જો તમે બે સિમનો ઉપયોગ કરો છો અને એક સિમ માત્ર ઇનકમિંગ માટે જ રાખવા માંગો છો, તો તમે તેના રિચાર્જ પર વધુ ખર્ચ કરવા માંગતા નથી. અમારી પાસે તમારા માટે એક યોજના છે. જેમાં આખા વર્ષ માટે તમારે માત્ર 228 રૂપિયાનું રિચાર્જ કરવું પડશે. આ બીએસએનએલનો પ્લાન છે અને જો તમારી પાસે બીજી કંપની નું સિમ કાર્ડ છે તો ટ્રાન્સફર કરાવીને bsnl ના આ પ્લાન નો લાભ લઇ શકો છો.
BSNL એ રૂ.19 ની કિંમતનો પ્લાન લોન્ચ કર્યો છે. 19 રૂપિયાના રિચાર્જ પર 30 દિવસની વેલિડિટી મળશે. જો તમે તમારું સિમ કાર્ડ 12 મહિના સુધી એક્ટિવ રાખવા માંગો છો, તો તમારે 19 X 12 એટલે કે 228 રૂપિયા ખર્ચવા પડશે. આ રિચાર્જ પ્લાનમાં તમને તમામ સુવિધાઓ મળશે. વપરાશકર્તા 20 પૈસા પ્રતિ મિનિટના દરે નેટ અથવા ઑફ નેટ પર કૉલ કરી શકે છે.
જો કે, આ રિચાર્જ તમામ રાજ્યોમાં માન્ય નથી. તેથી, વપરાશકર્તાઓએ રિચાર્જ કરતા પહેલા જાણી લેવું જોઈએ કે આ ક્યાં ક્યાં રાજ્ય માં પ્લાન ચાલે છે તે. યુઝર્સને 19 રૂપિયાના રિચાર્જ પર 3જી સર્વિસ મળશે. આમાં તમને 4G સેવા નહીં મળે. તમને જણાવી દઈએ કે, અન્ય સર્વિસ પ્રોવાઈડર્સ સિમને એક્ટિવ રાખવા માટે દર મહિને ઓછામાં ઓછા 50 થી 150 રૂપિયાનો પ્લાન ઓફર કરી રહ્યા છે.