વૈવાહિક જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે નાની નાની બાબતોનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. આજના સમયમાં વૈવાહિક જીવનમાં નાની નાની બાબતોને કારણે ઝઘડાઓ થતા હોય છે. ભગવાન રામ અને માતા સીતા વૈવાહિક જીવન માટે આદર્શ માનવામાં આવે છે. વૈવાહિક જીવનને મજબુત બનાવવા માટે ભગવાન રામ અને માતા સીતાના વિવાહિત જીવનમાંથી શીખી લેવી જોઈએ. ચાલો જાણીએ ભગવાન અને રામ અને સીતાનાં વિવાહિત જીવનમાંથી દરેક પતિ-પત્નીએ કઈ બાબતો શીખવી જોઈએ…
દરેક પરિસ્થતિમાં સાથ આપવો :- ભગવાન રામને જયારે વનવાસ થયો ત્યારે માતા સીતાએ પણ તેમની સાથે જવાનો નિર્ણય લીધો હતો. ભગવાન રામે માતા સીતાને મહેલમાં રહેવાની વિનંતી કરી, પરંતુ માતા સીતાએ ભગવાન રામ સાથે વનવાસમાં જવાનું નક્કી કર્યું. આપણે ભગવાન રામ અને માતા સીતાના વિવાહિત જીવનમાંથી શીખવું જોઈએ કે પતિ-પત્નીએ દરેક પરિસ્થિતિમાં એકબીજાને સાથ આપવો જોઈએ.
ત્યાગની ભાવના :- વૈવાહિક જીવનને મજબૂત બનાવવા માટે એકબીજાનો ત્યાગ કરવો પડે છે. માતા સીતાએ મહેલોનો ત્યાગ કરી ભગવાન રામ સાથે વનમાં રહેવાનું નક્કી કર્યું હતું. જો તમે પણ ઈચ્છો છો કે વૈવાહિક જીવન મજબૂત બને તો એક બીજા માટે બલિદાન આપતા શીખો..
નિસ્વાર્થ પ્રેમ :- ભગવાન રામ અને માતા સીતાના વિવાહિત જીવનમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ ન હતો. વિવાહિત જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે નિસ્વાર્થ પ્રેમ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. સાચો પ્રેમ તે છે જે નિસ્વાર્થભાવ કરવામાં આવે.
પ્રામાણિકતા :- સંબંધને મજબૂત બનાવવા માટે પ્રામાણિકતા હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. માતા સીતા અને ભગવાન રામના વૈવાહિક જીવનમાંથી, આપણે શીખવું જોઈએ કે કેવી રીતે એકબીજા પ્રત્યે પ્રામાણિક રહેવું જોઈએ. જો તમે સંબંધોને વધુ મજબૂત બનાવવા માંગતા હો, તો એકબીજા સાથે ઈમાનદારીપૂર્વક રહો.
વિશ્વાસ :- કોઈપણ સંબંધ વિશ્વાસથી જ ટકી શકે છે. જો તમે સંબંધોને મજબૂત કરવા માંગતા હો, તો એકબીજા પર વિશ્વાસ રાખો. માતા સીતાને ભગવાન રામ પ્રત્યે પૂર્ણ વિશ્વાસ હતો. જ્યારે રાવણે માતા સીતાનું અપહરણ કર્યુ હતું ત્યારે માતા સીતાએ હાર માની ન હતી, કારણ કે તેમને ભગવાન રામ પર પૂરો વિશ્વાસ હતો કે તે એક દિવસ રાવણનો અંત જરૂર કરશે અને મને અહીંથી લઈ જશે.