Homeધાર્મિકઘરમાં રામાયણ ગ્રંથ રાખવાથી અને તેનું વાંચન કરવાથી ઘરની તમામ મુશ્કેલીઓ થાય...

ઘરમાં રામાયણ ગ્રંથ રાખવાથી અને તેનું વાંચન કરવાથી ઘરની તમામ મુશ્કેલીઓ થાય છે દૂર…

રામાયણમાં ભગવાન રામના ગુણગાન અને પ્રશંસા કરવામાં છે. જે ઘરમાં રામાયણ ગ્રંથને આદર પૂર્વક રાખવામાં આવે છે તેની પૂજા કરવામાં આવે છે ત્યાં કોઈ પણ જાતનો અભાવ રહેતો નથી. આ કળિયુગમાં રામ નામના જાપને ખૂબ જ લાભદાયક અને ચમત્કારિ માનવામાં આવે છે. નિયમિત રામાયણના પાઠ કરવાથી માનસિક શાંતિ મળે છે. જ્યાં રામાયણ રાખવામાં આવે છે, ત્યાં ભગવાન શ્રી રામની કૃપા હંમેશા રહે છે. રામાયણની દરેક ચૌપાઈ તમને લાભ આપે છે. રામાયણની ચોપાઈ ઘણા મંત્રના જાપ કરવા સમાન ફળ આપે છે. રામાયણ આપણને જીવન જીવવાની સાચી રીત જણાવે છે. તો ચાલો જાણીએ રામાયણ વાંચવાથી અને તેને ઘરે રાખવાથી ક્યાં લાભો થાય છે.

જે લોકોના ઘરમાં રામાયણ ગ્રંથ હોય છે, ત્યાં ક્યારેય અન્નની અછત થતી નથી. જો તમારા ઘરમાં રામાયણ ગ્રંથ છે, તો તમારે દરરોજ સાંજે શુદ્ધ દેશી ઘીનો દીવો કરવો જોઈએ. આનાથી તમારા ઘરમાં ક્યારેય અન્નની કમી આવતી છે. રામાયણ ગ્રંથની સામે દરરોજ ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરના સભ્યોને કોઈ પણ પ્રકારનો રોગ થતો નથી.

જે લોકોના ઘરમાં રામાયણ હોય છે. તેમના ઘરમાં હંમેશાં સુખ શાંતિનું વાતાવરણ રહે છે. ઘરમાં રામાયણ રાખવાથી ઘરના ઝગડાઓ અને દુ:ખનો અંત આવે છે. પરિવારમાં ખુશીઓ આવે છે, કોઈ પણ પ્રકારની દુર્ઘટ સર્જાતી નથી.

જે લોકો દર મહિને પૂનમના દિવસે રામાયણનો પાઠ કરાવે છે. તેમના ઘરમાં અકાળ મૃત્યુનો ભય રહેતો નથી. રામાયણના પાઠ કરવાથી માતા સીતા અને રામ બંનેની કૃપા રહે છે.

જે ઘરોમાં દરરોજ રામાયણનો પાઠ કરવામાં આવે છે ત્યાં કોઈ પણ પ્રકારની ગરીબી આવતી નથી. ભગવાન રામ વિષ્ણુજીનું સ્વરૂપ છે, જ્યારે માતા સીતા દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે. તેથી, રામાયણ વાંચવાથી સંપત્તિ અને સુખ આવે છે. દર અઠવાડિયે રામાયણનો પાઠ કરવાથી બાળકનો વિકાસ થાય છે.

રામાયણનો પાઠ કરવાથી ભગવાન રામની સાથે ભગવાન હનુમાનની કૃપા પણ રહે છે. જેના કારણે, ઘરમાં કોઈ નકારાત્મક શક્તિ આવતી નથી. વ્યક્તિને ભયથી છૂટકારો મળે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments