રોડ અકસ્માત કે કોઈપણ દુર્ઘટના ફક્ત શરીરના અંગને નહીં પરંતુ જુસ્સો અને હિમ્મત પણ છીનવી લે છે. શરીરનું કોઈ અંગ ગુમાવ્યાં પછી ન ફક્ત જીવન મુશ્કેલભર્યું થઈ જાય છે પરંતુ હિમ્મત પણ હારી જવાય છે. પણ તબીબ મારિયા બીજૂ વિકલાંક થઈને પણ ઘણાં લોકો માટે મિસાલ બની ચુકી છે. દુર્ઘટના બાદ પગ ગુમાવ્યાં છતાં તેણે પોતાની મુશ્કેલી આગળ જુકી નહીં પરંતુ અપંગતાને હરાવી આજે તે સફળતાના શિખર શર કરી રહી છે, ત્યાં પહોચવું સૌ કોઈ માટે શક્ય નથી. ચાલો તમને જણાવીએ તેની પ્રેરણદાયક કહાની…
એક દુર્ઘટનામાં ગુમાવ્યાં પગ
કેરળની રહેવાસી મારિયા બીજૂ જ્યારે 25 વર્ષની હતી ત્યારે તે એક દુર્ઘટનાનો શિકાર બની હતી. ભયંકરૃ અકસ્માતના કારણ તેના શરીરનો 70 ટકા ભાગ લકવાગ્રસ્ત થઈ ગયો હતો અને મસ્તક નીચેના ભાગે કામ કરવાનું બંધ કરી દીધું હતું. લાંબા સમય સુધી હોસ્પિટલમાં રહ્યાં પછી પણ તેના પગ સાજા ન થઈ શક્યા છતાં તેણે હાર ન માની.
તેણે ખૂદને વ્હીલચેર સુધી સીમિત રાખવાની જગ્યાએ અભ્યાસનો માર્ગ પસંદ કર્યો અને પોતાની દ્રઢ ઈચ્છાશક્તિ તેમજ સંઘર્ષથી એમબીબીએસનો અભ્યાસ કર્યો. તનતોડ મહેનત અને લગનના બળ પર તે આજે એક ડોક્ટર બનીને સમાજની સેવામાં જોડાય ગઈ છે.
હવે ડોક્ટર બનીને કરી રહી સમાજ સેવા
ડોક્ટર મારિયા કહે છે કે આગળ વધવું મારા માટે મુશ્કેલ હતું, પણ હું કોઈ પણ કિંમત પર અટકવા નહતી માંગતી. તેની આ આવડત અને જુસ્સાને જોઈ તેના પરિવાર તેમજ કોલેજ પણ મદદ માટે આગળ આવી. તેણે રાઈટરની મદદથી પરીક્ષા આપી. જોકે આગળ તેણે સ્વયંએ લખવાની કોશિશ પણ ચાલુ રાખી અને પોતાના લક્ષ્યને મેળવીને જ રહી.