રવિવારના દિવસે ભુલથી પણ ન કરતા આ કામ, નહીં તો થઈ જશો બરબાદ…

જયોતિષ શાસ્ત્ર

જ્યોતિષ શાસ્ત્રમાં, અઠવાડિયાના દરેક દિવસ વિશે જુદી જુદી માન્યતાઓ તેમજ નિયમો છે. આનું કારણ એ છે કે, ધાર્મિક શાસ્ત્રોમાં અઠવાડિયાના દરેક દિવસ અલગ અલગ દેવતા સાથે સંકળાયેલા છે. રવિવારના દિવસને ભગવાન સૂર્યને સમર્પિત દિવસ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને જણાવીશું કે, તમે પૂજા-અર્ચના કરવા ઉપરાંત વસ્તુઓની સંભાળ રાખીને પણ ભગવાન સૂર્યના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો. ધાર્મિક, જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુ શાસ્ત્રમાં રવિવારના દિવસ વિશે વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે. જેને અનુસરવાથી તમને અનેક લાભ થઈ શકે છે.

એવું કહેવામાં આવે છે કે, રવિવારનો દિવસ પ્રકૃતિ ધ્રુવ છે, સામાન્ય રીતે રવિવારને ભગવાન સૂર્યદેવનો દિવસ માનવામાં આવે છે, પરંતુ કેટલીક માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી પણ લાભદાયક છે. જો આપણે હિન્દુ ધર્મ સાથે જોડાયેલી માન્યતાઓ વિશે વાત કરીએ, તો રવિવારને બધા જ વારોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. જે વ્યક્તિ પોતાના જીવનમાં સારું સ્વાસ્થ્ય અને હિંમત મેળવવા માંગે છે તે આ દિવસે વ્રત રાખે છે. પરંતુ એવા પણ કર્યો છે જેને રવિવારે કરતા પહેલા કાળજી લેવી જોઈએ.

રવિવારે ક્યાં કર્યો કરવા જોઈએ :-

– જ્યોતિષ શાસ્ત્ર મુજબ રવિવારના દિવસે વ્યક્તિએ કપાળ પર લાલ ચંદન લગાવવું જોઈએ.

– જો તમે મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો, ધ્યાનમાં રાખો કે, આ દિવસે માત્ર પૂર્વ, ઉત્તર દિશામાં જ પ્રવાસ કરવો શુભ છે.

– રવિવારના દિવસે વ્યક્તિએ સારી વાનગીઓ બનાવીને ખાવી જોઈએ.

– જો કોઈ વ્યક્તિ રવિવારે પોતાના પરિવાર સાથે ઘર પ્રવેશ કરવા માંગે છે, તો આ દિવસ આ માટે ખૂબ સારો માનવામાં આવે છે.

– જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ દિવસે સોના અને તાંબાની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે.

– આ ઉપરાંત જો વ્યક્તિ આગ અથવા વીજળીથી જોડાયેલી કોઈપણ વસ્તુને ઘરે લાવવા માંગે છે, તો તે લાવી શકે છે.

– રવિવારે ઘઉં અને ગોળ લાલ કપડામાં બાંધીને તેનું દાન કરવાથી કાર્યક્ષેત્રમાં લાભ થાય છે.

– રવિવારે કોઈપણ પ્રકારનું નવું કામ શરૂ કરતા પહેલા ગોળ કે મીઠાઇ ખાવી જ જોઇએ.

રવિવારે ક્યાં કર્યો ન કરવા જોઈએ :-

– રવિવારે મીઠાનું સેવન કરવું જોઈએ નહીં. એવું કહેવાય છે કે, તેનાથી જાતકના સ્વાસ્થ્યને અસર થાય છે. અને કાર્યોમાં અવરોધો આવે છે.

– રવિવારના દિવસે કોઈ પણ વ્યક્તિએ પશ્ચિમ અને વાયવ્ય દિશામાં મુસાફરી કરવી જોઇએ નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *