શું ભગવાન શ્રી રામે માતા સીતાનો સાથ છોડી દીધો હતો, જાણો આ રસપ્રદ કહાની વિશે…

230

માતા સીતાને રાવણ લંકામાં લઈ ગયો હતો અને ત્યાર બાદ રામ તેને લંકામાંથી અયોધ્યામાં પાછા લાવ્યા હતા. જેના કારણે સમાજના એક વર્ગમાં માતા સીતા પ્રત્યે શંકા થતી હતી. સમાજના લોકો માનતા ન હતા કે માતા સીતા પહેલા જેવા જ પવિત્ર અને સતી છે. સમાજમાં એવી પણ પ્રચલિત માન્યતા છે કે સમાજ દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યાં તેના કારણે પોતાની પ્રતિષ્ઠા માટે માતા સીતાને ભગવાન રામે બચાવ્યા હતા.

કેટલાક લોકો કહે છે કે શું ખરેખર રામે સીતાને છોડી દીધા કે નહીં. તો કેટલાક લોકો એમ કહેતા હતા કે રામે નહીં  સીતાએ જ રામને છોડી દીધા છે. રામાનંદ સાગરની ઉત્તર રામાયણમાં પણ આવું જ કહેવામાં આવ્યું છે.

લંકામાં માતા સીતાને ઓળખી તેમના વ્યક્તિત્વની પ્રશંસા કરતી વખતે હનુમાનજીએ કહ્યું હતું કે- ‘દુષ્કરં કૃતવાન્ રામો હીનો યદનયા પ્રભુ: ધારયત્યાત્મનો દેહં ન શોકેનાવસીદતિ. યદિ નામ: સમુદ્રાન્તાં મેદિની પરિવર્તયેત્ત્ અસ્થા: કૃતે જગચ્ચાપિ યુક્ત મિત્યેવ મે મતિ:.’

આનો અર્થ એ છે કે સીતા વિના જીવિત રહીને રામે ખરેખર ખૂબ મોટી ભૂલ કરી છે. તેમના માટે જો સમુદ્રમાં જઈ પૃથ્વી પર પાછા તો પણ તે યોગ્ય નથી, ત્રિલોક્ય રાજ્ય સીતાની એક કળા સમાન પણ નથી.

વાલ્મિકી રામાયણમાં સીતા પરિત્યાગની કથા જોવા મળે છે. આ કથામાં ભગવાન શ્રી રામ સીતાનો ત્યાગ કરવા ઇચ્છતા નથી, પરંતુ તે આ વાત પર વિવશ થઈ જાય છે અને તેમના ભાઈઓને તેના મનની વ્યથા જણાવે છે કે નગરના લોકો સીતા અને મારા વિશે શું કહે છે. ત્યારબાદ રામ સીતા સાથે વાતચીત કરે છે. અને અંતે રામે આપેલાને આદેશથી  લક્ષ્મણ લક્ષ્મણ સીતાને ગંગા નદીના સામા કાંઠે તપોવન આવેલ વલ્મીકી આશ્રમમાં મુકવા જાય છે.

તપોવન પાસે પહોંચીને લક્ષ્મણે ખૂબ જ ઉત્સાહિત મન સાથે સીતાને કહ્યું – ‘માતા, હું તમને અહીંથી પાછા લઈ જઈ શકીશ નહીં, કારણ કે આ મારી આજ્ઞા છે.’ આટલું બોલીને લક્ષ્મણ પાછા અયોધ્યા જતા રહ્યા. તપોવનમાં વાલ્મિકી ઋષિએ તેના આશ્રમમાં માતા સીતાને એક સ્થાન આપ્યું. એ જ આશ્રમમાં માતા સીતાએ લવ અને કુશ નામના બે પુત્રોને જન્મ આપ્યો. લવ-કુશનો ઉછેર પણ આ આશ્રમમાં જ  થયો હતો.

જેના માટે રામ એક ક્ષણ પણ જીવી ન શકે અને જેના માટે તેમણે સૌથી મોટુ યુદ્ધ લડ્યું હોય, તેને  રામ કોઈ વ્યક્તિ કે સમાજના કહેવાથી છોડી શકે? રામને મહાન દેવ અને ભગવાન માનવામાં આવે છે. રામ કોઈ આવા સમાજ માટે સીતાને છોડી શકતા નથી. સીતા જતા રહે છે ત્યારે રામ પણ તેનું રાજપદ છોડીને નીચે જ સુતા હતા.’વાલ્મિકી રામાયણ’ એ રામ પર લખેલું પહેલું પુસ્તક છે.

Previous articleસ્ટીલ સીટીના નામથી ઓળખાય છે, ભારતનું આ સુંદર શહેર.
Next articleજો દેખાય આવા લક્ષણો તો શરીરમાં હોય શકે છે વિટામીન ડીની ઉણપ, આ વસ્તુથી ખાવાથી થશે ફાયદો.