Homeરસોઈશાહી બેંગન - શિયાળામાં આવી રીતે બનાવો આ શાક, તમને ભાવતા તમામ...

શાહી બેંગન – શિયાળામાં આવી રીતે બનાવો આ શાક, તમને ભાવતા તમામ શાકને પણ આંટી મારે, એવો શાહી ટેસ્ટ આવશે.

મિત્રો શિયાળો આવી રહ્યો છે. વાતાવરણમાં ઠંડીનો ચમકારો અનુભવાય છે. શિયાળામાં આવતાં રીંગણાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. રીંગણાં કેલ્શિયમથી ભરપુર હોય છે. આપણે શિયાળામાં રીંગણાનું શાક,ઓળો, ભરેલાં રીંગણાં (અવેજિયાં) વગેરે જેવાં શાક બનાવીને આરોગીએ છીએ. અમારી બાજુ તો રીંગણનો “દહીં ઓળો” પણ ખૂબ ખવાય છે. આજે હું પોતે છેલ્લા પચ્ચીસ વર્ષથી જાતે બનાવીને મારાં પરીવારને તથા મિત્રોને દર વર્ષે જમાડું છું એ “શાહી બેંગન” ના શાક અંગે જણાવું છું. જે શાક રજવાડી તો છે જ સાથોસાથ પૌષ્ટિક અને સાત્વિક આહાર પણ છે જ.

સામગ્રી:- પાંચ વ્યક્તિઓ માટે

ત્રણથી સાડા ત્રણ ઈંચની લંબાઈ વાળા ગુલાબી રીંગણાં સાતથી આઠ.

લીલા ચોળાની શીંગ, વટાણા, થોડું ફ્લાવર,ગુવારની શીંગો, વગેરે મળીને સો ગ્રામ જેટલા વજનમાં.

એક ટમેટું

આદુ મરચાં, લસણ, કોથમીર, જરુરીયાત મુજબ.

બજારમાં મળતી પાંચ રૂપિયા વાળું નમકીન જ ચવાણાંનું એક પાઉચ.

વઘાર માટે:- જીરું, હીંગ, મીઠો લીમડો તજપત્ર, લવિંગ

ર૦૦ ગ્રામ શીંગતેલ

ટોપરાનું તાજુ ખમણ,બે બદામ અને બે કાજુના છીણેલા ટુકડા

સાધનોમાં: નાની કડાઈ, પ્રેશર કૂકર.

બનાવાની રીત:-

મિત્રો સૌ પ્રથમ જો ચિત્રમાં જોવા મળે છે એવાં ગુલાબી રીંગણાં લો. ગુલાબી રંગના ન મળે તો બીજા કલરનાં પણ ત્રણ સાડાત્રણ ઇંચ લંબાઈ વાળા લો એને ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ધોઈને સાફ કરી. બે ઊભા ભાગમાં કાપો. વચ્ચેથી ચાકુ વડે ધીરજથી અને હળવા હાથે વચ્ચેનો ભાગ કાઢી લો.

આ ભાગમાં ગુવાર, ચોળી, લીલા વટાણા, ફલાવર, ટમેટું વગેરે ઝીણાં સમારી તેને વધારીને હળવા તાપે કાચું પાકું બફાવા દો. પછી તેને ઉતારીને તેમાં, આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખો. જે નમકીન પાઉચ લીધું છે એ નમકીનનો કરકરો પાઉડર બનાવી આ બાફેલ સામગ્રીમાં ઉમેરી મિક્સ કરો.

પછી આ મિશ્રણને રીંગણાંનાં બે ભાગ કરેલાં છે એમાં ચમચા વડે ભરો. બધા રીંગણ ભરાઈ જાય પછી પ્રેશર કુકરમાં ૨૦૦ ગ્રામ જેટલું તેલ મુકીને તેલ ગરમ થાય પછી બે લવિંગ અને હીંગથી વઘાર કરી… ભરેલાં રીંગણાંને એક પછી એક મુકીને થોડું પાણી નાખીને ઢાંકણું બંધ કરી દો. એક સીટી વાગે પછી ગેસ બંધ કરી દો. શાક તૈયાર.

કુકર ખોલીને માણસની સંખ્યા મુજબ ડીસામાં બે કે ત્રણ રીંગણા અડધા ભાગ મુકીને ઉપર કાજુ બદામના ટુકડા ભભરાવો. નાળિયેર ખમણ અને કોથમીર ભભરાવી રોટલા, રોટલી કે પરોઠા સાથે ખાવ.

ફોટો અને રેસીપી આલેખન:- ડાયાલાલ ડી.ગરેજા. મું:- રાજુલા જિલ્લો :- અમરેલી. મો. ૯૬૮૭૭૫૬૯૬૬

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments