બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહ આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે. અભિનેતા તેના આગામી શોને કારણે ઘણી ચર્ચામાં છે. ખરેખર, તે ટૂંક સમયમાં જ બેર ગ્રિલ્સ સાથે એડવેન્ચર શોમાં દેખાવાનો છે. આ પહેલા અક્ષય કુમાર, રજનીકાંત, અજય દેવગન અને વિકી કૌશલ જોવા મળી ચૂક્યા છે. જો કે આ વખતેનો શો ગત વખત કરતા ઘણો અલગ છે. આ વખતે આ શોમાં દર્શકો નક્કી કરશે કે આખી મુસાફરી દરમિયાન રણવીરને કેવા પ્રકારના કામ કરવા પડશે. આ નવા વેબ શોમાં રણવીર બેર ગ્રિલ્સ સાથે સર્બિયાના જંગલોમાં ફરતો જોવા મળશે. આ શો ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવા જઈ રહ્યો છે.
બોલિવૂડ અભિનેત્રી તબ્બુએ કર્યો ચોંકાવનારો ખુલાસો; હું આજે સિંગલ છુ તેનું કારણ બીજુ કોઈ નહિ પણ બોલિવૂડનો આ અભિનેતા છે..
રણવીર કીડા ખાતા જોવા મળ્યો
તાજેતરમાં Netflix દ્વારા રણવીરના આ શો સાથે સંબંધિત એક ક્લિપ શેર કરવામાં આવી છે. 30 સેકન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં રણવીર ડાઈનિંગ ટેબલ પર કીડા ખાતા જોવા મળે છે. બીજી તરફ, તે બેર ગ્રિલ્સ સાથે જંગલોમાં ફરતો પણ જોવા મળે છે. નેટફ્લિક્સે આ વીડિયો સાથે કેપ્શન પણ લખ્યું છે. નેટફ્લિક્સે લખ્યું, ‘મેનૂમાં શું છે? તમે મને કહો! તમે જ નક્કી કરશો કે રણવીર સિંહ શું ખાશે, ક્યાં જશે, કેવી રીતે સૂશે… બધું. ભારતનો પ્રથમ ઇન્ટરેક્ટિવ સ્પેશિયલ રણવીર Vs વાઇલ્ડ વિથ બેર ગ્રિલ્સ… 8 જૂનના રોજ માત્ર નેટફ્લિક્સ પર.
17 વર્ષ સુધી લિવ-ઈનમાં રહ્યા પછી, બોલિવૂડ સ્ટારે 54 વર્ષની ઉંમરે કર્યા લગ્ન, જુઓ તસવીરો…
લોકોએ આવી પ્રતિક્રિયાઓ આપી
આ વીડિયો સામે આવ્યા બાદ તેના પર લોકોની પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી છે. આ ક્લિપ પર લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘રણવીર, તું ખરેખર હિંમતવાન છે.’ બીજી તરફ, અન્ય એક યુઝરે લખ્યું, ‘રણવીર સર જી, આ નવા શો માટે તમને શુભકામનાઓ.’ આ સિવાય મોટાભાગના યુઝર્સ આ પોસ્ટ પર ફાયર ઈમોજી પોસ્ટ કરી રહ્યા છે.
4 દીકરીઓનો જન્મ થતાં પિતા ગુસ્સાથી લાલ થઈ ગયા, અને આજે એ જ દીકરીઓ બોલિવૂડમાં ધૂમ મચાવી રહી છે ધૂમ.
આ ફિલ્મોમાં રણવીર જોવા મળશે
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણવીર તાજેતરમાં જ ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’માં જોવા મળ્યો હતો. યશ રાજ પ્રોડક્શનની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ ના કરી શકી. ફિલ્મે ટિકિટ વિન્ડો પર માત્ર 15.59 કરોડનું કલેક્શન કર્યું હતું. આ સિવાય રણવીર તેના આગામી ઘણા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે. તે ટૂંક સમયમાં રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સર્કસ’માં જોવા મળશે. આ સિવાય તે શંકર સાથે ફિલ્મ ‘અનિયન’ની રિમેકમાં પણ કામ કરી રહ્યો છે. આ બે ફિલ્મો સિવાય તે કરણ જોહરની રોકી અને રાની કી પ્રેમ કહાનીમાં લીડ રોલમાં જોવા મળવાનો છે.