રસ્તાઓ પર સફેદ અને પીળા રંગના પટ્ટાઓ શા માટે બનાવવામાં આવે છે? જાણો શું છે તેનો અર્થ…

જાણવા જેવું

રસ્તા પર ચાલતી વખતે, તમે તેના પર દોરેલા પટ્ટાઓ જોયા જ હશે. આ પટ્ટાઓ પીળા કે સફેદ રંગના હોય છે. કેટલીકવાર તેઓ સીધી લીટીમાં હોય છે અને ક્યારેક ટુકડાઓમાં. આના વિષે તમને એમ થતું હશે કે આ લાઇનો રસ્તાને બે ભાગમાં વહેંચવા માટે દોરવામાં આવતી હશે, તો તમારી આ વાત બિલકુલ સાચી છે. પરંતુ આ લાઈનો માત્ર રસ્તોને બે ભાગમાં વહેંચવા માટે જ નથી દોરવામાં આવતી, પરંતુ તેનો બીજો પણ અર્થ છે, જેને જાણીને તમે પણ કહેશો કે, આ તો અમે જાણતા જ નહોતા.

રસ્તા પરની સફેદ લીટીઓનો અર્થ એ છે કે, તમે જે લાઈનમાં ચાલો છો તેમાં જ ચાલો. બીજી લાઈનમાં જવું નહીં. રસ્તા પરના તૂટેલા સફેદ પટ્ટાનો અર્થ એ છે કે, તમે એક સાઇડમાંથી બીજી સાઈડમાં જઈ શકો છો, પરંતુ સાવધાનીથી અને અન્ય વાહનનોને ઈંડીકેટર લાઈટ બતાવી.

જો તમને રસ્તા પર કોઈ સીધી પીળી લાઇન દેખાય, તો સમજો કે, તમે અન્ય વાહનોની આગળ નીકળી શકો છો, પરંતુ પીળી લાઇનને ક્રોસ કરી શકતા નથી. જો કે, અલગ-અલગ રાજ્યમાં આનો અર્થ અલગ હોય છે. ઉદાહરણ તરીકે, તેલંગાણામાં રસ્તા પર પીળી લાઇનનો અર્થ એ છે કે, તમે લાઇનની અંદર રહીને અન્ય વાહનની આગળ નીકળી શકતા નથી.

રસ્તા પરની આ બે સીધી પીળી લાઇનનો અર્થ એ છે કે, તમે તમારી પોતાની લેનમાં ચાલો, લાઇનને ઓળંગશો નહીં અને તેને ક્રોસ કરશો નહીં. જો તમને રસ્તા પર પીળી લાઇન દેખાય, પરંતુ તે ટુકડાઓમાં વિભાજીત હોય, તો સમજો કે તમે રસ્તાને ઓળગી શકો છો, પરંતુ સાવધાની સાથે.

કેટલીકવાર તમે જોયું હશે કે એક સીધી પીળી પટ્ટી અને એક ટુકડાઓ વાળી પટ્ટી બન્ને સાથે જ હોય છે. આનો અર્થ એ છે કે, જો તમે તૂટેલી પીળી લાઇન તરફ વાહન ચલાવતા હો તો તમે આગળ નીકળી શકો છો, પરંતુ જો તમે સીધી પીળી લાઇન પર વાહન ચલાવો છો, તો તમે  અન્ય વાહથી આગળ નીકળી શકતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *