દરેક ધર્મની પોતાની રીત-રીત જુદી જુદી વસ્તુઓ હોય છે. આમાં સારી અને ખરાબ બંને બાબતો કહેવામા આવી છે. જે ઘણા માણસો સાથે જોડાયેલ હોય છે અને ઘણા પ્રાણીઓ સાથે જોડાયેલા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે રાત્રે કૂતરાના રડવાનો સંકેત શુ છે? અને તેઓ રાત્રે કેમ રડે છે? સામાન્ય રીતે રાત્રે આપણે કૂતરાના રડવાનો અવાજ સાંભળીએ છીએ. ઘણીવાર આપણે તેમને તે સ્થાનથી દૂર કરીએ છીએ જેથી રડવાનો અવાજ આપણા સુધી ન પહોંચે. ચાલો તમને આની પાછળનુ વાસ્તવિક કારણ જણાવીએ.
જો આપણે રાતના સમયે રડતા કૂતરાઓના જ્યોતિષીય પરિપ્રેક્ષ્ય વિશે વાત કરીએ તો આ પ્રમાણે કુતરાઓ રાત્રે એટલા માટે રડે છે કારણ કે તેઓ પોતાની આસપાસ આત્માઓ જુએ છે. તેથી જ તેઓ રડે છે અને બૂમ પાડે છે. જો આપણે વિજ્ઞાનની વાત કરીએ તો તેની પાછળ ઘણા કારણો છે.
પ્રથમ કારણ મુજબ કૂતરાઓ ત્યારે જ આ કરે છે જ્યારે તેમને પોતાના બાકીના સાથીઓને સંદેશ આપવો પહોચાડવો હોય. આ વિશેષ અવાજ દ્વારા તે હંમેશાં તેના બાકીના સાથીદારોને પોતાની જગ્યા વિશે કહે છે જેથી તેઓ ત્યાં સુધી સરળતાથી પહોંચી શકે.
કેટલાક વૈજ્ઞાનિકો એવુ પણ માને છે કે તેઓ દુ;ખમાં હોય ત્યારે પણ રડે છે. પોતાની વ્યથા વ્યક્ત કરવાની આ એક વિશેષ રીત છે. કૂતરો એક પ્રાણી છે જે મનુષ્ય સાથે ભળી જવાનુ પસંદ કરે છે. તેમને એકલતા પસંદ નથી. જ્યારે પણ તેઓ ઘરે અથવા બહાર એકલા હોય છે ત્યારે તેઓ એકલતા અનુભવે છે. આ કારણે તેઓ રડે છે અને ભસે છે.