Homeખબરભારતનું 'લાલ સોનું' મેળવા ચીન મારી રહ્યું છે હવાતિયા, આખી દુનિયામાં છે...

ભારતનું ‘લાલ સોનું’ મેળવા ચીન મારી રહ્યું છે હવાતિયા, આખી દુનિયામાં છે જબરી માંગ…

આપણે ચંદનના લાકડા વિશે ઘણી વાતો સાંભળીએ છીએ અને કરીએ છીએ. તેનું મૂલ્ય, વિશેષતા, ધાર્મિક મહત્વ, વ્યાપારી મહત્વ તેમજ પરંપરા. પરંતુ, શું તમે ‘લાલ ચંદન’ વિશે જાણો છો. તેને લાલ સોનું પણ કહેવામાં આવે છે. વર્ષો પહેલા આવા જ ચંદનના ઝાડના જંગલ પર સત્તા મેળવા તમિળનાડુ અને આંધ્રપ્રદેશની સરહદ પર શેષાચલમમાં ભયંકર યુદ્ધ થયું હતું અને ઘણા લોકો જીવ ગુમાવ્યા હતા.

લાલ ચંદન, લાલ રંગનું હોય છે. એવું કહેવામાં આવે છે કે લાલ ચંદનનો વધુ ઉપયોગ કરનારા લોકો ધર્મ અને ધાર્મિક વિધી દ્વારા મેળવાતી શકિતમાં વિશ્વાસ રાખે છે. જ્યારે વૈષ્ણવ લોકો પીળા ચંદનનો ઉપયોગ કરે છે. આખા વિશ્વમાં ચંદનની 16 પ્રજાતિઓ છે. સેન્ટાલમ આલ્બમની જાતિઓ સૌથી સુગંધિત અને ઔષધીય છે.

લાલ ચંદનનું વૈજ્ઞાનિક નામ ટેરોકાર્પસ સેન્ટનસ છે. તેનું લાકડું લાલ છે. તેમાં સફેદ ચંદન જેવી સુગંધ નથી હોતી અને તેનો ઉપયોગ દવાઓ, અત્તર, પૂજા, ફર્નિચર અને ડેકોરેશનની વસ્તુઓ બનાવવામાં કરવામાં થાય છે. ઘણા લોકો તેનો ઉપયોગ કુદરતી રંગો અને આલ્કોહોલ બનાવવા માટે પણ કરે છે.

લાલ ચંદનનાં વૃક્ષો મુખ્યત્વે તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં જોવા મળે છે. તેમાં પણ, તેઓ ચાર જિલ્લાઓ ચિતૂર, કડપા, કુર્નૂલ અને નેલ્લોરમાં ફેલાયેલા શેષાચલમની ટેકરીમાં વિપુલ પ્રમાણમાં ઉગે છે. તેના ઝાડની સરેરાશ ઉચાઇ 8 થી 11 મીટર હોય છે. એવું માનવામાં આવે છે કે તેની લાકડાની ઘનતા વધારે હોય છે.

આંતરરાષ્ટ્રીય બજારોમાં લાલ ચંદનની માંગ વધુ છે. આવી સ્થિતિમાં, લાલ ચંદનના વૃક્ષોનું રક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખાસ વાત એ છે કે તેની ઓળખને લઈને પણ ખૂબ સાવચેતી રાખવામાં આવે છે. તેની સૌથી મોટી ઓળખ તેની ઘનતા છે, જેના કારણે તે પાણીમાં ઝડપથી ડૂબી જાય છે.

કિંમત વધુ અને માંગ તેના કરતા પણ વધુ, સાથે ઓછા ઉત્પાદનને કારણે તેની ખૂબ મોટી સંખ્યામાં દાણચોરી થાય છે. આવી સ્થિતિમાં, શેષાચલમની ટેકરીઓની સુરક્ષા ખૂબ જ મહત્વપૂર્ણ છે. અહીં દાણચોરી કરવા બદલ તેને 11 વર્ષની સજા ફટકારવામાં આવી છે.

આંધ્રપ્રદેશ વન વિભાગની વેબસાઇટ અનુસાર, જ્યારે સરકાર હરાજી કરે છે ત્યારે હરાજીમાં ચીન, જાપાન, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, સંયુક્ત આરબ અમીરાત અને કેટલાક પશ્ચિમી દેશોના 400 જેટલા વેપારીઓ હરાજીમાં બોલી લગાવે છે. તેમાં 150 જેટલા ચીનના વેપારીઓ હોય છે.

ચૌદમી-સત્તરમી સદીની વચ્ચે ચીનમાં શાસન કરનારા મિંગ રાજવંશમાં તેની ઘણી માંગ હતી. તે જ સમયે જાપાનમાં પણ તેની ઘણી માંગ હતી. ત્યાં લગ્નના સમયે આપવામાં આવતા પરંપરાગત સાધન શમિશેન બનાવવા માટે લાલ ચંદનનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ, આ પરંપરા ધીમે ધીમે સમાપ્ત થઈ રહી છે.

લાલ ચંદનની દાણચોરી માર્ગ, પાણી અને હવા દ્વારા કરવામાં આવે છે. કેટલાક તસ્કરો પકડાવાના ડરથી ઘણી વખત પાવડરના રૂપમાં પણ દાણચોરી કરે છે. ફર્નિચર, દવા અને પરંપરાગત સાધનો બનાવવા માટે લાલ ચંદનની ઘણી ખરીદી અને વેચાણ થાય છે.

લાલ ચંદનની ખેતી તમામ પ્રકારની જમીનમાં કરી શકાય છે. પરંતુ, રેતાળ જમીનમાં, પીળી માટી, લાલ માટી, કાળી દાણાદાર માટીમાં, તેના ઝાડ વધુ સારા થાય છે. તેની ખેતી તે જગ્યાએ થઈ શકતી નથી કે જે ખેતરમાં પાણીનો ભરાવો રહેતો હોય.

સરકારના આદેશ અનુસાર રોપણી કર્યા પછી અને 12 વર્ષ પહેલાં ચંદન કાપી શકાશે નહીં. 2002 માં, સરકારે આ વૃક્ષના વાવેતર પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કે, 2012 માં ફરીથી મંજૂરી આપવામાં આવી હતી. સરકારે હવે સ્પષ્ટ કહ્યું છે કે જો સરકાર અથવા કાયદો ચોરી કરનાર અને તેની મદદ કરનાર લોકોને બચાવશે નહીં. લાલ ચંદનની ખેતી કરતા ખેડુતોએ તેમના ખેતરની સલામતીની જવાબદારી જાતે લેવાની રહેશે. આ વૃક્ષને કાપવા વન વિભાગની પરવાનગી લેવાની રહેશે. વન વિભાગ તેનું લાકડું વેચે છે અને તમને પૈસા આપે છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો અમારું ફેસબુક પેજને લાઈક જરૂર કરજો અને દેશ-દુનિયાના દરેક સમાચાર તમારા મોબાઈલમાં મેળવા માટે લાઈક કરો આપણું આ પેજ…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments