ટાટા જૂથના પૂર્વ અધ્યક્ષ રતન ટાટાએ ક્યારેય લગ્ન નથી કર્યા. પરંતુ એવું નથી કે રતન ટાટાને ક્યારેય કોઈની સાથે પ્રેમ નથી થયો. એક ઇન્ટરવ્યુમાં તેણે ખુદ પોતાની લવ લાઈફનો ઉલ્લેખ કર્યો હતો. તેના જીવનમાં, પ્રેમ એક નહીં પરંતુ ચાર વખત થયો હતો. પરંતુ મુશ્કેલ સમયમાં સંજોગો એવા સર્જાયા કે તેમનો પ્રેમ સંબંધ છૂટો પડી ગયો હતો. આ પછી, રતન ટાટાએ ક્યારેય લગ્ન વિશે ક્યારેય વિચાર્યું નહીં. ચાલો અમે તમને રતન ટાટાના 83 માં જન્મદિવસ પર તેમની લવ લાઇફ વિશે જણાવીશું.
દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર 1937 માં સુરતમાં થયો હતો. ટાટા જૂથના ભૂતપૂર્વ અધ્યક્ષએ પોતાની એક અલગ ઓળખ બનાવી હતી અને ટાટા ગ્રુપના અધ્યક્ષ સિવાય પણ એક ઉમદા માણસ તરીકે તેમણે વધુ સારી ઓળખ પ્રાપ્ત કરી છે. તેમણે ટાટા જૂથને નવી ઉચાઈ પર લઈ જવાનું કામ કર્યું. રતન ટાટાએ બિઝનેસ જગતમાં ઘણું નામ કમાયા પણ તેમના જીવનમાં પ્રેમની બાબતમાં તેઓ નિષ્ફળ સાબિત થયા.
એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં અપરિણીત ઉદ્યોગપતિ રતન ટાટાએ પણ તેમની લવ લાઈફ વિશે ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે તે પણ પ્રેમમાં હતા, પરંતુ તેઓ પોતાના પ્રેમ ને લગ્ન સુધી પહોંચાડી શક્યા નહીં.
ટાટાએ કહ્યું કે દૂર સુધીનું વિચારતા લાગે છે કે અપરિણીત રહેવું તેમના માટે સારું સાબિત થયું, કારણ કે જો તેણે લગ્ન કર્યા હોત તો પરિસ્થિતિ કદાચ ઘણી અલગ હોત.
તેણે કહ્યું, જો તમે પૂછો કે મેં ક્યારેય પ્રેમ કર્યો છે કે નહીં, તો હું તમને કહી દઉં કે હું ચાર વખત લગ્ન કરવા વિશે ગંભીર હતો અને દરેક વખતે કોઈ ને કોઈ ડરથી પીછેહઠ કરી હતી. તેમના પ્રેમકાળના દિવસો વિશે વાત કરતાં ટાટાએ કહ્યું હતું કે, “જ્યારે હું અમેરિકામાં કામ કરતો હતો ત્યારે હું લગ્ન ને લઈને સહુથી વધારે સિરિયસ થઇ ગયો હતો અને અમે માત્ર એટલા માટે લગ્ન નહોતા કરી શક્ય કે હું ભારત પાછો આવી ગયો હતો.”
રતન ટાટાની ગર્લફ્રેન્ડ ભારત આવવા નહોતી માંગતી અને તે જ સમયે, ભારત-ચીન યુદ્ધ પણ ફાટી નીકળ્યું. અંતે, તેની ગર્લફ્રેન્ડના લગ્ન અમેરિકામાં બીજા કોઈ સાથે થઈ ગયા હતા.
રતન ટાટાને જયારે પૂછવામાં આવ્યું કે, તે હજી પણ એજ શહેરમાં રહે છે ? તો રતન ટાટાએ હા કહી હતી, પરંતુ આ મામલે વધુ ખુલાસો કરવાનો ઇનકાર કર્યો હતો.
રતન ટાટાનો જન્મ સમૃદ્ધ પરિવારમાં થયો હતો પરંતુ તેમનું જીવન એટલું સરળ નહોતું. રતન ટાટા જ્યારે 7 વર્ષના હતા ત્યારે તેમના માતા-પિતા છૂટા થયા હતા. તેનો ઉછેર તેની દાદી દ્વારા કરવામાં આવ્યો હતો.
રતન ટાટાને કારનો ખૂબ શોખ છે. તેની દેખરેખ હેઠળ, ટાટા જૂથે લેન્ડ રોવર, જગુઆર, રેન્જરોવર જેવી દિગ્ગજ કંપનીઓ હસ્તગત કરી હતી. લાખ રૂપિયાની કાર ટાટા નેનોની ગિફ્ટ આપનાર રતન ટાટા જ હતા. રતન ટાટાને વિમાન ઉડવાનો અને પિયાનો વગાડવાનો પણ શોખ છે.
નિવૃત્તિ પછી ટાટાએ કહ્યું હતું કે હવે હું આખી જિંદગી મારા શોખ પૂરા કરવા માંગુ છું. હવે હું પિયાનો વગાડીશ અને મારા ઉડાનનો શોખ પૂરો કરીશ.
ભારત સરકારે રતન ટાટાને પદ્મ ભૂષણ (2000) અને પદ્મવિભૂષણ (2008) થી સન્માનિત કર્યા. આ એવોર્ડ્સ દેશનો ત્રીજો અને બીજો સર્વોચ્ચ નાગરિક સન્માન છે.