Homeધાર્મિકવનવાસ દરમિયાન શ્રી રામ, સીતા અને લક્ષ્મણ કેમ પહેરતા હતા પીળા રંગનાં...

વનવાસ દરમિયાન શ્રી રામ, સીતા અને લક્ષ્મણ કેમ પહેરતા હતા પીળા રંગનાં વસ્ત્રો.

ભારતમાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેમને રામાયણ અને ભગવાન શ્રી રામ વિશે ખબર ન હોય. હિન્દુ ધર્મમાં રામાયણને સૌથી પવિત્ર ગ્રંથ માનવામાં આવે છે. રામાયણમાં ભગવાન શ્રી રામની ગાથા લખેલી છે. જોકે, રામાયણથી સંબંધિત ઘણી બાબતોને આજે પણ ઘણા લોકો જાણતા નથી. આવો જ એક પ્રશ્ન કૌન બનેગા કરોડપતિની 12 મી સીઝનમાં પૂછવામાં આવ્યો હતો. સવાલ એ હતો કે, રાવણ દ્વારા અપહરણ દરમિયાન માતા સીતાએ ક્યા રંગના કપડાં પહેર્યા હતા?

રામાયણને લગતા આ સવાલનો જવાબ આપવામાં અસમર્થ, હોટ સીટ પર બેઠેલા સ્પર્ધકે સ્પર્ધા છોડવાનો નિર્ણય કર્યો. આ પ્રશ્નનો સાચો જવાબ પીળો રંગ છે. ભગવાન શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણજીએ આખા વનવાસ દરમિયાન ફક્ત પીળા રંગના કપડાં પહેર્યા હતા.

પીળા રંગના કપડાં પહેરવા પાછળ એક મોટું કારણ છે. ભગવાન શ્રી રામને 14 વર્ષ સુધી વનવાસમાં રહેવાનો આદેશ મળ્યા બાદ માતા સીતાએ પણ તેમની સાથે જવાનું નક્કી કર્યું હતું. વનવાસનો અર્થ એ છે કે, બધી મોહમાયા અને વૈભવનો ત્યાગ કરવો.

આવી સ્થિતિમાં ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણજીએ તેમના આભૂષણોથી લઈને રાજવી વસ્ત્રોનો પણ ત્યાગ કરી દીધો અને તેના બદલે પીળા રંગના કપડા પહેર્યા હતા.

સાધુ-સંતોમાં ગેરુ રંગના વસ્ત્રો પહેરવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે ગેરુ રંગના કપડાં સંસારનો ત્યાગ દર્શાવે છે. ગેરુ રંગના વસ્ત્રો પહેરવાનો અર્થ માત્ર ગૃહત્યાગ જ નથી, પરંતુ ગૃહસ્થ જીવનનો ત્યાગ કરવાનો છે. રામ અને સીતાએ સન્યાસ નહોતો લીધો પરંતુ તેઓ વચનબદ્ધ થઈને વનવાસ ગયા હતા, પરંતુ તેમણે ગેરુ રંગના વસ્ત્રોને બદલે પીળા રંગના વસ્ત્રો પહેર્યા હતા.

ભારતીય સંસ્કૃતિમાં ખાસ કરીને હિન્દુ ધર્મમાં કેસરી અને પીળા રંગનું ખાસ મહત્વ છે. ધાર્મિક અને મહત્વપૂર્ણ કાર્યોમાં, આ બંને રંગોનું મહત્વ બધા જ રંગો કરતા વધારે છે. એવું પણ માનવામાં આવે છે કે, કેસરી અને પીળો રંગ દેવતાઓને ખૂબ જ પ્રિય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments