રાતરાણીને ચંદ્રપ્રકાશ પણ કહેવાય છે. રાતરાણીના ફૂલોની સુગંધ દુર સુધી ફેલાય છે. તેના નાના નાના ફૂલો ગુચ્છમાં આવે છે અને રાત્રે ખીલે છે અને સવારે ભેગા થઇ જાય છે. તેથી તેને રાતરાણીનો છોડ કહેવામાં આવે છે. રાતરાણીનો છોડ એક ઘટાદાર ઝાડથી પણ આશરે 13 ફુટ સુધી વધી શકે છે. તેના પાંદડા લાંબા, સરળ અને સાંકડા છરીની જેમ ચળકતા હોય છે. રાતરાણીના ફૂલો લીલા અને સફેદ રંગના હોય છે.
1. રાતરાણીના ફૂલ વર્ષમાં 5 થી 6 વાર જ આવે છે. દર વખતે 7 થી 10 દિવસ સુધી તેમની સુગંધ ફેલાવે છે અને ખૂબ જ શાન્તીવાળું અને સુગંધિત વાતાવરણ બનાવે છે.
2. રાતરાણીના ફૂલોની સુગંધ સુંઘવાથી બધી જ મુશ્કેલીઓ દુર થાય છે. તમામ પ્રકારના દુખો દૂર થાય છે. સ્નાયુના રોગમાં રાતરાણીના છોડ અને તેનું ફૂલ ખૂબ જ ઉપયોગી છે. રાતરાણીના ફૂલની સુગંધથી બધી જ ચિંતા, ભય, ગભરાટ વગેરે દુર થાય છે. સુગંધમાં રાતરાણીના ફૂલને શ્રેષ્ઠ માનવામાં આવે છે.
3. રાતરાણી અને ચમેલીના ફૂલથી સ્ત્રીઓ ફૂલોની માળા બનાવે છે જેને માથામાં લગાવવામાં આવે છે. ફૂલની માળા માથામાં લગાવવાથી સ્ત્રીઓનું મન હંમેશા ખુશ રહે છે.
4. રાતરાણીના ફૂલોથી સુગંધિત અત્તર પણ બનાવવામાં આવે છે. માનસિક તાણ દૂર કરવા માટે અને સારા સ્વાસ્થ્ય માટે તમારા બેડરૂમમાં અને નાહવા માટે પણ રાતરાણીના ફૂલનો ઉપયોગ કરવો જોઈએ. રાતરાણીના અત્તરની સુગંધ લેવાથી મગજનો દુખાવો દુર થાય છે. સવારે રાતરાણીના ફૂલોના સુગંધિત પાણીથી સ્નાન કરો. જેનાથી શરીરમાં તાજગી રહેશે અને પરસેવાની દુર્ગંધથી પણ છૂટકારો મળે છે .
5. રાતરાણીના ફૂલની સુગંધથી મન અને મગજ પર ઊંડી અસર થાય છે જેનાથી તમારી વિચારસરણી બદલાય છે.