Homeધાર્મિકરાવણ કે કુંભકર્ણ નહીં, પણ આ હતો રામાયણનો સૌથી શક્તિશાળી રાક્ષસ...

રાવણ કે કુંભકર્ણ નહીં, પણ આ હતો રામાયણનો સૌથી શક્તિશાળી રાક્ષસ…

રામાયણ કાળમાં ભગવાન રામ, હનુમાન, રાવણ, બાલી અને કુંભકરણ જેવા મહાન યોદ્ધાઓ હતા. પરંતુ રામાયણના એક યોદ્ધા સૌથી શક્તિશાળી હતા. એકવાર અગસ્ત્ય મુનિ અયોધ્યા આવ્યા ત્યારે તેમણે ભગવાન શ્રી રામને કહ્યું કે, રાવણનો પુત્ર મેઘનાદ આ સંઘર્ષનો સૌથી શક્તિશાળી યોદ્ધા છે, એટલે કે શક્તિશાળી રાક્ષસ છે. ચાલો આપણે જાણીએ કે અગસ્ત્ય મુનિએ આવું  કેમ કહ્યું અને કોના હાથે મેઘનાથ મૃત્યુ પામ્યા હતા.

એમ કહેવાય છે કે, જ્યારે રાવણના ઘરે પુત્રનો જન્મ થયો ત્યારે તેના રડવાનો અવાજ વીજળીના અવાજ જેવો હતો. આ જ કારણ હતું કે રાવણે તેમના પુત્રનું નામ મેઘનાદ રાખ્યું, જેનો અર્થ થાય છે કે વાદળોમાં થતી વીજળી.

રાક્ષસોના મહાન ગુરુએ મેઘનાથની અંદર છુપાયેલા યોદ્ધાને માન્યતા આપી અને તેમને યુદ્ધની યુક્તિઓ શીખવી હતી. તેણે મેઘનાદને દેવ શસ્ત્રોનું જ્ઞાન પણ આપ્યું હતું, જેનાથી તે વધુ શક્તિશાળી બની ગયા હતા. મેઘનાદ એકમાત્ર એવા વીર હતા કે જેમની પાસે બ્રહ્માસ્ત્ર સહિત પશુપત્રાસ્ત્ર અને વૈષ્ણવાસ્ત્ર જેવા શસ્ત્રો હતા. આજ કારણથી તે રામની આખી સેના ઉપર ભારે હતો.

રાક્ષસો અને દેવ વચ્ચેની લડાઇમાં રાવણના પુત્ર મેઘનાદે એકલા ઇન્દ્રને હરાવ્યા હતા. ઇન્દ્રને પરાજિત કર્યા પછી, તે ઇન્દ્રને પોતાની સાથે બંધી બનાવી લાવ્યા હતા. બ્રહ્માને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે ઇન્દ્રને છોડાવવા માટે મેઘનાથને વરદાન આપવાનું કહ્યું.

ઇન્દ્રને મુક્ત કરવા માટે, મેઘનાદે બ્રહ્માજી પાસે અમર રહેવાનું વરદાન માગ્યું. બ્રહ્માએ આ વાતનો ઇનકાર કર્યો અને તેને યુદ્ધમાં ક્યારેય પરાજિત ન થવાનું વરદાન આપ્યું. બ્રહ્માએ મેઘનાથને કહ્યું કે કોઈ પણ યોદ્ધા તમને યુદ્ધમાં ક્યારેય હરાવી શકશે નહીં, પરંતુ દરેક યુદ્ધ પહેલાં, તેમણે પોતાની પર્થયાગિરા દેવી માટે યજ્ઞ કરવો પડશે. બ્રહ્માએ જ મેઘનાથનું નામ ઇન્દ્રજિત રાખ્યું હતું.

કુંભકરણની હત્યા થયા બાદ મેઘનાથે યુદ્ધના મેદાનમાં પગ મૂકતાંની સાથે જ હાહાકાર મચી ગયો હતો. પોતાના માયાવી શસ્ત્રોથી તેણે રામની આખી સેનાને પરાજિત કરી દીધી હતી. ભગવાન રામથી લઈને હનુમાન પણ મેઘનાથને રોકવામાં નિષ્ફળ રહ્યા હતા. યુદ્ધમાં મેઘનાથનો અંત બધાને અશક્ય લાગતો હતો.

રાવણના ભાઈ વિભીષણે ભગવાન રામને કહ્યું કે મેઘનાદ જ્યારે યજ્ઞ કરે છે, ત્યારે તેમની પાસે કોઈ શસ્ત્ર નથી હોતું. મેઘનાથને મારવાની આ જ સાચી તક છે. જો કે, આ યુક્તિ પણ કામ ન આવી અને મેઘનાદ બચીને જતા રહ્યા હતા. પછી યુદ્ધના મેદાનમાં, લક્ષ્મણ દ્વારા તેનો સર્વનાશ થયો.

અગસ્ત્ય મુનિએ રામને કહ્યું કે, ઇન્દ્રજિત રાવણ કરતાં પણ મહાન યોદ્ધા છે. માત્ર લક્ષ્મણ જ તેની હત્યા કરી શકે તેમ હતા. આ સાંભળીને રામ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારે અગસ્ત્યે કહ્યું કે, વરદાન આપતી વખતે બ્રહ્માએ મેઘનાથને કહ્યું હતું કે, તેમનો વધ ફક્ત એક યોદ્ધાના હાથમાં થઈ શકે છે જે 14 વર્ષ સુધી સૂતા ન હોય.

ભગવાન રામે પૂછ્યું ત્યારે લક્ષ્મણે કહ્યું કે વનવાસ સમયે 14 વર્ષ સુધી તે સુતા જ નથી. તે આખી રાત ધનુષ પર બાણ ચડાવી નજર રાખતા હતા. લક્ષ્મણે નિંદ્રા પર નિયંત્રણ રાખ્યું હતું. બ્રહ્માના મુખમાંથી નીકળતો અવાજ સંભવત લક્ષ્મણ માટે હતો, જેમના હાથે નિશ્ચિત મેઘનાદનો અંત હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments