સાડી પહેરીને છોકરીએ હવામાં મારી જબરદસ્ત છલાંગ, વિડીયો જોઈને તમે પણ ચોંકી જશો

1026

આ વિડીયોમાં સાડી પહેરીને એક છોકરી ગજબના સ્ટંટ કરતા જોવા મળી રહી છે, આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે આ છોકરીએ કેવી રીતે ગરુત્વાકષઁણ વિરુદ્ધ છલાંગ મારી રહી છે.

13 સેકંડના આ વિડીયોમાં એક છોકરી બેકફલીપ એટલે કે ઉંધી ગુલાટી મારતા જોઈ શકાય છે.

સાડી માં ભારતીય મહિલાઓ સહુથી વધારે સુંદર દેખાતી હોય છે, પણ સાડીનો ક્રેઝ ધીમે ધીમે ઘટવા લાગ્યો છે, આજના સમયમાં મહિલાઓ સાડીની જગ્યાએ વેસ્ટર્ન ડ્રેસ અથવા જીન્સ પહેરવાનું પસંદ કરે છે. આજની મહિલાઓ સાડી પહેરીને કામ નથી કરી શકતી, પરંતુ હાલમાં એક વિડીયો વાઇરલ થઇ રહ્યો છે, જેમાં એક મહિલા સાડી પહેરીને બેકફલીપ મારતા નજરે પડે છે, આ યુવતીનું નામ પારુલ અરોરા છે અને તે દિલ્હીની રહેવાસી છે, આ વીડિયોની ખાસ વાત તો એ છે કે આ મહિલાએ જિમ્નાસ્ટિકનો ડ્રેસ નહિ પણ સંપૂર્ણ ભારતીય પરિધાન પહેર્યો છે, એટલા માટે જ દરેક વ્યક્તિ આ વિડીયો જોઈએ આશ્રર્યચક્તિ થઇ જાય છે.

અપર્ણા જૈન નામના ટ્વિટર યુઝરે આ વીડિયોને સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર શેર કર્યો છે. આ વીડિયોમાં સાડી પહેરેલી યુવતી આકર્ષક સ્ટન્ટ્સ કરતી જોવા મળી રહી છે. અપર્ણાએ લખ્યું, જ્યારે કોઈ છોકરી સાડીમાં બેકફ્લિપ કરે છે. આ વિડિઓમાં તમે જોઈ શકો છો કે આ છોકરીએ સાડીમાં ગુરુત્વાકર્ષણને કેવી રીતે હરાવ્યું. 13 સેકન્ડના આ વીડિયોમાં એક યુવતી બેકફ્લિપ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો વાયરલ થયા પછી તેણે ખુદ ખુલાસો કર્યો કે યુવતીનું નામ પારુલ અરોરા છે.

લોકોએ આ વિડિઓ વિશે પોતા પોતાનો પ્રતિસાદ આપી રહ્યા છે. લોકો કહે છે કે સ્ત્રીઓ પુરૂષો કરી શકે તે બધું કરી શકે છે અને તે તેના કરતા વધુ સારી રીતે કરી શકે છે. એવી ઘણી વસ્તુઓ કરી શકે છે જે પુરુષો કરી શકતા નથી. લોકો આ છોકરીને પ્રતિભાનું પાવરહાઉસ કહી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર મહિલાની જબરદસ્ત ફ્લિપ જોયા પછી, બધા જ આશ્ચર્યચકિત થઈ ગયા છે. લોકો વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે. સાડી પહેરેલી જિમ્નેસ્ટ મહિલાનો આ વીડિયો તે લોકોના મો પર મોટો થપ્પડ છે. જે સાડી પહેરેલી મહિલાને કમજોર ગણે છે.

તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે પારુલનો આ વિડીયો સોશિયલ મીડિયા વાઇરલ થયો હોય. આ પહેલા ઓગસ્ટ 2020 માં તેનો એક વીડિયો વાયરલ થયો હતો.

Previous articleઘરમાં શંખ રાખતા પહેલા આ જરૂર થી વાંચો, એક ભૂલ અને ભગવાન વિષ્ણુ થશે ક્રોધિત…
Next articleચહેરા અને ગળાની ચરબી ઓગાળવા માટે દરરોજ કરો આ 3 કસરતો