લોકો જેને સમજતા હતા ગામડાની અભણ સ્ત્રી પણ એ નીકળી IAS ઓફિસર

143

સફળતા મળતા જ વ્યક્તિ ધીરે ધીરે પોતાની સંસ્કૃતિ અને સંઘર્ષના દિવસોને ભૂલીને સફળતાની ચમકમાં જીવવા લાગે છે. તેમ છતાં કેટલાક લોકો તેમની સફળતાને ક્યારેય પોતાના પર હાવી નથી થવા દેતા અને હંમેશા પોતાની જમીન સાથે જોડાયેલા રહે છે. હાલમાં એવા લોકો ભાગ્યે જ જોવા મળે છે જેઓ ઉચ્ચ હોદ્દા પર કામ કરતા હોય છે, સાથે સાથે તેઓ પોતાની પરંપરાને પણ સારી રીતે નિભાવે છે.

આજે અમે તમને રાજસ્થાનની આવી IAS મહિલા ઓફિસર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે IAS બન્યા પછી પણ પોતાની પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડાયેલી છે.

IAS ઓફિસર મોનિકા યાદવની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે મોનિકા યાદવ રાજસ્થાનના પરંપરાગત પોશાકમાં જોવા મળી રહી છે. લાલ સાડી અને તેના કપાળ પર બિંદી લગાડેલી છે, તે પોતાના નવજાત બાળકને ખોળામાં લઈને બેસેલી જોવા મળે છે.

મોનિકા યાદવની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે અને દરેક તેની સ્ટાઈલના ખૂબ વખાણ કરી રહ્યા છે.

મોનિકા યાદવની વાયરલ તસવીરો પરથી સ્પષ્ટ છે કે વ્યક્તિએ પોતાની પરંપરા અને સંસ્કૃતિને ક્યારેય ભૂલવી ન જોઈએ. તમને જણાવી દઈએ કે, મોનિકા યાદવ 2014 બેચના IAS અધિકારી છે. તે રાજસ્થાનના સીકર જિલ્લાના શ્રીમાધોપુર તાલુકાના લિસાડિયા ગામની રહેવાસી છે. મોનિકા યાદવના પિતાનું નામ હરફૂલ સિંહ યાદવ છે જે વરિષ્ઠ IRS છે. પિતાના પગલે ચાલતી મોનિકા યાદવ હાલમાં તિરવા પ્રદેશના ડીએસપી તરીકે કામ કરી રહી છે.

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે મોનિકા યાદવે પહેલા જ પ્રયાસમાં 403મો રેન્ક મેળવીને સફળતા મેળવી હતી. એવું કહેવાય છે કે મોનિકા પોતાના કામ પ્રત્યે ખૂબ જ ધ્યાન રાખે છે. એટલું જ નહીં, લોકોની ફરિયાદ સાંભળવા અને સમસ્યાઓનું નિરાકરણ કરવા બદલ રાજ્યમાં તેમનું સન્માન પણ કરવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે, મોનિકા યાદવે સુશીલ યાદવ સાથે લગ્ન કર્યા છે, તે પણ એક IAS ઓફિસર છે. સુશીલ હાલમાં રાજસ્થાનમાં એસડીએમ તરીકે કાર્યરત છે. મોનિકાએ માર્ચ 2020માં પુત્રીને જન્મ આપ્યો હતો, જે બાદ તે ઘણી ચર્ચામાં રહી હતી. દીકરી સાથેની તેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

ખાસ વાત એ છે કે માતા બન્યા બાદ પણ મોનિકા તેની પુત્રી સાથે મળીને પોતાની જવાબદારીઓ સારી રીતે નિભાવી રહી છે. સાથે તેઓએ તેમની સંસ્કૃતિ અને પરંપરાઓ છોડી ન હતી. લોકોને તેમની આ તસવીર ખૂબ જ ગમી અને કોમેન્ટ કરીને તેમની ઘણી પ્રશંસા પણ કરવામાં આવી રહી છે. મોનિકા કહે છે કે તે ગ્રામીણ વાતાવરણમાં મોટી થઈ છે. આવી સ્થિતિમાં, અધિકારી બન્યા પછી પણ તે પોતાની પરંપરાઓ સાથે ઊંડી રીતે જોડાયેલી રહે છે.

Previous articleમાત્ર એક વર્ષની ઉંમરમાં આ ટેણીયો જીવે છે સ્ટાર્સ જેવી જીંદગી, દર મહીને કમાય છે 75,000 રૂપિયા અને 45 વાર કરી ચૂક્યો છે હવાઈ યાત્રા
Next articleતુંગનાથ મહાદેવ મંદિરમાં થાય છે ભગવાન શિવના હદય અને હાથની પૂજા, જયા રસ્તામાં ભગવાન ગણેશ કરે છે રક્ષા