રોગોને દૂર કરવા માટે, આ વસ્તુઓમાંથી બનાવેલ ઉકાળો પીવાથી સ્વાસ્થ્યને થશે ફાયદો..

265

ઉકાળો એ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. પહેલાના સમયમાં, ઋતુઓ બદલાતા શરદી અને તાવ આવતા લોકો ઘરે ઉકાળો બનાવતા અને પીતા હતા. ઉકાળો બનાવવા માટે ઘરના મસાલાઓનો જ ઉપયોગ કરવામાં આવે છે જે ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. આ ઉકાળોને પીવાથી રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે, જેનાથી આપણા શરીરને રોગો સામે રક્ષણ આપે છે. આ ઉકાળાને સરળતાથી ઘરે બનાવી શકાય છે.

તજ એક એવો મસાલો છે જેમા ભીની સુગંધ આવે છે. તજને સામાન્ય રીતે મસાલા તરીકે જ ઉપયોગમાં લેવામા આવે છે, પરંતુ તેના ગુણધર્મોને કારણે તે એક દવાની જેમ કામ કરે છે. અડઘી ચમચી તજના પાવડરને એક ગ્લાસ પાણીમાં નાખી તેને ઉકાળો.

જ્યારે પાણી બરાબર ઉકળી જાય ત્યારે તેને થોડીવાર માટે ઠંડુ કરવા મૂકવું, ત્યારબાદ તેમાં મધ નાખીને તેને પીવું જોઈએ, તેનાથી શરદીથી રાહત મળે છે. તજનું સેવન કરવાથી તે હ્રદયના રોગથી પણ રાહત આપે છે. તે કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે.

જો ગળામાં દુ: ખાવો, ખાંસી, શરદી હોય તો લવિંગને થોડા પીસીને તેમાં કાળા મરી, આદુ અને ગોળ નાખીને પાણીમાં ઉકાળો. તેમાં થોડા તુલસીના પાનને પણ નાખો. જ્યારે પાણી ઉકળી જાય ત્યારે તેને ગરમ જ પી લેવું જોઈએ. જેનાથી રોગ દૂર થાય છે.

એક કપ પાણીમાં એક ચમચી મરી અને ચાર ચમચી લીંબુનો રસ નાખીને તેને ઉકાળો. તેને રોજ સવારે ખાલી પેટ પીવાથી પેટની ચરબી ઓછી થાય છે, અને શરદીને પણ મટાડે છે.

અજમા પેટની સબંધિત સમસ્યાઓમાં ફાયદાકારક છે. જો તમને પેટની સમસ્યા હોય તો એક ગ્લાસ પાણીને ઉકાળો. પાણી ઝડપથી ઉકળી જાય ત્યારે તેમાં અડધી ચમચી અજમા અને ગોળ નાખીને અડધું પાણી બાળી જાય ત્યાં સુધી તેને ઉકાળો. આ ઉકાળાને ઠંડો પીવાથી પાચનક્રિયા મજબૂત બને છે.

મસાલાઓ ખૂબ જ ગરમ હોય છે, તેથી વધુ પડતા ઉકાળાનું સેવન પણ કરવું ન કરવું. વધારે સેવન કરવાથી પેટના દુખાવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. જો તમને કોઈ પણ પ્રકારનો રોગ હોય તો ડોકટરની સલાહથી આ ઉકાળાનું સેવન કરવું જોઈએ.

Previous articleજાણો, અધિક મહિનામાં શું કરવું અને શું ન કરવું જોઈએ.
Next articleઔષધીય ગુણોથી ભરપૂર લીમડો સ્વાસ્થય માટે છે ખુબ જ ફાયદાકારક…