પોતાની પાછળ કરોડો રૂપિયાની સંપત્તિ છોડી ગયા રાજીવ કપૂર, જાણો કોણ હશે વારસદાર?

0
1151

રાજીવ કપૂરને ગુમાવવાના દુ:ખમાંથી કપૂર પરિવાર ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યો છે. અભિનેતા રણધીર કપૂર 15 ફેબ્રુઆરીએ 74 વર્ષના થયા. રણધીરના જન્મદિવસ નિમિત્તે આખો કપૂર પરિવાર ફરી સાથે જોવા મળ્યો હતો. 14 ફેબ્રુઆરીની રાત્રે, રણધીર કપૂરના જન્મદિવસની ઉજવણી માટે તેના ચેમ્બુર નિવાસસ્થાને એક નાનકડી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પાર્ટીમાં કપૂર પરિવારના બધા નજીકના સભ્યો હાજર હતા. આ પાર્ટીમાં કરિના કપૂર ખાન, સૈફ અલી ખાન, કરિશ્મા કપૂર, રણબીર કપૂર, નીતુ કપૂર, રિદ્ધિમા કપૂર સાહની, આલિયા ભટ્ટ સહિત પરિવારના અનેક સભ્યોએ ભાગ લીધો હતો.

જોકે, છેલ્લા અઠવાડિયે કપૂર પરિવાર માટે ભારે દુ:ખદ હતું. રાજ કપૂરના નાના પુત્ર રાજીવ કપૂરનું મંગળવારે 9 ફેબ્રુઆરીએ નિધન થયું હતું. માત્ર 58 વર્ષની ઉંમરે રાજીવ કપૂરે દુનિયાને અલવિદા કહી દીધી છે. ગયા વર્ષે રીતુ કપૂર નંદા અને ઋષિ કપૂરને ગુમાવ્યા બાદ રાજીવ કપૂરનું અચાનક નિધન, કપુરસ માટે કોઈ મોટા આંચકોથી ઓછું નહોતું.

નિધન બાદ રાજીવ કપૂરની અંગત જિંદગીની પણ અચાનક ચર્ચામાં આવી ગઈ હતી. રાજીવના લગ્ન અને આર્કિટેક્ટ આરતી સબરવાલથી છૂટાછેડાની વાતોએ પણ મુખ્ય ચર્ચા બની હતી. આ સાથે રાજીવની સંપત્તિ અંગે પણ ચર્ચા થઈ રહી છે.

તમને જણાવી દઈએ કે, રાજીવ કપૂરે તેની પાછળ કરોડોની સંપત્તિ છોડી દીધી છે. અહેવાલો અનુસાર રાજીવ કપૂર લગભગ 48 કરોડની સંપત્તિનો માલિક હતો. રાજીવ કપૂરની સંપત્તિનો મોટો ભાગ તેની પિતૃ સંપત્તિ છે. જેના વારસદાર હવે ‘કપૂર પરિવાર’ છે. જેમ કે બધા જાણે છે કે રાજીવ કપૂરને પોતાનું કોઈ સંતાન નહોતું. 2001 માં, રાજીવે આર્કિટેક્ટ આરતી સબરવાલ સાથે લગ્ન કર્યા. પરંતુ રાજીવ અને આરતીના લગ્નના ફક્ત બે વર્ષ પછી જ છૂટાછેડા થઈ ગયા.

છૂટાછેડા થયા પછી રાજીવ એકલા રહેતા હતા. તે તેના મોટા ભાઈ રણધીર કપૂર સાથે ચેમ્બુર સ્થિત તેમના ઘરે રહેતો હતો. રાજીવ કપૂર લાંબા સમયથી ફિલ્મોમાં પણ કામ કરી રહ્યો ન હતો. રાજીવની આવકનો મુખ્ય સ્રોત કપૂર પરિવારનો પારિવારિક વ્યવસાય હતો. રાજીવ કપૂર ફિલ્મી લાઈમ-લાઈટથી દૂર રહેતો હતો.

તેમના છેલ્લા દિવસોમાં, રાજીવ કપૂરે નિર્માતા-દિગ્દર્શક આશુતોષ ગોવારીકરની ફિલ્મ ‘તુલસીદાસ જુનિયર’ સાથે બોલિવૂડમાં કમબેક કરવાની તૈયારી કરી હતી. તેણે પોતાના ભાગનું શૂટિંગ પૂરું કર્યું હતું. આ ફિલ્મમાં સંજય દત્ત અને વરુણ બુદ્ધદેવ મુખ્ય ભૂમિકામાં છે.

આ અધૂરી ફિલ્મ સિવાય, રાજીવે છેલ્લે 1990 માં આવેલી ફિલ્મ જરીબમાં અભિનેતા તરીકે કામ કર્યું હતું. પોતાની ફિલ્મી કરિયરમાં રાજીવે માત્ર 13 ફિલ્મોમાં કામ કર્યું હતું. જે મોટે ભાગે ફ્લોપ થઈ હતી. તેમની કારકિર્દીની એકમાત્ર સુપરહિટ ફિલ્મ ‘રામ તેરી ગંગા મેલી’ હતી.

જ્યારે તેણે આર.કે.ના બેનર હેઠળ આ અબ લૌટ ચલે, પ્રેમ ગ્રંથ અને હિના ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. અભિનેતા તરીકે રાજીવ કપૂરે સફળતા મેળવી ન હતી પરંતુ તે મલ્ટી ટેલેન્ટે હતો. 1996 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘પ્રેમ ગ્રંથ’ અને 1999 માં રિલીઝ થયેલી ‘આ અબ લોટ ચલે’ પણ રાજીવ દ્વારા એડિટ કરવામાં આવી હતી. એટલું જ નહીં, તે ‘પ્રેમ ગ્રંથ’ ફિલ્મના ડિરેક્ટર પણ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here