રાજ કપૂરની મોટી પુત્રી રીતુ નંદા ખૂબ જ સુંદર હતી પણ બોલિવૂડમાં કામ ન કરી શકી, જુઓ દુર્લભ તસવીરો

5929

રીતુ એકદમ સુંદર હતી, તેના પરિવારના બધા પુરુષો ફિલ્મોમાં કામ કરતા હતા પણ કપૂર પરિવારમાં છોકરીઓને ફિલ્મોમાં કામ કરવાની છૂટ નહોતી, તેથી બોલીવુડમાં કારકિર્દી ન બનાવીને તેણે લગ્ન કરી લીધાં હતા.

રાજ કપૂરની પુત્રી અને અમિતાભ બચ્ચનની વેવાણ એવી રીતુ નંદા લાંબા સમયથી કેન્સરથી પીડાઈ રહી હતી. 2013 માં તેમને કેન્સર હોવાનું નિદાન થયું હતું. તેની સારવાર ઘણા વર્ષોથી અમેરિકામાં પણ કરવામાં આવી હતી. 7 વર્ષ સુધી તે આ જીવલેણ રોગ સાથે યુદ્ધ લડી પરંતુ અંતે હારી ગઈ હતી.

71 વર્ષની ઉંમરે, રિતુએ 14 જાન્યુઆરી 2020 ના રોજ વિશ્વને અલવિદા કહ્યું. કપૂર પરિવારની મોટી પુત્રીની પહેલી પુણ્યતિથિએ નીતુ કપૂરે તેની નણંદ રીતુ નંદાને શ્રદ્ધાંજલિ આપી હતી. ઈન્સ્ટાગ્રામમાં ર્સ્ટોરી પોસ્ટ કરીને લખ્યું, રીતુ, હું તમને ખૂબ યાદ કરું છું. તમને હંમેશ માટે યાદ કરવામાં આવશે.

કરિશ્મા કપૂરે પણ તેની મોટી ફઈ રિતુ નંદાને તેમની પ્રથમ પુણ્યતિથિ પર પણ યાદ કરી છે. અને એક ફોટો શેર કરી હતી, આ તસવીર તે છે જ્યારે તે ગયા વર્ષે 30 ઓક્ટોબરના રોજ તેની આ મોટી ફઈનો જન્મદિવસની ઉજવણી માટે દિલ્હી આવી હતી.

રીતુ નંદાનું દિલ્હીમાં અવસાન થયું હતું. તેના અંતિમ સંસ્કાર પર કપૂર અને બચ્ચન પરિવારો દિલ્હી પહોંચ્યા હતા. રીતુ નંદા શોમેન રાજ કપૂરની બીજી સંતાન હતી. રાજ કપૂરના પાંચ બાળકોમાં તે તેમને ખૂબ પ્રિય હતી. રીતુ નંદાનો જન્મ 30 ઓક્ટોબર 1948 માં થયો હતો, જ્યારે રણધીર કપૂર તેમના કરતા એક વર્ષ મોટો છે.

રીતુ એકદમ સુંદર હતી, તેના પરિવારના બધા પુરુષો ફિલ્મોમાં કામ કરતા હતા પણ કપૂર પરિવારમાં છોકરીઓને ફિલ્મોમાં કામ કરવાની છૂટ નહોતી, તેથી બોલીવુડમાં કારકિર્દી ન બનાવીને અને તેણે લગ્ન કરી લીધાં હતા.

એવું કહેવામાં આવે છે કે રીતુ નંદાના લગ્ન રાજીવ ગાંધી સાથે નક્કી થયા હતા. પત્રકાર રશીદ કિદવાઈનું પુસ્તક ‘લીડર એક્ટર: બોલીવુડ સ્ટાર પાવર ઇન ઈન્ડિયન પોલિટિક્સ’ કહે છે કે દેશના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને દિગ્ગજ અભિનેતા પૃથ્વીરાજ કપૂર વચ્ચે ગાઢ મિત્રતા હતી.

ઈંદિરા ગાંધી આ મિત્રતાને સંબંધમાં પરિવર્તિત કરવા માંગતી હતી અને તેથી જ તેઓ રાજ કપૂરની પુત્રી રીતુને પુત્રવધૂ બનાવવાની ઇચ્છા રાખી હતી. રીતુ કપૂર પણ ખૂબ જ સુંદર, શિક્ષિત મહિલા હતી.

પરંતુ ઇન્દિરા તેમના પુત્ર રાજીવને કહે અથવા રિતુનો ઉલ્લેખ કરે તે પહેલાં રાજીવ ગાંધીએ માતા ઈંદિરાને પોતાના હૃદયની વાત કહી હતી અને આવી સ્થિતિમાં કપૂર અને ગાંધી પરિવાર વચ્ચેના મિત્રતાના સંબંધો, આગળ વધીને વેવાય-વેવાણ સુધી પહોંચી શકાયા નહીં.

તેણે 1969 માં દિલ્હીના ઉદ્યોગપતિ રાજન નંદા સાથે લગ્ન કર્યા હતા. રાજન નંદા પ્રતિષ્ઠિત સુરક્ષા એજન્સી એસ્કોટ ગ્રુપનો માલિક હતો. રીતુને બે બાળકો, એક પુત્ર અને એક પુત્રી છે. પુત્રનું નામ નિખિલ નંદા અને પુત્રીનું નામ નતાશા નંદા છે.

તેમના પુત્ર નિખિલ નંદાના લગ્ન 1997 માં શ્વેતા બચ્ચન સાથે થયા હતા. નિખિલ અને શ્વેતાને બે બાળકો નવ્યા નંદા અને અગસ્ત્ય નંદા છે.

રિતુ જીવન વીમા નિગમ સાથે સંકળાયેલી હતી. જીવન વીમામાં તે ખૂબ મોટું નામ હતું. એક જ દિવસમાં તેના નામે 17 હજાર પેન્શન પોલિસી વેચવાનો ગિનીસ બુકમાં રેકોર્ડ છે.

1980 માં જ્યારે રિતુ વીમા એજન્ટ બની, ત્યારે આ તે બીજી વખત હતી જ્યારે તેણે કોઈ વ્યવસાયમાં પ્રવેશ કર્યો હતો. અગાઉ, તેમની નિકિતાશા નામની કિચન ઉપકરણ બનાવતી કંપની બનાવી હતી પણ એ ખૂબ સફળ નહોતી થઈ. રીતુનો આખો પરિવાર મુંબઈમાં રહેતો હતો પરંતુ તે દિલ્હીમાં રહેતી હતી.

કપૂર પરિવારમાં રીતુ નંદાનું ખૂબ માન હતું. તેના મોતથી પરિવારજનોમાં ભારે આઘાત લાગ્યો હતો. છેલ્લાં બે વર્ષમાં કપૂર પરિવારના ત્રણ સભ્યોનાં મોત નીપજ્યાં છે.

પહેલા રાજ કપૂરની પત્ની કૃષ્ણ રાજ કપૂરનું નિધન થયું, ત્યારબાદ રિતુ નંદાનું 2020 માં અવસાન થયું અને ઋષિ કપૂર મોટી બહેનના અવસાન પછી સાડા ત્રણ મહિના પછી અવસાન પામ્યા હતા.

Previous articleહાથની રેખાઓમાં છે ‘X’ ની નિશાની તો તેમાં છુપાયેલું છે તમારા જીવનનું અદભુત રહસ્ય…
Next articleશું તમે સ્ત્રીઓને લગતી અત્યંત ગુપ્ત વાત વિશે જાણો છો? જાણો તુલસીદાસે કરેલી આ વાત…