન વાવડી છે. જે હાલમાં પણ મૌજુદ છે. ભારતની સર્વાધિક ઉંડી વાવડી નું નિર્માણ નિકુમ્ભ વંશના રાજા ચંદા (ચંદ્રા) ૮ મી થી ૯મી શતાબ્દી વચ્ચે કર્યું હતું.

૧૨૦૦થી ૧૩૦૦ વર્ષ પ્રાચીન આ સંરચના તાજમહેલ, ખજુરાહોના મંદિર તથા ચોલ મંદિરો કરતાં પણ વધુ પ્રાચીન છે. પરંતુ અજંતા ઈલોરા કરતાં અપેક્ષાકૃત નવીન છે.

આભાનગર અર્થાત ચમકવા વાળું નગર, જયપુર આગ્રા રોડ ઉપર એક નાનો કસ્બો છે. આ કસ્બાને રાજા ચંદ્રા એ વસાવ્યો હતો. આ પ્રસિદ્ધ કસ્બા નું નામ કાળાંતરે આભાનેરી માં પરિવર્તન થઈ ગયું.

૩૫૦૦ પગથિયાં વાળી આ વાવડી વિશે એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ આ પગથિયાં ઉપર નિશાન બનાવીને પણ નીચે ઉતરે તો પણ તે પાછો એજ પગથિયાં ઉપર થઈ પાછો ચડી નથી શકતો.

સ્થાનિક લોકોનું એવું કહેવું છે કે એક નીચેના ગલિયારા ની ભીતરમાં ભગવાન વિષ્ણુની પ્રતિકૃતિ છે. જોકે પર્યટકો ને આ વાવડીની ભીતર જવાની અનુમતિ નથી. આથી તેઓ તેના દર્શન કરી શકતા નથી.

તમે સાચું માનો કે ના માનો પરંતુ એવું કહેવાય છે કે આટલી પુરાતન વાવડી ફક્ત એક જ દિવસમાં બનાવવામાં આવી હતી. તમને અતિશયોક્તિ લાગતી હોય તો તમે ગુગલ પર સર્ચ કરી શકો છો.

સૌજન્યઃ- ચિન્મય ભાલાળા