Homeજયોતિષ શાસ્ત્રરાશિ અનુસાર ભગવાન ભોલેનાથની આ રીતે પૂજા કરવાથી તમારી બધી મનોકામનાઓ થઈ...

રાશિ અનુસાર ભગવાન ભોલેનાથની આ રીતે પૂજા કરવાથી તમારી બધી મનોકામનાઓ થઈ જશે પૂર્ણ…

ભગવાન ભોલેનાથ એવા દેવતા છે કે, જેને ફક્ત જળ ચઢાવવાથી જ તે પ્રસન્ન થઈને તેમના ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. ભગવાન શિવની પૂજા-અર્ચના કરવાથી ઇચ્છિત ફળ પ્રાપ્ત થાય છે. તો જાણો કઈ રાશિના વ્યક્તિએ કેવી રીતે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ.

મેષ રાશિ :- 

આ રાશિના લોકોએ ભગવાન શિવને પાણીમાં ગોળ ઉમેરીને અર્પણ કરવો જોઈએ. આ ઉપરાંત ભગવાન શિવને લાલ ફૂલો ચઢાવવા જોઈએ. આમ કરવાથી આ રાશિના લોકોની બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે.

વૃષભ અને મિથુન રાશિ :- 

આ બંને રાશિના લોકોએ પાણીમાં દૂધ ઉમેરીને દર સોમવારે ભગવાન શિવને અભિષેક કરવો જોઈએ. દહીં, ચંદન અને સફેદ રંગના ફૂલો પણ ચઢાવો. આ કરવાથી પૈસા સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જશે.

કર્ક રાશિ :-

આ રાશિના લોકોએ ભગવાન શિવની આરાધના કરતી વખતે 108 વાર ‘ૐ નમઃ શિવાય મંત્ર’ નો જાપ કરવો જોઈએ. આનાથી જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળશે.

સિંહ રાશિ :- 

આ રાશિના લોકોએ ભગવાન શિવને જળ અને ચોખા અર્પણ કરવા જોઈએ અને દરરોજ સાંજે શિવ મંદિરમાં જઈને ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. મહામૃત્યુંંજય મંત્રનો જાપ 108 વાર કરવો જોઈએ. આ કરવાથી આ રાશિના લોકોની તમામ ઇચ્છાઓ પૂર્ણ થાય છે.

કન્યા રાશિ :-

આ રાશિના લોકોએ ભગવાન શિવને રોજ શેરડીનો રસ ચઢાવવો અને ભાંગનું પાન ચઢાવવું જોઈએ. આનાથી જીવનમાં આગળ વધવાની તકો મળે છે.

તુલા અને વૃષભ રાશિ :-

આ બંને રાશિના લોકોએ દર સોમવારે ભગવાન શિવને અત્તર સાથે મિશ્રિત જળ ચઢાવવું જોઈએ. આ કરવાથી ભગવાન શિવની કૃપા હંમેશા તમારા ઉપર રહેશે.

ધન રાશિ :-

દરરોજ ભગવાન શિવને કેસર યુક્ત દૂધથી અભિષેક કરવો જોઈએ. આ ઉપરાંત બિલ્લીપત્ર અને પીળા ફૂલો પણ ચઢાવા જોઈએ. આમ કરવાથી તેમની બધી ઇચ્છાઓને પૂર્ણ થાય છે.

મકર રાશિ :-

આ રાશિના લોકોએ સોમવારે ભગવાન શિવને જળમાં ઘઉં નાખી તેનાથી અભિષેક કરવો જોઇએ અને ઘઉંનું દાન પણ કરવું જોઈએ. આમ કરવાથી તમને અટવાયેલા પૈસા પાછા મળશે અને તમને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળશે.

કુંભ રાશિ :- 

આ રાશિના લોકોએ દરરોજ પાણીમાં સફેદ તલ નાખી અને તે ભગવાન શિવને અર્પણ કરવું જોઈએ. આ સાથે 11 વખત ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ.

મીન રાશિ :- 

આ રાશિના લોકોએ શિવલિંગ પર દરરોજ પાણીમાં દૂધ મિક્સ કરીને તેને ચઢાવવું જોઈએ. તેનાથી ભગવાન શિવના આશીર્વાદ હંમેશા આ રાશિના લોકો પર રહે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments