સ્વસ્થ રહેવા માટે લોકો તંદુરસ્ત આહાર લે છે, કસરત કરે છે, પરંતુ સારા સ્વાસ્થ્ય માટે આ પૂરતું નથી. આપણી કેટલીક ખરાબ આદતો આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. સૂતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, નહીં તો આ આદતો તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. આ કાર્યો કરવાથી તમે યોગ્ય રીતે ઉંઘ લઈ શકતા નથી. યોગ્ય રીતે ઉંઘ ન લેવી એ આપણા સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે, તેથી કેટલીક બાબતો સૂતા પહેલા ન કરવી જોઈએ. ચાલો આપણે જાણીએ કે તે કઈ આદતો છે જે આપણા સ્વાસ્થ્યને અસર કરે છે…
લોકો સવારે દાંત સાફ કરે છે, પરંતુ સૂતા પહેલા દાંત સાફ કરતા નથી. રાત્રિભોજન કર્યા બાદ બ્રશ કરવું જ જોઇએ. જો તમે રાત્રે સુતા પહેલા બ્રશ નહીં કરો તો ખોરાકના કણો તમારા દાંતમાં રહી જાય છે, જેના કારણે તમારા દાંત અને પેઢાને નુકસાન થાય છે. અને દાંત ઝલ્દી સડી જાય છે.
કેટલાક લોકોને રાત્રે સૂતા પહેલા કંઇક ખાવાની ટેવ હોય છે, પરંતુ મોડી રાત્રે બિસ્કીટ, નાસ્તો વગેરે ન ખાવું જોઈએ. યુનિવર્સિટી ઓફ મેક્સિકોમાં કરવામાં આવેલા એક સંશોધન મુજબ, મોડી રાત્રે ખાવાથી હૃદય સંબંધિત રોગો અને ડાયાબિટીઝનું જોખમ વધે જાય છે.
હંમેશા હાથ, પગ અને મોં ધોઈને જ સૂવું જોઈએ. હાથ, પગ અને મોં ધોયા વગર સૂવાથી આપણા હાથ અને પગ રહેલા બેક્ટેરિયા પથારીમાં જાય છે. આનાથી આપણા સ્વાસ્થ્યને નુકસાન થાય છે. રાત્રે ચહેરો ધોયા વિના સૂઈ જવાથી ચહેરા પરની ધૂળ રહે છે, જે આપણી ત્વચાને નુકસાન પહોંચાડે છે.