રતન ટાટાનો જવાબ નથી, હવામાં ખરાબ થઈ ગયું હતું પ્લેનનું એક એંજિન, છતાં પણ કર્યું સેફ લેડિંગ

154

રતન ટાટા ભારતના એક એવા ઉદ્યોગપતિ છે, જે ભારતના લાખો લોકો માટે પ્રેરણારૂપ છે. ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાના જીવનમાંથી દરેક વ્યક્તિ કંઈક ને કંઈક શીખી શકે છે. કંપનીને આકાશની ઉંચાઈઓથી આગળ લઈ જવાની હોય કે સમાજના નિરાધાર લોકોને મદદ કરવાની હોય, આ કંપની દરેક ક્ષેત્રમાં આગળ રહે છે.

રતન ટાટાના જીવનના તમામ નાના -મોટા કિસ્સાઓ સાંભળવા અને વાંચવા મળે છે. થોડા દિવસો પહેલા રતન ટાટાએ પિયાનો શીખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને લોકોની નજરમાં તેમના માટે આદર વધુ વધ્યો હતો. અપરિણીત રતન ટાટા ચાર વખત લગ્ન કરતા કરતા રહી ગયા હતા.

પાયલોટનું લાયસન્સ પણ છે

ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યમાં અગ્રણી એવા રતન ટાટા પાસે પાયલોટનું લાયસન્સ પણ છે અને બહુ ઓછા લોકો આ જાણે છે. જાણવા મળતી માહિતી અનુસાર, રતન ટાટાએ 17 વર્ષની ઉંમરે પાયલોટ લાયસન્સ મેળવ્યું હતું. વિમાનનું એન્જિન ફેલ થયું હોય અને રતન ટાટા એવા પ્લેનમાં હોય તેવું તેમની સાથે બે વખત બન્યું હતું.

રતન તાતાના શબ્દો માં: “પહેલી વાર મેં માત્ર સર્કિટ તાલીમ અને પ્લેન ઉતારવાની પ્રેક્ટિસ કરી હતી, જે ખુબજ સરળ હતી. બીજી વખત હું મારા ત્રણ સહાધ્યાયીઓ સાથે હતો. અમે કોર્નેલની આસપાસ ઉડાન ભરી રહ્યા હતા અને એરપોર્ટથી 9 માઇલ દૂર હતા અને અમે ખુબજ મુશ્કેલીથી પ્લેનને સલામત નિચે ઉતાર્યું હતું.”

કોલેજના દિવસોમાં હેલિકોપ્ટર ઉડતી વખતે પણ રતન ટાટા બચી ગયા હતા. રતન ટાટા સિંગલ એન્જિન હેલિકોપ્ટર ઉડાવી રહ્યા હતા અને તેના એન્જિનમાં થોડી ખામી હતી. રતન ટાટાએ કહ્યું કે હુ પાણી ઉપર ઉડી રહ્યો હતો અને પાણીના કાંઠે જમીન પર પ્લેનને ઉતાર્યું હતું.

Previous articleગમે એટલી પેટ પર જામેલી ચરબી હશે, આ એક આસન પાણીની જેમ ઉતારશે ચરબી
Next articleટ્રેનમાં સૂઈ રહેલા એક વ્યક્તિએ અચાનક સાંકળ ખેંચી દીધી અને કહ્યું કે આગળ પાટા ઉપર ક્રેક છે, જયારે લોકોએ જઈને જોયું તો મોઢામાં આંગળા નાખી ગયેલાં